Home » India » Delhi » વિદેશ ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન અકબરનું આખરે રાજીનામું

News timeline

Bollywood
4 hours ago

પ્રિયંકા -નિકને લગ્નની તસવીરોના બદલામાં ૨૫ લાખ ડૉલર મળશે

Cricket
4 hours ago

કુલદીપ યાદવની આઈસીસી ટી-૨૦ રેન્કિંગમાં ૧૪ ક્રમની છલાંગ

Bollywood
4 hours ago

ગુરૃ ગ્રંથ સાહિબના અપમાન મામલે અક્ષયને એસઆઇટીનું તેડું

Headline News
7 hours ago

સિંધુની નજર હોંગકોંગ ઓપન ટાઇટલ પર કેન્દ્રિત

Bollywood
7 hours ago

રણવીરસિંહ લગ્નના સ્થળે વિમાનમાં જાન લઇને પ્રવેશ કરશે

Bollywood
7 hours ago

મહિલા રેસલરે રાખી સાવંતને એવી પટકી તે સીધી હોસ્પિટલમાં

Breaking News
9 hours ago

મેક્રો ડેટા તેમજ ક્રૂડના ભાવ બજારને દોરશે

Breaking News
9 hours ago

ટોપ-5 કંપનીઓના માર્કેટકેપમાં 26,157 કરોડનો ઉછાળો

Business
10 hours ago

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે બોન્ડ મારફતે 3,000 કરોડ એકત્ર કર્યા

Breaking News
10 hours ago

બેલેન્સ્ડ એડ્વાન્ટેજ ફંડ્સના ઇક્વિટી રોકાણમાં ધરખમ વધારો

Gandhinagar
11 hours ago

કોંગ્રેસમાં હોદ્દો મેળવવા કુશ્તી, દિલ્હી સુધી બખેડો

Breaking News
11 hours ago

ફિનિક્સ મિલ્સ 4-5 વર્ષમાં ઓપરેશનલ રિટેલ પોર્ટફોલિયો બમણો કરશે

વિદેશ ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન અકબરનું આખરે રાજીનામું

નવી દિલ્હી: વિદેશ ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન એમ. જે. અકબર જ્યારે કેટલાય પ્રકાશનોમાં પત્રકાર હતા તેમ જ સંપાદક હતા તે વેળાએ યુવતીઓની કરેલી જાતીય સતામણી કે અશ્ર્લિલ ચેનચાળાઓના આક્ષેપોનો મારો ચાલ્યો હોવાથી તેમણે 17મી ઓક્ટોબરે પદત્યાગ કર્યો હતો.

વડાપ્રધાનરેન્દ્ર મોદીએ અકબરનું રાજીનામું સ્વીકારી લીધું હતું. જ્યારે પ્રિયા રામાણીની સામે કરાયેલા બદનક્ષીના દાવાની સુનવણી 18મી ઓક્ટોબરે પટિયાલા અદાલતમાં થશે. અકબરે રાજીનામું ધરી દીધા બાદ આપેલા ટૂંકા નિવેદનમાં કહ્યું હતું કે હું અંગતપણે અદાલતમાં ધા નાખીશ. અકબરે કહ્યું કે ‘હું કચેરીમાંથી હોદ્દાનો ત્યાગ કરવાનું મુનાસિબ માનું છું. મારી સામે કરાયેલા ખોટા આક્ષેપોનો પડકારું છે.’ દેશની સેવા કરવાનો અવસર દેવા બદલ હું નરેન્દ્ર મોદીજી તેમ જ વિદેશ પ્રધાન સુષમા સ્વરાજનો આભાર માનું છું, એમ વિદ્વાન પત્રકાર અકબરે જણાવ્યું હતું.

છેલ્લા પંદર દિવસમાં અંદાજે 20 મહિલાએ અકબરના હાથે જાતીય સતામણી થઈ હોવાના અનુભવોનું વર્ણન કર્યું હતું. દરમિયાન પાટનગરમાં કેટલાક સૂત્રોનું કહેવું હતું કે ‘બેટી બચાવો અભિયાન’ હવે અકબર બચાવો અભિયાન પણ બની ગયું છે. તેમણે પત્રકાર વિરુદ્ધ માનહાનિનો કેસ કર્યો છે. તેમાં તેમના તરફથી 97 વકીલે વકીલાત કરવા હોંકારો ભણ્યો છે. તેઓ સત્તા, સંગઠન તેમ જ વકીલોનું વર્ચસ્વ દેખાડી ડર ફેલાવી રહ્યા છે, એમ કેટલીક વ્યક્તિઓએ જણાવ્યું હતું.

આમ આદમી પાર્ટી (આપ)એ અકબરના રાજીનામા બદલ તેની વિરુદ્ધ ફરિયાદ કરનાર મહિલાઓના ભરપૂર વખાણ કર્યાં છે. આથી કેન્દ્ર સરકાર ખાતેના શાસક ભારતીય જનતા પક્ષ (ભાજપ)ની ચાલ, ચરિત્ર તેમ જ ચહેરા પરનો પર્દાફાશ થઈ ગયો છે. અકબરની સામે અપરાધિક કાર્યવાહી આદરવાની અમે માગણી કરીએ છીએ, એમ આપના પ્રવક્તા દિલીપ પાંડેએ જણાવ્યું હતું.