Home » India » લશ્કરે તોયબાનો કુખ્યાત ત્રાસવાદી બિલાલ અહેમદ ઠાર થયો

News timeline

Bollywood
22 mins ago

પુલવામાના શહીદો માટે અક્ષય કુમાર પાંચ કરોડનું દાન કરશે

Entertainment
2 hours ago

કમલ હાસને પીઓકેને આઝાદ કાશ્મીર ગણાવ્યું, લોકમત લેવાની માગ કરી

Canada
3 hours ago

કેનેડાના પત્રકાર જો સ્લેસિન્જરનું ૯૦ વર્ષની વયે અવસાન

Cricket
4 hours ago

મહંમદ શમી પુલવામા હૂમલાના શહીદોની મદદ માટે આગળ આવ્યો

Bollywood
6 hours ago

નવાજુદ્દીન સાથે શ્રદ્ધા નહીં સોનાક્ષી ચમકશે

Gandhinagar
8 hours ago

ગુજરાત સરકાર ચાર મહિનામાં 63,939 કરોડ વાપરશે: નીતિન પટેલ

Cricket
8 hours ago

ક્રિસ ગેલે કરી નિવૃત્તિની જાહેરાત

Gandhinagar
9 hours ago

હુમલાની ભીતિ વચ્ચે ગુજરાતના યાત્રાધામોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત

Bollywood
11 hours ago

ટ્રોલ બાદથી પ્રતિક બબ્બરે ઇન્ટીમેટ ફોટાઓ દુર કર્યા

Gandhinagar
11 hours ago

અમદાવાદીઓ મેટ્રો ટ્રેનમાં સફર કરી શકશે : 4થી માર્ચે વડાપ્રધાન મોદી કરશે ઉદ્ઘાટન

World
11 hours ago

ભારતની ચેતવણીથી પાક ફફડયું : ચર્ચા માટે તૈયાર

India
11 hours ago

ત્રાસવાદને સમર્થન આપનાર બધા કાશ્મીરી યુવાનો સામે લાલઆંખ

લશ્કરે તોયબાનો કુખ્યાત ત્રાસવાદી બિલાલ અહેમદ ઠાર થયો

શ્રીનગર  : જમ્મુ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં એક પોલીસ પિકેટ પર ત્રાસવાદીઓ દ્વારા ભીષણ હુમલો કરવામાં આવ્યા બાદ તરત જ જવાબી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં એક ત્રાસવાદી ઠાર થયો છે. શુક્રવારે મોડી રાત્રે અંધારાનો લાભ લઇને ત્રાસવાદીઓએ હુમલો કર્યો હતો. અનંતનાગના અચ્છાબલ ખાતે હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તરત જ જવાબી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં એકનુ મોત થયુ હતુ. ઘટના બન્યા બાદ સમગ્ર રાત્રી ગાળા દરમિયાન સેના, પોલીસ અને સીઆરપીએફ દ્વારા ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ. ઠાર થયેલા ત્રાસવાદી પાસેથી મોટી માત્રામાં વિસ્ફોટક મળી આવ્યા હતા.

તેની સાથે રહેલા અન્ય ત્રાસવાદીઓની શોધખોળ ચાલી રહી છે. ઠાર કરાયેલા ત્રાસવાદીની ઓળખ કરી લેવામાં આવી છે. ઠાર થયેલ ત્રાસવાદી બિલાલ અહેમદ હોવાનું જાણવા મળ્યું છે. અબ્દુલ અહેમદનો પુત્ર કુલગામનો નિવાસી હતો. પોલીસના જણાવ્યા મુજબ બિલાલ અહેમદ છેલ્લા કેટલાક દિવસથી ત્રાસવાદી સંગઠન લશ્કરે તોયબા સાથે કામ કરી રહ્યો હતો. વિતેલા વર્ષોમાં પણ તે કેટલાક ત્રાસવાદી હુમલામાં સ્પષ્ટપણે સામેલ રહ્યો છે. ઝડપાયેલા બિલાલ અહેવાદની પૂછપરછ ચાલી રહી છે. તેની પૂછપરછના આધાર પર લશ્કરે તોયબા સાથે જોડાયેલા અન્ય કેટલાક કુખ્યાત ત્રાસવાદીઓની ધરપકડ કરવામાં આવી શકે છે. સેના અને સુરક્ષા દળો દ્વારા વોસ્ટ વોન્ટેડ ત્રાસવાદીઓની યાદી તૈયાર કરવામાં આવી છે. જેના આધાર ઉપર ત્રાસાદીઓ સામે મોટુ ઓપરેશન ચાલી રહ્યું છે. ઝડપાયેલા ત્રાસવાદી બિલાલ અહેમદ પાસેથી એકે-૪૭ રાયફલ અને અન્ય હથિયારો કબજે કરવામાં આવ્યા હતા.  સુરક્ષા દળો આને મોટી સફળતા તરીકે ગણે છે.

તે ત્રણ મહિના પહેલા જ લશ્કરે તોયબામાં સામેલ થયો હતો. તે હાલમાં જ જમ્મુ કાશ્મીરમાં ખીણમાં કરવામાં આવેલા ત્રાસવાદી હુમલામાં સામેલ રહ્યો હતો. હથિયારોની લુટની ઘટનાઓમાં પણ તે સામેલ રહ્યોહતો. શુક્રવારે મોડી રાત્રે થયેલી અથડામણમાં એક પોલીસ જવાનને પણ ઇજા થઇ હતી. જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી ચુક્યા છે. પોલીસે માહિતી આપતા કહ્યુ છે કે ત્રાસવાદીઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવેલી બે ગાડીઓ જપ્ત કરી લીધી છે. સમગ્ર વિસ્તારમાં ઉંડી તપાસ ચાલી રહી છે. જમ્મુકાશ્મીરમાં છેલ્લા કેટલાક સમયથી ઓપરેશન ઓલઆઉટ ચાલી રહ્યુ છે. જેના ભાગરૃપે સેંકડો ત્રાસવાદીઓ ઠાર કરવામાં આવી ચુક્યા છે. ત્રાસવાદી લીડરો પણ ફુંકાઇ ચુક્યા છે. સેનાના આ ઓપરેશનના કારણે ત્રાસવાદીઓમાં ફફડાટ છે.