Home » India » Delhi » સીબીઆઈ ડિરેકટર પર ફસાવવાનો રાકેશ અસ્થાનાએ આક્ષેપ કર્યો

News timeline

Bollywood
24 mins ago

પુલવામાના શહીદો માટે અક્ષય કુમાર પાંચ કરોડનું દાન કરશે

Entertainment
2 hours ago

કમલ હાસને પીઓકેને આઝાદ કાશ્મીર ગણાવ્યું, લોકમત લેવાની માગ કરી

Canada
3 hours ago

કેનેડાના પત્રકાર જો સ્લેસિન્જરનું ૯૦ વર્ષની વયે અવસાન

Cricket
4 hours ago

મહંમદ શમી પુલવામા હૂમલાના શહીદોની મદદ માટે આગળ આવ્યો

Bollywood
6 hours ago

નવાજુદ્દીન સાથે શ્રદ્ધા નહીં સોનાક્ષી ચમકશે

Gandhinagar
8 hours ago

ગુજરાત સરકાર ચાર મહિનામાં 63,939 કરોડ વાપરશે: નીતિન પટેલ

Cricket
9 hours ago

ક્રિસ ગેલે કરી નિવૃત્તિની જાહેરાત

Gandhinagar
9 hours ago

હુમલાની ભીતિ વચ્ચે ગુજરાતના યાત્રાધામોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત

Bollywood
11 hours ago

ટ્રોલ બાદથી પ્રતિક બબ્બરે ઇન્ટીમેટ ફોટાઓ દુર કર્યા

Gandhinagar
11 hours ago

અમદાવાદીઓ મેટ્રો ટ્રેનમાં સફર કરી શકશે : 4થી માર્ચે વડાપ્રધાન મોદી કરશે ઉદ્ઘાટન

World
11 hours ago

ભારતની ચેતવણીથી પાક ફફડયું : ચર્ચા માટે તૈયાર

India
11 hours ago

ત્રાસવાદને સમર્થન આપનાર બધા કાશ્મીરી યુવાનો સામે લાલઆંખ

સીબીઆઈ ડિરેકટર પર ફસાવવાનો રાકેશ અસ્થાનાએ આક્ષેપ કર્યો

નવી દિલ્હી  : સીબીઆઈના નંબર-૨ સ્પેશિયલ ડિરેકટર રાકેશ અસ્થાના પર ત્રણ કરોડ રૃપિયાની લાંચ લેવાના આરોપમાં એફઆઈઆર દાખલ કરવામાં આવ્યા બાદ ભારે ખળભળાટ મચેલો છે. એફઆઈઆર દાખલ કરવામાં આવેલ તે પહેલા જ અસ્થાનાએ સેન્ટ્રલ વિજિલન્સ કમિશન (સીવીસી)ને પત્ર લખીને સીબીઆઈ ડિરેકટર પર ફસાવી દેવાના કાવતરા ઘટડવાનો આક્ષેપ કરતા ચકચાર મચી ગઈ છે. પત્રમાં લખવામાં આવ્યું છે કે સીબીઆઈ ડિરેકટર આલોક વર્માએ એન્ટીકરપ્શન બ્રાંચના દાખલ કરવામાં આવેલા કેસમાં તેમને ફસાવવા માટે જાણી જોઈને એવા અધિકારીની નિમણૂંક કરી છે જેમની છાપ પણ બેદાગ રહી નથી.

અસ્થાનાએ લખ્યું છે કે સીબીઆઈ ચીફ તેમને ફસાવી રહ્યા છે. અસ્થાનાએ એવો આક્ષેપ પણ કર્યો છે કે તપાસ ટીમમાં અજય બસ્સીને કાવતરાના ભાગરૃપે સામેલ કરવામાં આવ્યા છે. પત્રમાં બસ્સીના સંદર્ભમાં અસ્થાનેએ લખ્યું છે કે તેમની છાપ શંકાસ્પદ છે અને તેઓ નિયમો તોડવા માટે કુખ્યાત રહ્યા છે. ૧૫મી ઓકટોબરના દિવસે સીબીઆઈના સ્પેશિયલ ડિરેકટરે સીવીસીને પત્ર લખીને પોતાની સુરક્ષા માટે રજુઆત કરી હતી અને આક્ષેપ કર્યો હતો કે તેમને અને તેમના પરિવારના સભ્યોની કોલ ડિટેઈલમાં તપાસ કરવામાં આવી રહી છે.

બસ્સી, અશ્વિની ગુપ્તા, સ્ટાફ ઓફિસર અને એડિશનલ ડિરેકટર એ.કે. શર્મા દબાણમાં આવીને તેમને ફસાવવાનું કામ કરી રહ્યા છે. અસ્થાને લખ્યું છે કે આ ત્રણેય અધિકારીઓ દબાણમાં છે. પાંચ હજાર કરોડ રૃપિયાના ર્સ્ટિંલગ બાયોટેક કેસમાં તેમની કોઈપણ પ્રકારની ભૂમિકાની તપાસ માટે તેમને જવાબદારી સોંપવામાં આવી હતી. જેના ભાગરૃપે ઘણા અધિકારીઓની બદલી કરવામાં આવી છે. સીબીઆઈની એફઆઈઆરમાં રાકેશ અસ્થાનાની સાથે તેમના જુનિયર અધિકારી ડીએસપી દેવેન્દ્રકુમારના નામનો પણ સમાવેશ કરાયો છે. સીબીઆઈના સ્પેશિયલ ડિરેકટરે ૨૪મી ઓગસ્ટના દિવસે કેબિનેટ સચિવની સાથે થયેલી મુલાકાતમાં વર્મા પર સના પાસેથી બે કરોડ રૃપિયાની લાંચનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

દુબઈના વચેટીયા મનોજ પ્રસાદ અને તેમના સંબંધી સોમેશ પ્રસાદનું નામ પણ આ કેસમાં આવી ચુક્યું છે.