Home » India » ગાંજાનું વધુમાં વધુ વેચાણ કરતા દુનિયાના ટોપ-ટેન શહેરોમાં મુંબઇ- દિલ્હીનો સમાવેશ

News timeline

Delhi
13 hours ago

મધ્ય પ્રદેશમાં કમલનાથ પર કળશ, રાજસ્થાન પર સસ્પેન્સ યથાવત્

Headline News
1 day ago

ફ્રાંસ: બંદૂકધારી હુમલાખોરે બજારમાં ભીડ ઉપર કર્યો ગોળીબાર, ત્રણ લોકોના મોત

Bollywood
2 days ago

ભણસાલી સાથે કોઇ ફિલ્મ નથી કરતી : અનુષ્કા

Cricket
2 days ago

પર્થમાં ઓસ્ટ્રેલિયા મજબૂત દેખાવ કરશે : રિકી પોન્ટિંગ

Gujarat
2 days ago

સુરતના વેપારીને મારવા રૂા.3 લાખમાં ઉત્તરપ્રદેશથી ભાડાના હત્યારા બોલાવ્યા

Gujarat
2 days ago

પૂર્વ સાંસદનો પત્ર, કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાવવા તૈયાર

Cricket
2 days ago

ટેસ્ટ રેંકિંગમાં પુજારા ટોપ પાંચમાં : કોહલી ટોપ પર

Bollywood
2 days ago

કંગના અને રિતિકની ફિલ્મ એક દિવસે રજૂ નહીં થાય

Gandhinagar
2 days ago

લોકરક્ષક પેપર લિકનું કાવતરું આશ્રમ રોડની હોટલમાં રચાયું હતું

Breaking News
2 days ago

સુરત: વરઘોડામાં હવામાં ફાયરીંગ કરતા નીકળેલી ગોળી મહિલાને વાગતા મોત

Delhi
2 days ago

ભાજપની નકારાત્મક રાજનીતિની હાર થઈ છેઃ સોનિયા ગાંધી

Headline News
2 days ago

બ્રેક્ઝિટ સમજૂતિ પર સંસદમાં મતદાન માટે તૈયાર: થેરેસા મે

ગાંજાનું વધુમાં વધુ વેચાણ કરતા દુનિયાના ટોપ-ટેન શહેરોમાં મુંબઇ- દિલ્હીનો સમાવેશ

મુંબઇ : નશાકારક ગાંજાનું વધુમાં વધુ વેચાણ કરતા દુનિયાના ટોપ ટેન શહેરોની યાદીમાં મુંબઇ અને દિલ્હીનો સમાવેશ થયો છે.

આંતરરાષ્ટ્રીય સ્તરે હાથ ધરાયેલા અભ્યાસ બાદ તૈયાર કરાયેલી યાદીમાં દિલ્હીને ત્રીજી સ્થાન અને મુંબઇને છઠ્ઠુ સ્થાન અપાવવામાં આવ્યું છે.

શહેરોમાં યોજતી યંગસ્ટરોની જુદી જુદી રેવ પાર્ટીઓ તેમ જ કોલેજ કેમ્પસોમાં નશીલા પદાર્થોનું વેચાણ થતું હોય છે. ૧૦૦ રૂપિયામાં એક પડીકી માદક દ્રવ્ય વેંચાતું હોય છે. જે વિદ્યાર્થીને પરવડે છે. પછી એક વાર લત લાગી જાય એટલે ગમે તે કિંમતે નશીલા દવા ખરીદવા માટે બંધાણીઓ ફાંફા મારતા હોય છે.

દિલ્હીમાં વર્ષે ૩૮.૨૬ મેટ્રીક ટન અને મુંબઇમાં ૩૨.૩૮ મેટ્રીક ટન ગાંજાની ખપત છે. મુંબઇમાં એક ગ્રામ ગાંજાની કિંમત લગભગ ૪.૫૭ યુએસ ડોલર (રૂપિયા ૩૩૮.૪૮) છે. જ્યારે દિલ્હીમાં પ્રતિગ્રામના ૪.૩૮ યુએસ ડોલર ભાવ છે.

અમેરિકાનું ન્યુયોર્ક શહેર દર વર્ષે ૭૭.૪૪ મેટ્રીક ટન ગાંજાનું વેચાણ કરી દુનિયામાં વધુમાં વધુ ગાંજાનું વેચાણ કરતા શહેરોની યાદીમાં ટોચ ઉપર છે. ત્યાર પછી કરાચી (૪૧.૯૫ ટન), નવી દિલ્હી (૩૮.૨૬ ટન), બોસએન્જલસ (૩૬.૦૬ ટન), કેરો (૩૨.૫૯ ટન), મુંબઇ (૩૨.૩૮ ટન), લંડન (૩૧.૪ ટન), શિકાગો (૨૪.૫૪ ટન), મોસ્કો (૨૨.૮૭ ટન) અને ટોરંટો (૨૨.૭૫ ટન) ગાંજાનું વેચાણ થાય છે.