Home » India » Delhi » ભારતબંધ: બસોના રૂટ બંધ થવાથી મુસાફરોને હાલાકી, બપોર બાદ પણ ઠેર-ઠેર દેખાવો

News timeline

Bollywood
4 hours ago

પોતાની પર્સનલ લાઇફ એન્જોય કરી રહી છે : મલાઇકા

Cricket
4 hours ago

ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ ઇન્ડિયા રવાના

Cricket
7 hours ago

પાકિસ્તાન સામે ન્યુઝીલેન્ડ ૧૫૩ રનમાં ઓલ આઉટ

Canada
7 hours ago

બ્રામ્પ્ટનના ગરવી ગુજરાત સિનિયર્સ પરિવાર દ્વારા દિવાળી અને નવ વર્ષની ઉજવણી

Bollywood
7 hours ago

શમશેરામાં વાણી-રણબીરની જોડી ચમકશે

Canada
8 hours ago

જીપીએસી દ્વારા દિવાળીની ઉજવણી : ગીત સંગીતે જમાવી રમઝટ

Cricket
9 hours ago

મિતાલી રાજે ટી-૨૦માં સર્વાધિક રન મામલે રોહિત શર્માને પાછળ મુકયો

Canada
9 hours ago

ઓન્ટેરિયોમાં ર્પાકિંગની સમસ્યા માટે ઓનલાઇન ફરિયાદ કરી શકાશે

Bollywood
9 hours ago

રિતિક રોશનની સુપર-૩૦ હવે કબીર ખાન પૂર્ણ કરશે

Breaking News
10 hours ago

સિંહ-દર્શનથી વનખાતાને એક કરોડથી વધુની કમાણી થઈ

Breaking News
11 hours ago

ભાજપમાં કાર્યકરોને એકબીજાના મોંઢા જોવાય ગમતા નથી – રૂપાલાના બફાટથી સોપો

Business
11 hours ago

ફ્લિપકાર્ટમાંથી મોટા માથાં રાજીનામાં આપશે

ભારતબંધ: બસોના રૂટ બંધ થવાથી મુસાફરોને હાલાકી, બપોર બાદ પણ ઠેર-ઠેર દેખાવો

નવી દિલ્હી :    પેટ્રોલ-ડિઝલના વધતા જતાં ભાવ વધારાના વિરોધમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા ભારત બંધના એલાનના અનુસંધાને ગુજરાતના વિવિધ શહેરના તમામ વેપારીઓ, શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા સ્વયંભુ બંધ પાળવામાં આવી રહ્યું છે. કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલ બંધ પગલે ચુસ્ત પોલીસ બંધોબસ્ત ગોઠવામાં આવ્યો હતો. કેટલાક શહેરોમાં દુકાન બંધ કરાવી રહેલ કોંગ્રેસનાં કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.

ભારત બંધને પગલે અમદાવાદ અને વડોદરામાં સીટી બસો અને એસટી બસોના કાચ તોડવાના અહેવાલો મળી રહ્યા છે. આજના બંધનાં પગલે શહેરનાં અનેકવિસ્તારોમાં વેપારીઓ દ્વારા સ્વયંભુ બંધ પાળવામાં આવેલ તો કેટલાક વિસ્તારોમાં રોજગાર ધંધા ચાલુ રહેતા કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા બંધ કરાવવા જતા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે.

,ભારત બંધના પગલે આજે કોંગ્રેસ દ્વારા સંભવિત દેખાવો તેમજ ભૂતકાળમાં એસટી તંત્રને થયેલ નુકસાનને ધ્યાને લઇને સુરક્ષાના કારણોસર એસટી તંત્ર દ્વારા જે રીતે જીલ્લાના તમામ ગ્રામીણ રૂટોને આજના દિવસે બંધ રાખવા નિર્ણય લેવાયો છે.

ભારતબંધને ગુજરાતમાં સારો એવો પ્રતિસાદ મળ્યો છે. મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ રાજ્યના અનેક વિસ્તારોમાં બંધ કરવાનો પ્રયત્ન કર્યો હતો. અનેક જગ્યાએ પોલીસ અને કોંગી કાર્યકરો વચ્ચે ધર્ષણ થયું હતું. પ્રદર્શન કરી રહેલા મોટાભાગના કોંગી કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.

તો બીજી તરફ બંધને પગલે મોટાભાગના વિસ્તારોમાં સુરક્ષાના ભાગરૂપે બસોના રૂટબંધ કરી દેતા મુસાફરોને મોટી સંખ્યામાં હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. સુરેન્દ્રનગર, અમરેલી, બોટાદ તથા અરવલ્લીમાં પણ રાત્રી રોકાણ કરી રહેલી તમામ બસોને ડેપો પર પરત બોલાવાના આદેશ આપી દેવામાં આવ્યા હતા.

ભારતબંધના પગલે ગુજરાતમાં સવારથી જ કોંગ્રેસ ધારાસભ્યો દ્વારા ઠેર-ઠેર દેખાવો કરવામાં આવ્યા હતા, તકેદારીના ભાગરૂપે તંત્ર દ્વારા મોટા ભાગની બસોના રૂટો બંધ કરી દેવામાં આવ્યા હતા. જ્યારે સુરેન્દ્રનગરમાં 63 જેટલી બસોના રૂટ બંધ કરી દેવામાં આવ્યા હતા. જ્યારે અરવલ્લીમાં પણ તકેદારીના ભાગ રૂપે 90 જેટલી બસોના રૂટ બંધ કરી દેવાતા મુસાફરો તકલીફમાં મુકાયા હતા. જ્યારે બોટદમાં પણ મોટી સંખ્યામાં કોંગી કાર્યકરોનો જમાવડો વધી જતા પોલીસે 50 જેટલા કાર્યકરોની અટકાયત કરી જેથી બસોના રૂટ પણ બંધ કરવાની ફરજ પડી હતી.

રાજ્યમાં અનેક જગ્યાએ મોટી સંખ્યામાં કોંગી કાર્યકર્તાઓ દ્વારા રોડ અને રસ્તાઓ પર ભારત બંધને લઇને ચક્કાજામ કરવામાં આવ્યું હતું જેના લીઘે મુસાફરો અને વાહન ચાલકોને મોટી સંખ્યામાં હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. અમદાવાદ ઉદેપુર હાઇવે પર ચક્કા જામ કરતા વાહનોની મોટી-મોટી લાઇનો લાગી હતી. કોંગ્રેસ દ્વારા રાજ્યમાં ટાયરો સળગાવીને વિરોધ કરતા હાઇવે પર વાહનોની મોટી લાઇનો લાગી હતી.