Home » India » Delhi » ભાજપના ધારાસભ્યનું વિવાદાસ્પદ નિવેદન સુપ્રીમકોર્ટ અમારી જ છે, રામ મંદિરતો બનશેજ

News timeline

Canada
16 hours ago

જીએસએસએમ દ્વારા પુન્તા કાનાનો પ્રવાસ, અનેકવિધ કાર્યક્રમોએ રંગત જમાવી

Bollywood
24 hours ago

લિસા રે લેખન ઉપર વધુ ધ્યાન આપે છે

Bollywood
1 day ago

ઇશા ગુપ્તા ખુબસુરતીને જાળવવા માટે તમામ પ્રયાસો કરે છે

Bollywood
1 day ago

અભિનેત્રીઓ વચ્ચેની સ્પર્ધાને લઈ પરેશાન નથી : ડાયના

Bollywood
1 day ago

રણબીર માટે આજે પણ પઝેસિવ છું : દીપિકા

Canada
1 day ago

નવલ બજાજના નિવાસ સ્થાને કૃષ્ણજન્મોત્સવની ધામધૂમથી ઉજવણી

Gandhinagar
1 day ago

સત્ર બાદ બે દિવસમાં ખેડૂતો માટે મોટી જાહેરાત કરીશું: નીતિન પટેલ

Ahmedabad
1 day ago

મોટીપાનેલીના સરપંચ સહિત ૧૦૦ આગેવાનોના ભાજપમાંથી રાજીનામા

Ahmedabad
1 day ago

અંબાજીમાં મહામેળો ઃ માર્ગો જય અંબે’ના નાદથી ગૂંજી ઉઠયા

Delhi
1 day ago

ત્રણ તલાક બિલના અધ્યાદેશને મોદી કેબિનેટે આપી મંજૂરી

Ahmedabad
1 day ago

કેનેડાની લાલચ આપી છેતરપિંડી કરનારા 2 સામે ગુનો નોંધાયો

Canada
1 day ago

મિસિસાગામાં મેમણ સમાજનું ઈદ મિલન : ૩૦૦થી વધુ લોકોએ ભાગ લીધો

ભાજપના ધારાસભ્યનું વિવાદાસ્પદ નિવેદન સુપ્રીમકોર્ટ અમારી જ છે, રામ મંદિરતો બનશેજ

નવી દિલ્હી  : દેશમાં રામ મંદિરને લઈને રાજકારણમાં સતત વિવાદો ચાલ્યા કરતા હોય છે. વિવાદિત નીવેદનોના કારણે આ મુદ્દો ચર્ચાનો વિષય રહ્યો છે. ઉત્તરપ્રદેશના ઉપપ્રમુખ મંત્રી કેશવપ્રસાદ મૌર્યબાદ હવે તેમના જ એક સહયોગી મંત્રીએ પોતાનો અભિપ્રાય આપ્યો છે ફર્ક ફક્ત એટલો જ છે કે કેશવમૌર્યએ રામમંદિર નિર્માણ માટે કાયદો લાવવાની વાત કરી હતી તો મંત્રી મુકુટ બિહારી વર્માએ તો સુપ્રીમકોર્ટ તેમજ સમગ્ર ન્યાય પ્રણાલીને જ પોતાની ગણાવી હતી.

કેશરગંજ બેઠકના ભાજપના ધારાસભ્ય મુકુટ બિહારી વર્માએ રામ મંદિર નિર્માણ પર કરેલા સવાલના જવાબમાં અતી ઉત્સાહમાં આવી આવુ નિવેદન આપ્યુ હતુ. તેમણે કહ્યુ કે ભાજપ વિકાસના મુદ્દે સત્તા પર આવી છે, રામ મંદિર બનશે જ. આ મામલો સુપ્રીમકોર્ટમાં છે અને સુપ્રીમકોર્ટ અમારી છે. આગળ કહ્યુ કે ન્યાયપ્રણાલી, પ્રશાસન, દેશ અને મંદિર અમારૂ છે. આ નિવેદન બાદ વિવાદ થતા તેમણે ફેરવી તોળ્યુ હતુ કે મારો કહેવાનો ભાવાર્થ કંઈક અલગ જ હતો.

આ પહેલા પણ ડિપ્ટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યએ અયોધ્યામાં રામમંદિર નિર્માણ માટે કાયદો લાવવાની વાત કરી હતી. તેમણે કહ્યુ કે જો સુપ્રીમકોર્ટ મંદિર નિર્માણ મામલે કોઈ રસ્તો ન કાઢી શકે તો સંસદમાં બંને ગૃહોમાં સંખ્યાબળના આધારે કાયદાનો સહારો લેવામાં આવશે.