Home » India » Bangalore » લખનૌના બદલે બેંગલોરમાં એરો ઈન્ડિયા શોનું આયોજન

News timeline

Canada
2 days ago

જીએસએસએમ દ્વારા પુન્તા કાનાનો પ્રવાસ, અનેકવિધ કાર્યક્રમોએ રંગત જમાવી

Bollywood
2 days ago

લિસા રે લેખન ઉપર વધુ ધ્યાન આપે છે

Bollywood
2 days ago

ઇશા ગુપ્તા ખુબસુરતીને જાળવવા માટે તમામ પ્રયાસો કરે છે

Bollywood
2 days ago

અભિનેત્રીઓ વચ્ચેની સ્પર્ધાને લઈ પરેશાન નથી : ડાયના

Bollywood
2 days ago

રણબીર માટે આજે પણ પઝેસિવ છું : દીપિકા

Canada
2 days ago

નવલ બજાજના નિવાસ સ્થાને કૃષ્ણજન્મોત્સવની ધામધૂમથી ઉજવણી

Gandhinagar
2 days ago

સત્ર બાદ બે દિવસમાં ખેડૂતો માટે મોટી જાહેરાત કરીશું: નીતિન પટેલ

Ahmedabad
2 days ago

મોટીપાનેલીના સરપંચ સહિત ૧૦૦ આગેવાનોના ભાજપમાંથી રાજીનામા

Ahmedabad
2 days ago

અંબાજીમાં મહામેળો ઃ માર્ગો જય અંબે’ના નાદથી ગૂંજી ઉઠયા

Delhi
2 days ago

ત્રણ તલાક બિલના અધ્યાદેશને મોદી કેબિનેટે આપી મંજૂરી

Ahmedabad
2 days ago

કેનેડાની લાલચ આપી છેતરપિંડી કરનારા 2 સામે ગુનો નોંધાયો

Canada
2 days ago

મિસિસાગામાં મેમણ સમાજનું ઈદ મિલન : ૩૦૦થી વધુ લોકોએ ભાગ લીધો

લખનૌના બદલે બેંગલોરમાં એરો ઈન્ડિયા શોનું આયોજન

નવી દિલ્હી :  એરો ઈન્ડિયા શોના સ્થળને લઈને ચાલી રહેલી અનિશ્ચિતતાનો હવે અંત આવી ગયો છે. આજે આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો કે એરો ઈન્ડિયા શો અને ડિફેન્સ એક્ઝિબિશનનું આયોજન બેંગલોરમાં કરવામાં આવનાર છે. દેશના સૌથી મોટા એર શો કર્ણાટકના પાટનગરમાં ૨૦મીથી ૨૪મી ફેબ્રુઆરી દરમિયાન યોજાશે. સંરક્ષણ મંત્રાલય તરફથી આ અંગેના આયોજનની આજે જાહેરાત કરવામાં આવી હતી. સંરક્ષણ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ પાંચ દિવસીય ઈવેન્ટમાં એરોસ્પેસ અને ડિફેન્સ ઈન્ડસ્ટ્રી માટે ટ્રેડ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવશે.

પબ્લિક એર શો પણ યોજવામાં આવશે. એરોસ્પેસ ઈન્ડસ્ટ્રીના ગ્લોબલ લીડર્સ અને મોટા રોકાણકારોની સાથે આ આયોજનમાં દુનિયાભરના અનેક થીન્કટેન્ક પણ ભાગ લેનાર છે. આ એક્ઝિબિશનના આયોજન સ્થળને લઈને છેલ્લા મહિને પ્રશ્ને ઉઠી રહ્યા હતા કે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા પણ લખનૌમાં આનું આયોજન કરવા માટે વિનંતી કરી હતી. યોગી આદિત્યનાથે સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારામનને અપીલ કરી હતી કે આનું આયોજન લખનૌમાં કરવામાં આવે. યોગી આદિત્યનાથના આ નિવેદન બાદથી કર્ણાટકમાં લોકો દુવિધાભરી સ્થિતિમાં હતા.

એમ માનવામાં આવી રહ્યું હતું કે કર્ણાટકમાં આનું આયોજન થઈ શકશે નહીં પરંતુ હવે બેંગલોરમાં જ એર શો યોજવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે. કર્ણાટકના ભાજપ વડા તરફથી આ મુજબની માંગ પહેલાથી જ કરવામાં આવી હતી. ભાજપ સ્ટેટ પ્રમુખ બી.એસ. યેદીયુરપ્પાએ કહ્યું હતું કે આ યોગ્ય છે કે ઉત્તરપ્રદેશ સરકાર તેનું આયોજન લખનૌમાં ઈચ્છતી હતી પરંતુ બેંગલોરમાં આયોજન થશે.