Home » India » Delhi » દેશના મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વડાપ્રધાન મોદી મૌન રહે છે: રાહુલ ગાંધી

News timeline

Bollywood
3 hours ago

પોતાની પર્સનલ લાઇફ એન્જોય કરી રહી છે : મલાઇકા

Cricket
3 hours ago

ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ ઇન્ડિયા રવાના

Cricket
6 hours ago

પાકિસ્તાન સામે ન્યુઝીલેન્ડ ૧૫૩ રનમાં ઓલ આઉટ

Canada
6 hours ago

બ્રામ્પ્ટનના ગરવી ગુજરાત સિનિયર્સ પરિવાર દ્વારા દિવાળી અને નવ વર્ષની ઉજવણી

Bollywood
6 hours ago

શમશેરામાં વાણી-રણબીરની જોડી ચમકશે

Canada
7 hours ago

જીપીએસી દ્વારા દિવાળીની ઉજવણી : ગીત સંગીતે જમાવી રમઝટ

Cricket
8 hours ago

મિતાલી રાજે ટી-૨૦માં સર્વાધિક રન મામલે રોહિત શર્માને પાછળ મુકયો

Canada
8 hours ago

ઓન્ટેરિયોમાં ર્પાકિંગની સમસ્યા માટે ઓનલાઇન ફરિયાદ કરી શકાશે

Bollywood
8 hours ago

રિતિક રોશનની સુપર-૩૦ હવે કબીર ખાન પૂર્ણ કરશે

Breaking News
9 hours ago

સિંહ-દર્શનથી વનખાતાને એક કરોડથી વધુની કમાણી થઈ

Breaking News
10 hours ago

ભાજપમાં કાર્યકરોને એકબીજાના મોંઢા જોવાય ગમતા નથી – રૂપાલાના બફાટથી સોપો

Business
10 hours ago

ફ્લિપકાર્ટમાંથી મોટા માથાં રાજીનામાં આપશે

દેશના મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વડાપ્રધાન મોદી મૌન રહે છે: રાહુલ ગાંધી

નવી દિલ્હી  :  મોંઘવારી અને પેટ્રોલ ડિઝલના વધતા ભાવ વિરુદ્ધ આજે કોંગ્રેસે ભારતબંધનું એલાન કર્યું છે. ભારત બંધની આગેવાની માટે રાહુલ ગાંધી રાજઘાટ ખાતે પહોંચ્યા જ્યાં તેમણે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી અને કૈલાસથી લાવેલું જળ બાપુની સમાધિ પર ચડાવ્યું.
રાહુલ ગાંધી સાથે કોંગ્રેસના સિનિયર નેતા સહિત વિપક્ષના ઘણાં નેતાઓ રાજઘાટ પહોંચ્યા હતા અને મોંઘવારી વિરુદ્ધની માર્ચમાં જોડાય અને રામલીલા મેદાન પહોંચ્યા. ધરણાં પર બેસેલા રાહુલ ગાંધીએ પોતાના સંબોધન દરમિયાન મોદી સરકારને નિશાને લેતા કહ્યું કે, મોદી સરકારને નિશાને લેતા કહ્યું કે, મોદી સરકારે લોકોને આપેલાં વચનો પુરા કર્યા નથી.
તેમણે કહ્યું કે, પેટ્રોલ આજે 80ને પાર થયું છે જ્યારે ડિઝલ 80 નજીક પહોંચી ગયું છે. તેમજ LPGનો ભાવ 800 રૂપિયા સુધી પહોંચ્યો છે. પહેલાં પુરા દેશમાં વડાપ્રધાન મોદી કહેતા હતા કે પેટ્રોલના ભાવ વધી રહ્યાં છે પરંતુ આજે એક શબ્દ પણ નથી બોલી રહ્યાં. રેપની ઘટનાઓમાં ભાજપના નેતાઓ સામેલ હોય છે, પરંતુ વડાપ્રધાન ચુપ રહે છે. દેશના મહત્વપૂર્ણ મુદ્દાઓ પર તેઓ એક શબ્દ નથી બોલતા.
તેમણે વધુમાં કહ્યું કે, GSTથી લઇને રાફેલ પર મોદીજીએ એક પણ નિવેદન આપ્યું નથી. ખબર નહી વડાપ્રધાન કઇ દુનિયામાં છે. તેમણે કહ્યું કે, GSTએ નાના વેપારીઓને ઘણું નુંકસાન પહોંચાડ્યું છે.