Home » India » Delhi » સીબીઆઈમાં ઘમસાણથી પીએમઓ લાલઘુમ

News timeline

Delhi
3 hours ago

5 રાજ્યોમાં મતગણતરી: રાજસ્થાનમાં કોંગ્રેસે બાજી મારી, MP-છત્તીસગઢમાં પણ દબદબો

Delhi
3 hours ago

ત્રણ રાજયોમાં હારના પગલે BJPમાં ખળભળાટ સાંસદે યોગીને ચૂપ કરાવાનું કહ્યું

Delhi
5 hours ago

સીટ નીચે 86 લાખનું સોનુ છૂપાવીને લાવી રહેલાં વિમાની પ્રવાસીની ધરપકડ

India
5 hours ago

વસુંધરા રાજે આમ આદમીથી વિમુખ થઇ ગયેલાં

Delhi
5 hours ago

2014 બાદ મોદીની પહેલી મોટી હાર, રાહુલની પહેલી મોટી જીત

Top News
5 hours ago

બ્રિટન ચાહે તો બ્રેક્ઝિટમાંથી નીકળવાનું અટકાવી શકેઃ EUની કોર્ટ નો આદેશ

Top News
5 hours ago

વિદેશી તત્વો ધમકી આપી રહ્યા હોવાનો શ્રીલંકાના પ્રમુખનો આક્ષેપ

Bangalore
5 hours ago

મોદી સરકારને વધુ એક આંચકો, જાણીતા અર્થશાસ્ત્રી સુરજીત ભલ્લાનુ ઈકોનોમિક એડવાઈઝરી કાઉન્સિલમાંથી રાજીનામુ

Headline News
6 hours ago

કોંગ્રેસની જીત રાહુલ ગાંધીની મહેનતનુ પરિણામઃ અશોક ગહેલોત

Delhi
6 hours ago

MPમાં કોઈ પણ સંજોગોમાં ભાજપને ટેકો નહીઃ માયાવતી

Canada
7 hours ago

રંગતરંગ ગ્રુપ દ્વારા ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા ડીવર્સીટી ઓફ યુનીટી કાર્યક્રમ

Canada
7 hours ago

અલ્બર્ટાના પ્રથમ ગે કેબિનેટ પ્રધાન લગ્ન કરશે

સીબીઆઈમાં ઘમસાણથી પીએમઓ લાલઘુમ

નવી દિલ્હી :   દેશની સૌથી મોટી તપાસ સંસ્થા સીબીઆઈમાં ટોચના અધિકારીઓ પર ભ્રષ્ટાચારના આરોપ અને ખેંચતાણના અહેવાલોથી પીએમઓ ભારે લાલઘુમ છે. સીબીઆઈમાં ઘમસાણના પરિણામ સ્વરૃપે પીએમઓ દ્વારા હવે ચાંપતી નજર કેન્દ્રિત કરાઈ છે. સ્પેશિયલ ડિરેકટર રાકેશ અસ્થાના પર એફઆઈઆર અને સામ સામે આક્ષેપોના લીધે ખળભળાટ મચી ગયો છે. સરકારનું માનવું છે કે જે રીતે ટોપ અધિકારી એકબીજાની સામે આક્ષેપ પ્રતિઆક્ષેપ કર્યા બાદ કાર્યવાહી કરવા લાગ્યા છે તેનાથી ખોટા સંદેશા જઈ રહ્યા છે. સીબીઆઈના સ્પેશિયલ ડિરેકટર રાકેશ અસ્થાનાની સામે જે રીતે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે તેનાથી સરકાર પર ચોંકી ઉઠી છે.

નવા કાયદા બાદ અધિકારીઓની સામે કેસ કરતા પહેલા મંજુરી લેવાની બાબત જરૃરી બની ગઈ છે. સીબીઆઈ હાલના સમયે સંકટમાંથી પસાર થઈ રહી છે. સીબીઆઈએ હાલમાં પોતાના જ સ્પેશિયલ ડિરેકટર અને તપાસ સંસ્થામાં નંબર-૨ની સ્થિતિ ધરાવતા રાકેશ અસ્થાના પર ત્રણ કરોડ રૃપિયાની લાંચ લેવાનો કેસ કરી દીધો છે પરંતુ આ મામલો એકલો નથી. આ કેસથી અલગ આમાં સીબીઆઈના વડા આલોક વર્મા અને અસ્થાના વચ્ચે આંતરિક ખેંચતાણની લડાઈનો પણ એન્ગલ છે. સીબીઆઈએ અસ્થાના પર દાખલ કરવામાં આવેલી એફઆઈઆરમાં માંસ કારોબારી મોઈન કુરેશી પાસેથી ત્રણ કરોડ રૃપિયા લેવાનો આક્ષેપ કર્યો છે.

અસ્થાનાએ જ કુરેશીની સામે તપાસની જવાબદારી સંભાળી હતી. જ્યારે અસ્થાનાએ તેમના પર મુકવામાં આવેલા આક્ષેપોને ફગાવતા સીધી રીતે સીબીઆઈ વડા ઉપર ફસાવવાના આક્ષેપ કર્યા છે. એમ માનવામાં આવે છે કે બે અધિકારીઓની વચ્ચે પાવર માટે ખેંચતાણનો દોર ચાલી રહ્યો છે. સૂત્રોના કહેવા મુજબ આ મામલામાં ૧૬મી ઓક્ટોબરના દિવસે એફઆઈઆર દાખલ કરાઈ હતી. મામલાની ગંભીરતાનો અંદાજ આનાથી જ મળી ગયા છે કે આમાં સીબીઆઈના સ્પેશિયલ ડિરેકટર રાકેશ અસ્થાના ઉપરાંત ગુપ્તચર સંસ્થા રોના એક સિનિયર અધિકારીનું નામ પણ સામેલ છે. સૂત્રોના કહેવા મુજબ મામલો સપાટી પર આવ્યા બાદ આ કૌભાંડથી જોડાયેલી તપાસમાં રાકેશ અસ્થાને દુર કરવાની પહેલ કરવામાં આવી ચુકી છે.

આ કેસ સાથે જોડાયેલા અધિકારીઓની પણ પૂછપરછ કરાઈ રહી છે. અસ્થાનાએ પોતાના ડિરેકટર આલોક વર્માની સામે સરકાર સમક્ષ ફરિયાદ દાખલ કરી હતી. ત્યારબાદ સીવીસી દ્વારા મામલામાં તપાસ હાથ ધરાઈ હતી. કાઉન્ટર પ્રહાર કરતા સીબીઆઈના ડિરેકટરે પણ નંબર બેની સામે ગંભીર આક્ષેપ મુક્યા હતા. મોઈન કુરેશીના મીટ કારોબાર સાથે જોડાયેલા ભ્રષ્ટાચારના મામલામાં લાંચ લેવાનો આક્ષેપ મુકવામાં આવ્યો છે. આ મામાલમાં પહેલાથી જ સીબીઆઈના બે ડિરેકટર તપાસના ઘેરામાં છે.

સીબીઆઈના પૂર્વ ડિરેકટર એપી સિંહના કેટલાક મોબાઈલ સંદેશ પણ ટ્રેક કરવામાં આવી ચુક્યા છે. સીબીઆઈની અંદર ચાલી રહેલા આ મામલાને લઈને ટોપ અધિકારીઓમાં પણ દુવિધાભરી સ્થિતિ ફેલાયેલી છે. ટોપ બે અધિકારીઓના નામ હોવાથી કોઈપણ ટિપ્પણી કરવાથી અન્ય અધિકારીઓ દૂર જઈ રહ્યા છે. આ પ્રકરણ પર સીબીઆઈ દ્વારા હવે સત્તાવાર નિવેદન જારી કરવામાં આવશે. હૈદરાબાદના એક બિઝનેસમેન સતિષ બાબુ સનાની ફરિયાદના આધાર ઉપર સીબીઆઈના બીજા નંબરના ટોપ અધિકારી રાકેશ અસ્થાના પર એફઆઈઆરની બાબતમાં આને લઈને દાવો કરાયો હતો કે તેઓએ ત્રણ કરોડ રૃપિયા લાંચ તરીકે લીધા હતા. સનાનું આ નિવેદન સીઆરપીસીની કલમ ૧૬૪ હેઠળ મેજિસ્ટ્રેટની સમક્ષ નોંધવામાં આવ્યું છે.