Home » India » Delhi » વિપક્ષના ભારત બંધે બિહારમાં બે વર્ષની બાળકીનો ભોગ લીધો

News timeline

Canada
1 day ago

જીએસએસએમ દ્વારા પુન્તા કાનાનો પ્રવાસ, અનેકવિધ કાર્યક્રમોએ રંગત જમાવી

Bollywood
2 days ago

લિસા રે લેખન ઉપર વધુ ધ્યાન આપે છે

Bollywood
2 days ago

ઇશા ગુપ્તા ખુબસુરતીને જાળવવા માટે તમામ પ્રયાસો કરે છે

Bollywood
2 days ago

અભિનેત્રીઓ વચ્ચેની સ્પર્ધાને લઈ પરેશાન નથી : ડાયના

Bollywood
2 days ago

રણબીર માટે આજે પણ પઝેસિવ છું : દીપિકા

Canada
2 days ago

નવલ બજાજના નિવાસ સ્થાને કૃષ્ણજન્મોત્સવની ધામધૂમથી ઉજવણી

Gandhinagar
2 days ago

સત્ર બાદ બે દિવસમાં ખેડૂતો માટે મોટી જાહેરાત કરીશું: નીતિન પટેલ

Ahmedabad
2 days ago

મોટીપાનેલીના સરપંચ સહિત ૧૦૦ આગેવાનોના ભાજપમાંથી રાજીનામા

Ahmedabad
2 days ago

અંબાજીમાં મહામેળો ઃ માર્ગો જય અંબે’ના નાદથી ગૂંજી ઉઠયા

Delhi
2 days ago

ત્રણ તલાક બિલના અધ્યાદેશને મોદી કેબિનેટે આપી મંજૂરી

Ahmedabad
2 days ago

કેનેડાની લાલચ આપી છેતરપિંડી કરનારા 2 સામે ગુનો નોંધાયો

Canada
2 days ago

મિસિસાગામાં મેમણ સમાજનું ઈદ મિલન : ૩૦૦થી વધુ લોકોએ ભાગ લીધો

વિપક્ષના ભારત બંધે બિહારમાં બે વર્ષની બાળકીનો ભોગ લીધો

પટના :  છેલ્લા કેટલાક દિવસોથી ડોલર સામે રૂપિયાની નરમાશ અને આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઈલના સતત વધી રહેલા ભાવના કારણે પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચી ગયા છે.

પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતોને પગલે કોંગ્રેસ સહિત વિપક્ષી પક્ષોએ ભારત બંધનું એલાન કર્યું છે. બંધ દરમિયાન દેશભરમાંથી અલગ-અલગ તસવીરો સામે આવી રહી છે. બિહારમાં કેટલીય જગ્યાઓ પર પ્રદર્શન હિંસક બની રહ્યું છે, કેટલીક જગ્યાએ આગચાંપી થઇ ઉપરાંત ટ્રેનોને પણ રોકવામાં આવી છે.

ભારત બંધ દરમિયાન બિહારના જહાનાબાદમાં બે વર્ષીય બાળકીનું મોત નીપજ્યું છે. પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે ભારત બંધના કારણે રસ્તા પર જે ચક્કાજામ કરવામાં આવ્યું તેના કારણે એમ્બ્યુલન્સ લાંબા સમય સુધી ટ્રાફિકમાં ફસાઇ રહી. બાળકીને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવી રહી હતી. પરંતુ સમય રહેતા ટ્રાફિક જામ ન ખુલતા બાળકીએ રસ્તામાં જ દમ તોડી નાખ્યો.

બાળકીની મોતને લઇને કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે વિપક્ષને આડે હાથ લેતા કહ્યું કે વિપક્ષ હિંસાનું તાંડવ મચાવી રહી છે. આ બાળકીની મોતના ગંદા ખેલ માટે જવાબદાર કોણ. પ્રસાદે કહ્યું બંધ દરમિયાન દવાની દુકાન અને એમ્બ્યુલન્સ ને રોકવામાં આવતી નથી. જહાનાબાદમાં કોંગ્રેસ અને વિપક્ષે એમ્બ્યુલન્સને માર્ગ આપ્યો નહી.