Home » India » Delhi » અમિત શાહ પાર્ટીના પ્રમુખ તરીકે હાલ યથાવત જ રહેશે

News timeline

Bollywood
3 hours ago

પોતાની પર્સનલ લાઇફ એન્જોય કરી રહી છે : મલાઇકા

Cricket
3 hours ago

ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ ઇન્ડિયા રવાના

Cricket
6 hours ago

પાકિસ્તાન સામે ન્યુઝીલેન્ડ ૧૫૩ રનમાં ઓલ આઉટ

Canada
6 hours ago

બ્રામ્પ્ટનના ગરવી ગુજરાત સિનિયર્સ પરિવાર દ્વારા દિવાળી અને નવ વર્ષની ઉજવણી

Bollywood
6 hours ago

શમશેરામાં વાણી-રણબીરની જોડી ચમકશે

Canada
7 hours ago

જીપીએસી દ્વારા દિવાળીની ઉજવણી : ગીત સંગીતે જમાવી રમઝટ

Cricket
8 hours ago

મિતાલી રાજે ટી-૨૦માં સર્વાધિક રન મામલે રોહિત શર્માને પાછળ મુકયો

Canada
8 hours ago

ઓન્ટેરિયોમાં ર્પાકિંગની સમસ્યા માટે ઓનલાઇન ફરિયાદ કરી શકાશે

Bollywood
9 hours ago

રિતિક રોશનની સુપર-૩૦ હવે કબીર ખાન પૂર્ણ કરશે

Breaking News
10 hours ago

સિંહ-દર્શનથી વનખાતાને એક કરોડથી વધુની કમાણી થઈ

Breaking News
10 hours ago

ભાજપમાં કાર્યકરોને એકબીજાના મોંઢા જોવાય ગમતા નથી – રૂપાલાના બફાટથી સોપો

Business
10 hours ago

ફ્લિપકાર્ટમાંથી મોટા માથાં રાજીનામાં આપશે

અમિત શાહ પાર્ટીના પ્રમુખ તરીકે હાલ યથાવત જ રહેશે

નવી દિલ્હી  :  ભાજપની રાષ્ટ્રીય કારોબારીની બેઠક આજે રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં શરૃ થઈ હતી. જેમાં આગામી લોકસભાની ચૂંટણી અને આ વર્ષે યોજાનારી રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં જુદા જુદા પાસા ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. કારોબારીની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ પ્રમુખ અમિત શાહ, વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, નાણા મંત્રી અરુણ જેટલી, વરિષ્ઠ નેતા સુષ્મા સ્વરાજ ઉપસ્થિત રહ્યા હતા.

અગાઉ ભાજપ હોદ્દેદારોની બેઠક પણ મળી હતી. જેમાં તમામ રાજ્યોમાં ચૂંટણીને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ બેઠકમાં અમિત શાહે ભાજપને પ્રચંડ બહુમતી સાથે ચૂંટણી જીતાડવાની ફરી એકવાર વાત કરી હતી. ભાજપે ચૂંટણનીની તૈયારીઓ શરૃ કરી દીધી છે. અમિત શાહ ભાજપ પ્રમુખ તરીકે હાલ અકબંધ રહેશે. સંગઠન ચૂંટણીને ટાળી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અમિત શાહ ચૂંટણી સુધી પાર્ટી પ્રમુખ તરીકે રહેશે.

તેમની ત્રણ વર્ષની અવધિ આગામી વર્ષે જાન્યુઆરી મહિનામાં પૂર્ણ થઈ રહી છે. સૂત્રોના કહેવા મુજબ લોકસભા ચૂંટણી યોજવામાં આવ્યા બાદ કેટલાક મોટા નિર્ણય લેવામાં આવી શકે છે. લોકસભાની ચૂંટણી માર્ચ અથવા એપ્રિલમાં યોજાઈ શકે છે. આવી સ્થિતિમાં ભાજપ નવી ટીમ સાથે મેદાનમાં ઉતરવા ઈચ્છુક નથી. જેથી વર્તમાન ટીમને જાળવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે સવારે ભાજપની ત્રણ દિવસીય રાષ્ટ્રીય કારોબારીની શરૃઆથ થઈ હતી. ઉદ્ઘાટન સત્રમાં સંબોધતા અમિત શાહે કહ્યું હતું કે અમે ૨૦૧૯માં સ્પષ્ટ બહુમતી સાથે જીત મેળવીને આગળ વધવા તૈયાર છીએ. સંકલ્પની શક્તિને કોઈપણ પરાજિત કરી શકે તેમ નથી. રાષ્ટ્રીય કારોબારીની આ બેઠકમાં પાર્ટીએ અજય ભાજપનો

નારો આપ્યો હતો. આ બેઠકમાં તમામ હોદ્દેદારો સહિત રાજ્યોના પ્રદેશ પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકના ઉદ્ઘાટન સત્રમાં પાંચ રાજ્યો માટે તૈયારીમાં લાગી જવા માટે કહેવામાં આવ્યું હતું. ભાજપ પ્રમુખ અમિત શાહે તેલંગાણામાં પણ પાર્ટી સારો દેખાવ કરશે તેવો દાવો કર્યો હતો. બપોરે કારોબારીની બેઠક શરૃ થઈ હતી. કારોબારી પહેલા અમિતા શાહે સવારે રાષ્ટ્રીય હોદ્દેદારો અને રાજય અધ્યક્ષો અને સંગઠન મહામંત્રીની સાથે બેઠક યોજી હતી. રાષ્ટ્રીય કારોબારીના એજન્ડામાં છેલ્લી કારોબારીની બેઠકો પર ચર્ચા થઈ હતી. બપોરે કારોબારીની બેઠક શરૃ થઈ હતી. તેલંગાણામાં સંપૂર્ણ તાકાત સાથે ચૂંટણી લડવાનો નિર્ણય આ બેઠકમાં કરવામાં આવ્યો હતો.