Home » India » Chennai » ઓરિસ્સા તરફ વધી રહેલુ તિતલી વાવાઝોડુ ભયાનક સ્વરૃપ ધારણ કરી શકે છે

News timeline

Delhi
4 hours ago

વિદેશ ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન અકબરનું આખરે રાજીનામું

Bollywood
16 hours ago

આલિયા રણબીર કપુરને મળવા માટે ન્યુયોર્કમાં પહોંચી

Bollywood
16 hours ago

બેડમિંગ્ટન ટીમ ખરીદશે તાપ્સી પન્નુ

Cricket
19 hours ago

વિન્ડિઝ સામેની બે વન ડેમાં ઉમેશ યાદવનો સમાવેશ

Bollywood
19 hours ago

સાજિદ ખાન ઘટિયા કિસમ કા આદમી હૈ : દિયા મિર્ઝા

Cricket
23 hours ago

હવે સાઉથ આફ્રિકામાં ટી-૨૦ લીગ રમાશે

Cricket
23 hours ago

વિન્ડિઝના કોચ સ્ટુઅર્ટ બે વન ડે માટે સસ્પેન્ડ

Bollywood
23 hours ago

પરિણીતીને હવે એક્સન ફિલ્મો કરવી છે

Gujarat
1 day ago

પાક વીમો, પોષણક્ષમ ભાવ ન મળતા સૌરાષ્ટ્રના ગામેગામ ખેડૂતોનો વિરોધ

Delhi
1 day ago

#MeToo: રાહુલ બોલ્યા- સાચો નારો છે “બેટી પઢાઓ BJP નેતાઓથી બચાવો”

Gandhinagar
1 day ago

રૂપાણી સામે ક્રિમિનલ અને દીવાની દાવો દાખલ કરાશે: શક્તિસિંહ ગોહિલ

World
1 day ago

ભારતીયો આવકનો ૧૦ ટકા ભાગ ચાઈનીઝ ભોજન પાછળ ખર્ચ કરે છે

ઓરિસ્સા તરફ વધી રહેલુ તિતલી વાવાઝોડુ ભયાનક સ્વરૃપ ધારણ કરી શકે છે

નવી દિલ્હી : ઓરિસ્સા તરફ આગળ વધી રહેલુ તિતલી વાવાઝોડુ ધીમે ધીમે ભયાનક સ્વરુપ ધારણ કરી રહ્યુ છે.

હાલમાં તો તોફાન 10 કિમી પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહયુ છે પણ ગરુવારે સવાર સુધીમાં તેની ઝડપ અને તીવ્રતા વધી જશે અને તેના કારણે 145 કિમી પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાય તેવી શક્યતા છે.

ઓરિસ્સામાં સમગ્ર તંત્રને તોફાનના પગલે એલર્ટ પર મુકવામાં આવ્યુ છે.હવામાન વિભાગે વાવાઝોડાની અસરના પગલે ઓરિસ્સાના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદની આશંકા દર્શાવી છે.બંગાળની ખાડી પર બનેલા ભારે દબાણનુ ક્ષેત્ર આગામી 24 કલાકમાં તિતલી નામના તોફાનનુ સ્વરુપ ધારણ કરશે.11 ઓક્ટોબરે સવારે તે ઓરિસ્સા અને ઉત્તર આંધ્રપ્રદેશના તટને પાર કરશે.

તકેદારીના ભાગરુપે સરકારે સ્કૂલો અને કોલેજો બીજી સૂચના ના અપાય ત્યાં સુધી બંધ રાખવાના આદેશો આપ્યા છે.

લોકોને રાહત છાવણીમાં રહેવાનો વારો આવી શકે છે તે બાબતને ધ્યાનમાં લઈને તેમાં પણ ખાવા પીવાની વસ્તુઓ અને વીજળીની સુવિધા રાખવા આદેશ અપાયા છે.બચાવ કામગીરી માટે 300 બોટ પણ તૈયાર રાખવામાં આવી છે.