Home » India » Delhi » દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મદન લાલ ખુરાનાનું નિધન

News timeline

Delhi
4 hours ago

5 રાજ્યોમાં મતગણતરી: રાજસ્થાનમાં કોંગ્રેસે બાજી મારી, MP-છત્તીસગઢમાં પણ દબદબો

Delhi
4 hours ago

ત્રણ રાજયોમાં હારના પગલે BJPમાં ખળભળાટ સાંસદે યોગીને ચૂપ કરાવાનું કહ્યું

Delhi
6 hours ago

સીટ નીચે 86 લાખનું સોનુ છૂપાવીને લાવી રહેલાં વિમાની પ્રવાસીની ધરપકડ

India
6 hours ago

વસુંધરા રાજે આમ આદમીથી વિમુખ થઇ ગયેલાં

Delhi
6 hours ago

2014 બાદ મોદીની પહેલી મોટી હાર, રાહુલની પહેલી મોટી જીત

Top News
7 hours ago

બ્રિટન ચાહે તો બ્રેક્ઝિટમાંથી નીકળવાનું અટકાવી શકેઃ EUની કોર્ટ નો આદેશ

Top News
7 hours ago

વિદેશી તત્વો ધમકી આપી રહ્યા હોવાનો શ્રીલંકાના પ્રમુખનો આક્ષેપ

Bangalore
7 hours ago

મોદી સરકારને વધુ એક આંચકો, જાણીતા અર્થશાસ્ત્રી સુરજીત ભલ્લાનુ ઈકોનોમિક એડવાઈઝરી કાઉન્સિલમાંથી રાજીનામુ

Headline News
7 hours ago

કોંગ્રેસની જીત રાહુલ ગાંધીની મહેનતનુ પરિણામઃ અશોક ગહેલોત

Delhi
7 hours ago

MPમાં કોઈ પણ સંજોગોમાં ભાજપને ટેકો નહીઃ માયાવતી

Canada
8 hours ago

રંગતરંગ ગ્રુપ દ્વારા ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા ડીવર્સીટી ઓફ યુનીટી કાર્યક્રમ

Canada
8 hours ago

અલ્બર્ટાના પ્રથમ ગે કેબિનેટ પ્રધાન લગ્ન કરશે

દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મદન લાલ ખુરાનાનું નિધન

નવી દિલ્હી :    દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મદન લાલ ખુરાનાનું દિલ્હીમાં શનિવારે રાત્રે અવસાન થયું. દિલ્હીના કિર્તીનગરમાં સ્થિત તેમના ઘરમાં તેમણે રાત્રે 11 વાગ્યા આસપાસ છેલ્લો શ્વાસ લીધો. મદન લાલ ખુરાનાના પુત્ર હરીશ ખુરાનાએ Twitterના માધ્યમથી આ માહિતી આપી છે. ખુરાના લાંબા સમયથી બીમાર હતા. દિલ્હીના સર ગંગા રામ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી.

મદન લાલ ખુરાના બ્રેઈન સ્ટ્રોકના કારણે પાછલા કેટલાક વર્ષોથી કોમામાં હતા. ડોક્ટરો તેમની સતત તેની સારવાર કરતા હતા. તે જ વર્ષ તેમના મોટા પુત્ર  વિમલ ખુરાનાનું હૃદય હુમલાથી મૃત્યુ મૃત્યુ થયુ હતુ.

ખુરાના ભાજપના નેતા હતા જેમણે દિલ્હીમાં બીજેપી સ્થાપવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ખુરાના 1993 થી 1996 સુધી દિલ્હીના મુખ્યમંત્રી રહ્યા હતા. તેઓ રાજસ્થાનના રાજ્યપાલ પણ હતા. 20 ઓગસ્ટ, 2005 ના રોજ તેમને  ભાજપમાંથી નીકાળવામાં આવ્યા હતા. ખુરાના અટલ બિહારી વાજપેયી સરકારમાં સંસદીય કાર્યમંત્રી પણ રહ્યા હતા.

મદન લાલ ખુરાનાનો જન્મ 15 ઑક્ટોબર 1936 ના રોજ પાકિસ્તાનના ફૈસાલાબાદમાં થયો હતો. જ્યારે મદન લાલ ખુરાના 12 વર્ષના હતા  ત્યારે પરિવારથી અલગ થયા બાદ તેઓ દિલ્હી આવ્યા હતા. તે સમયે તે દિલ્હીમાં કિર્તીનગરની રેફ્યુજી કોલોનીમાં પરિવાર સાથે રહેતા હતા.

મદન લાલ ખુરાના દિલ્હી યુનિવર્સિટી કિરોડીમલ કૉલેજમાં અભ્યાસ કર્યો હતો. આ પછી તે આરએસએસમાં જોડાયા અને ત્યાંથી તેમની રાજનેતિક કરિયરની શરૂઆત થઈ.