Home » India » Delhi » રાકેશ અસ્થાનાને દિલ્હી હાઈકોર્ટે આપી રાહત, ગુરૂવાર સુધી નહી થાય ધરપકડ

News timeline

Delhi
3 hours ago

5 રાજ્યોમાં મતગણતરી: રાજસ્થાનમાં કોંગ્રેસે બાજી મારી, MP-છત્તીસગઢમાં પણ દબદબો

Delhi
3 hours ago

ત્રણ રાજયોમાં હારના પગલે BJPમાં ખળભળાટ સાંસદે યોગીને ચૂપ કરાવાનું કહ્યું

Delhi
5 hours ago

સીટ નીચે 86 લાખનું સોનુ છૂપાવીને લાવી રહેલાં વિમાની પ્રવાસીની ધરપકડ

India
5 hours ago

વસુંધરા રાજે આમ આદમીથી વિમુખ થઇ ગયેલાં

Delhi
5 hours ago

2014 બાદ મોદીની પહેલી મોટી હાર, રાહુલની પહેલી મોટી જીત

Top News
6 hours ago

બ્રિટન ચાહે તો બ્રેક્ઝિટમાંથી નીકળવાનું અટકાવી શકેઃ EUની કોર્ટ નો આદેશ

Top News
6 hours ago

વિદેશી તત્વો ધમકી આપી રહ્યા હોવાનો શ્રીલંકાના પ્રમુખનો આક્ષેપ

Bangalore
6 hours ago

મોદી સરકારને વધુ એક આંચકો, જાણીતા અર્થશાસ્ત્રી સુરજીત ભલ્લાનુ ઈકોનોમિક એડવાઈઝરી કાઉન્સિલમાંથી રાજીનામુ

Headline News
6 hours ago

કોંગ્રેસની જીત રાહુલ ગાંધીની મહેનતનુ પરિણામઃ અશોક ગહેલોત

Delhi
6 hours ago

MPમાં કોઈ પણ સંજોગોમાં ભાજપને ટેકો નહીઃ માયાવતી

Canada
7 hours ago

રંગતરંગ ગ્રુપ દ્વારા ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા ડીવર્સીટી ઓફ યુનીટી કાર્યક્રમ

Canada
7 hours ago

અલ્બર્ટાના પ્રથમ ગે કેબિનેટ પ્રધાન લગ્ન કરશે

રાકેશ અસ્થાનાને દિલ્હી હાઈકોર્ટે આપી રાહત, ગુરૂવાર સુધી નહી થાય ધરપકડ

નવી દિલ્હી :    સીબીઆઈ વિવાદમાં દિલ્હી હાઈકોર્ટે આજે એક મહત્વપૂર્ણ નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે કહ્યું લાંચ મામલામાં ઘેરાયેલ સીબીઆઈના નંબર બે અધિકારી રાકેશ અસ્થાનાને આવતા ગુરૂવાર સુધી ધરપકડ કરી શકાશે નહી.

દિલ્હી હાઈકોર્ટે સીબીઆઈ વિવાદ સાથે જોડાયેલ મામલમાં આ ટિપ્પણી કરી છે. સીબીઆઈ પોતાના સ્પેશ્યલ ડાયરેક્ટરના મામલામાં અત્યાર સુધી પોતાની તપાસ પર કાયમ છે જેમાં અસ્થાનાને 1 નવેમ્બર 2018 સુધી રજા પર મોકલી દેવામા આવ્યા છે. જસ્ટિસ નઝમી વઝીરીની બેન્ચે સીબીઆઈની તપાસ પર પ્રશ્ન ઉઠાવતા કહ્યું કે, હજું કેમ અસ્થાના અને બીજા અધિકારીઓની એફઆઈઆર પર રિપોર્ટ મોકલવામા આવી નથી. હાઈકોર્ટે સીબીઆઈને ગુરૂવારથી પહેલા રિપોર્ટ ફાઈલ કરવા માટે નિર્દેશ આપ્યો છે.

દિલ્હી હાઈકોર્ટમાં મનોજ પ્રસાદ વકીલે કહ્યું કે, આ બે હાથી અને એક ઉંદર વચ્ચેની લડાઈ છે. જણાવી દઈએ કે, મનોજ પ્રસાદ દૂબઈ સ્થિત એક ઈન્વેસ્ટમેન્ટ બેંકર છે જેમના પર લાંચ લેવાનો આરોપ છે. મનોજ પ્રસાદની રાકેશ અસ્થાના કેસમાં 17 ઓક્ટોબરે સીબીઆઈએ ધરપકડ કરી હતી.

સીબીઆઈના સ્પેશ્યલ ડાયરેક્ટર રાકેશ અસ્થાના અને ડીએસપી દેવેન્દ્ર કુમારના મામલામાં દિલ્હી હાઈકોર્ટમાં સીબીઆઈના વકીલે કહ્યું કે, તેમને કાઉન્ટર રિપ્લાય કરવા માટે થોડો વધારે સમયની જરૂરત છે.