Home » India » Delhi » રાહુલ ગાંધીનું નામ PM ઉમેદવાર તરીકે જાહેર નહી કરે કોંગ્રેસ: પી ચિદમ્બરમ

News timeline

Delhi
43 mins ago

ઇવીએમ મશીન હટાવો બેલેટ પેપર લાવો એવી માગણી સાથે આજે કોંગ્રેસનો મોરચો

Delhi
45 mins ago

કુંભ મેળામાં શ્રદ્ધાળુઓ માટેનું ‘ટોયલેટ કેફેટેરિયા’ બન્યું આકર્ષણનું કેન્દ્ર

World
54 mins ago

અફઘાનિસ્તાનની ગુપ્તચર એજન્સી એનડીએસના પરિસરમાં તાલિબાનનો હુમલો: 65નાં મોત

Headline News
57 mins ago

યુરોપીયન સંઘે એન્ટી ટ્રસ્ટ એકશન બદલ માસ્ટરકાર્ડ પર ૬૫ કરોડ ડોલરનો દંડ ફટકાર્યો

World
60 mins ago

ચીને આર્મીમાં 50 ટકાનો કાપ મૂકી એરફોર્સ અને નેવીના સ્ટાફમાં ધરખમ વધારો કર્યો

Headline News
1 hour ago

ભાજપ સાથે ગઠબંધન નહી, પરંતુ PM પદ માટે ગડકરીનું કરીશું સમર્થન: શિવસેના

Bangalore
1 hour ago

પ્રિયંકા ગાંધીની સત્તાવાર રીતે રાજકારણમાં એન્ટ્રી, કોંગ્રેસના મહાસચીવ તરીકે વરણી

India
1 hour ago

અમિત શાહની તબિયત ફરી ખરાબ, પશ્ચિમ બંગાળ પ્રવાસ છોડી દિલ્હી પરત

Cricket
2 hours ago

ન્યુઝીલેન્ડ પ્રવાસ : સચિનના વિક્રમને ધોની તોડી શકે

Bollywood
4 hours ago

સુશાંતે આખરે ચંદા મામા ફિલ્મ છોડી દીધી

Cricket
5 hours ago

વિરાટ કોહલી આઇસીસી વનડે ક્રિકેટર ઓફ ધ યર

Astrology
5 hours ago

આપનો આજનો દિવસ

રાહુલ ગાંધીનું નામ PM ઉમેદવાર તરીકે જાહેર નહી કરે કોંગ્રેસ: પી ચિદમ્બરમ

નવી દિલ્હી :    2019માં લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી રાહુલ ગાંધીને તેમના વડાપ્રધાન પદ માટેના ઉમેદવારના રૂપમાં જાહેર કરશે નહી. પૂર્વ કોંગ્રેસ નાણામંત્રી પી ચિદમ્બરમે આ વાતનો ખુલાસો કર્યો છે. તેમને કહ્યું કે, રાહુલ જ નહી કોંગ્રેસ અન્ય કોઈપણ વ્યક્તિની દાવેદારીની જાહેરાત કરશે નહી.

કોંગ્રેસ લાંબા સમયથી લોકલ પાર્ટીઓ સાથે જોડાવવાની કોશિષ કરી રહ્યા છે જેથી 2019માં એક મજબૂત વિપક્ષના રૂપમાં બીજેપીને સારી રીતે ટક્કર આપી શકાય. કોંગ્રેસ આ ગઠબંધનનું નેતૃત્વ કરવા માંગે છે પરંતુ આના માટે ક્ષેત્રીય પાર્ટીઓના અલગ-અલગ મંતવ્ય છે.

ચિદમ્બરમે કહ્યું, “અમે ક્યારેય કહ્યું નથી કે, અમે રાહુલ ગાંધીને વડાપ્રધાન બનાવવા ઈચ્છીએ છીએ. જ્યારે કોંગ્રેસ નેતાઓએ આવી રીતની વાતો કરી હતી ત્યારે ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીએ આના પર દખલગીરી કરીને નેતાઓને આવી વાતો ના કરવાનું કહ્યું હતુ. અમે બીજેપીને સત્તામાંથી બહાર કરવા ઈચ્છીએ છીએ. અમે એક વૈકલ્પિક સરકાર બનાવવા ઈચ્છીએ છીએ જે પ્રોગ્રેસિવ હોય, વ્યક્તિની આઝાદીનું સન્માન કરે, ટેક્સ ટેરરિજમને પ્રોત્સાહન ના આપે, મહિલાઓ અને બાળકોને સુરક્ષા આપે અને ખેડૂતોની સ્થિતિને સુધારે”

પૂર્વ નાણામંત્રીએ આગળ કહ્યું, ‘અમે એક ગઠબંધન તૈયાર કરવા ઈચ્છીએ છીએ. વડાપ્રધાન પદ માટેના ઉમેદવારની પસંદગી બધા સાથી સાથે મળીને કરશે.’

ચિદમ્બરમે તેનું સ્વીકાર કર્યુ કે, પાછલા બે દશકાઓમાં રાષ્ટ્રીય પાર્ટીઓના વોટ બેંકમાં સેંધમારી કરીને લોકલ પાર્ટીઓની સ્થિતિ મજબૂત કરી છે. બીજેપી અને કોંગ્રેસ બંને જ પાર્ટીઓનું સંયુક્ત વોટ શેર પણ 50 ટકાથી ઓછી છે. ચિદમ્બરમે આરોપ લગાવ્યો કે, ક્ષેત્રીય પાર્ટીઓને કોંગ્રેસ સાથે હાથ મિલાવવાથી રોકવા માટે કેન્દ્રની બીજેપી સરકારે ભયનો માહોલ પેદા કરવાની કોશિષ કરી રહી છે.