Home » India » Delhi » દિલ્હીની કોર્ટમાં એરસેલ-મેક્સિસ કેસમાં પૂર્વ નાણા પ્રધાન ચિદમ્બરમ વિરુદ્ધ ચાર્જશીટ

News timeline

Delhi
4 hours ago

5 રાજ્યોમાં મતગણતરી: રાજસ્થાનમાં કોંગ્રેસે બાજી મારી, MP-છત્તીસગઢમાં પણ દબદબો

Delhi
4 hours ago

ત્રણ રાજયોમાં હારના પગલે BJPમાં ખળભળાટ સાંસદે યોગીને ચૂપ કરાવાનું કહ્યું

Delhi
6 hours ago

સીટ નીચે 86 લાખનું સોનુ છૂપાવીને લાવી રહેલાં વિમાની પ્રવાસીની ધરપકડ

India
6 hours ago

વસુંધરા રાજે આમ આદમીથી વિમુખ થઇ ગયેલાં

Delhi
6 hours ago

2014 બાદ મોદીની પહેલી મોટી હાર, રાહુલની પહેલી મોટી જીત

Top News
6 hours ago

બ્રિટન ચાહે તો બ્રેક્ઝિટમાંથી નીકળવાનું અટકાવી શકેઃ EUની કોર્ટ નો આદેશ

Top News
6 hours ago

વિદેશી તત્વો ધમકી આપી રહ્યા હોવાનો શ્રીલંકાના પ્રમુખનો આક્ષેપ

Bangalore
7 hours ago

મોદી સરકારને વધુ એક આંચકો, જાણીતા અર્થશાસ્ત્રી સુરજીત ભલ્લાનુ ઈકોનોમિક એડવાઈઝરી કાઉન્સિલમાંથી રાજીનામુ

Headline News
7 hours ago

કોંગ્રેસની જીત રાહુલ ગાંધીની મહેનતનુ પરિણામઃ અશોક ગહેલોત

Delhi
7 hours ago

MPમાં કોઈ પણ સંજોગોમાં ભાજપને ટેકો નહીઃ માયાવતી

Canada
8 hours ago

રંગતરંગ ગ્રુપ દ્વારા ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા ડીવર્સીટી ઓફ યુનીટી કાર્યક્રમ

Canada
8 hours ago

અલ્બર્ટાના પ્રથમ ગે કેબિનેટ પ્રધાન લગ્ન કરશે

દિલ્હીની કોર્ટમાં એરસેલ-મેક્સિસ કેસમાં પૂર્વ નાણા પ્રધાન ચિદમ્બરમ વિરુદ્ધ ચાર્જશીટ

નવી દિલ્હી : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ઇડી)એ એરસેલ-મેક્સિસ મની લોન્ડરિંગ કેસમાં પૂર્વ કેન્દ્રીય પ્રધાન પી ચિદમ્બરમની વિરુદ્ધ આજે ચાર્જશીટ દાખલ કરી છે. એજન્સીએ આ ચાર્જશીટમાં પી. ચિદમ્બરમ સહિત ૯ આરોપીઓના નામ સામેલ કરવામાં આવ્યા છે. ચિદમ્બરમ પર વિદેશી રોકાણને અયોગ્ય રીતે મંજૂરી આપવાનો આરોપ છે.

આ ચાર્જશીટમાં પી ચિદમ્બરમ, એસ ભાસ્કરરમન(કાર્તિ ચિદમ્બરમના સીએ) અને મેક્સિસની ચાર કંપનીઓના નામ છે. સીબીઆઇના વિશેષ જજ ઓ પી સૈનીએ ચાર્જશીટ પર વિચાર કરવા માટે ૨૬ નવેમ્બરની તારીખ નક્કી કરી છે. આ ચાર્જશીટમાં એરસેલના પૂર્વ સીઇઓ વી શ્રીનિવાસનનું પણ નામ છે.

આ નવ આરોપીઓ સામે આરોપ મૂકવામાં આવ્યો છે કે માર્ચ , ૨૦૦૬માં ૩૫૬૦ કરોડના વિદેશ રોકાણના પ્રસ્તાવને ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડ(એફઆઇપીબી) દ્વારા અયોગ્ય રીતે મંજૂરી આપવામાં આવી હતી. નિયમ એવો છે કે ૬૦૦ કરોડથી વધુના વિદેશી રોકાણની મંજૂરી આર્થિક બાબતોની કેબિનેટ કમિટી દ્વારા આપવામાં આવે છે પરંતુ આ કેસમાં ચિદમ્બરમે નિયમનો ભંગ કરી જાતે જ વિદેશી રોકાણને મંજૂરી આપી હતી.

દિલ્હીના પટિયાલા હાઉસ કોર્ટમાં આજે આ કેસની સુનાવણી શરૃ થઇ હતી. ઇડીએ દાખલ કરેલી ચાર્જશીટમાં જણાવ્યું છે કે પી ચિદમ્બરમે ગેરકાયદેસર રીતે એફઆઇપીબી(ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડ)ની મંજૂરી આપીને લાભ પહોંચાડયો હતો. દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં પૂર્વ નાણા પ્રધાન પી ચિદમ્બરમનં  નામ મુખ્ય છે.

ઉલ્લેખનીય છે કે સુબ્રમણ્યમ સ્વામીએ ગઇકાલે જણાવ્યું હતું કે સીબીઆઇમાં અધિકારીઓ વચ્ચેની લડાઇમાં ઇડી(એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ)ના રાજેશ્વરને સસ્પેન્ડ કરવાની યોજના પણ બનાવવામાં આવી છે જેથી તેઓ ચિદમ્બરમ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ ન કરી શકે. સ્વામીએ વધુમાં જણાવ્યું હતું કે જો મારી જ સરકાર તેમને બચાવવાના પ્રયત્નો કરશે તો મારી પાસે ભ્રષ્ટાચારની વિરુદ્ધ લડવાના કોઇ કારણ રહેશે નહીં અને મારે ભ્રષ્ટાચારના તમામ કેસો પરત લેવા પડશે જે મેં દાખલ કર્યા છે.