Home » India » Delhi » કેન્દ્ર સરકાર ડીલ સાથે સંકળાયેલી તમામ માહિતી 10 દિવસમાં કોર્ટમાં રજુ કરે: સુપ્રીમ કોર્ટ

News timeline

Delhi
3 hours ago

5 રાજ્યોમાં મતગણતરી: રાજસ્થાનમાં કોંગ્રેસે બાજી મારી, MP-છત્તીસગઢમાં પણ દબદબો

Delhi
4 hours ago

ત્રણ રાજયોમાં હારના પગલે BJPમાં ખળભળાટ સાંસદે યોગીને ચૂપ કરાવાનું કહ્યું

Delhi
5 hours ago

સીટ નીચે 86 લાખનું સોનુ છૂપાવીને લાવી રહેલાં વિમાની પ્રવાસીની ધરપકડ

India
5 hours ago

વસુંધરા રાજે આમ આદમીથી વિમુખ થઇ ગયેલાં

Delhi
6 hours ago

2014 બાદ મોદીની પહેલી મોટી હાર, રાહુલની પહેલી મોટી જીત

Top News
6 hours ago

બ્રિટન ચાહે તો બ્રેક્ઝિટમાંથી નીકળવાનું અટકાવી શકેઃ EUની કોર્ટ નો આદેશ

Top News
6 hours ago

વિદેશી તત્વો ધમકી આપી રહ્યા હોવાનો શ્રીલંકાના પ્રમુખનો આક્ષેપ

Bangalore
6 hours ago

મોદી સરકારને વધુ એક આંચકો, જાણીતા અર્થશાસ્ત્રી સુરજીત ભલ્લાનુ ઈકોનોમિક એડવાઈઝરી કાઉન્સિલમાંથી રાજીનામુ

Headline News
6 hours ago

કોંગ્રેસની જીત રાહુલ ગાંધીની મહેનતનુ પરિણામઃ અશોક ગહેલોત

Delhi
6 hours ago

MPમાં કોઈ પણ સંજોગોમાં ભાજપને ટેકો નહીઃ માયાવતી

Canada
7 hours ago

રંગતરંગ ગ્રુપ દ્વારા ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા ડીવર્સીટી ઓફ યુનીટી કાર્યક્રમ

Canada
7 hours ago

અલ્બર્ટાના પ્રથમ ગે કેબિનેટ પ્રધાન લગ્ન કરશે

કેન્દ્ર સરકાર ડીલ સાથે સંકળાયેલી તમામ માહિતી 10 દિવસમાં કોર્ટમાં રજુ કરે: સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી  : કેન્દ્રની એનડીએ સરકારની મુશ્કેલી ઉભી કરનાર રાફેલ ડીલને લઇને સુપ્રીમ કોર્ટ આક્રમક બની છે. બુધવાર રોજ પૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિન્હા અને અરૂણ શૌરી સહિત અન્ય અરજી પર સુનાવણી દરમિયાન કોર્ટે સરકારને ડીલ સાથે સંકળાયેલી તમામ માહિતી 10 દિવસમાં રજુ કરવા કહ્યું છે.

ચીફ જસ્ટીસ રંજન ગોગોઇની બેન્ચે કહ્યું કે અમે રાફેલ ડીલ સાથે સંકળાયેલી માહિતી જેમાં તેની કિંમત, ઓફસેટ પાર્ટનરની ચૂંટણી પ્રક્રિયા વગેરે જાણવા માંગીએ છીએ. સીજીઆઇએ કહ્યું કે સીલબંધ એન્વેલપમાં આ માહિતી દસ દિવસની અંદર કોર્ટની અંદર જમા કરવામાં આવે. ગત સુનાવણીમાં કોર્ટે સરકારને રાફેલ પ્રક્રિયા સાથે જોડાયેલી માહિતી રજુ કરવામાં હતું.

જોકે, સુપ્રીમ કોર્ટે તે સ્પષ્ટપણે કહ્યું છે કે તેઓ રાફેલ ડીલ સાથે જોડાયેલી ટેક્નીકલ માહિતી નથી જોઇતી. સુનાવણી દરમિયાન બેન્ચે તે પણ કહ્યું કે જે કોઇ પણ જાહેર હિતની અરજીમાં રાફેલ ડીલની યોગ્યતા અને તકનીકી પાસાંને પડકારવામાં આવ્યાં નથી.

સરકાર તરફથી એટર્ની જનરલ કે.કે.વેણુગોપાલે કોર્ટને જણાવ્યું કે ફાઇટર પ્લેનની કિંમત ઓફિસિયલ સિક્રેટ એક્ટ અંતર્ગત આવે છે અને તેને કોઇની સાથે શેર કરી શકાય નહીં. તેના પર ચીફ જસ્ટીસની બેન્ચે કહ્યું જો સરકાર ડીલની કિંમત જો સીલબંધ એન્વેલોપમાં શેર ન કરી શકે તો કોર્ટમાં સોંગદનામું દાખલ કરે.

આ પહેલા ચીફ જસ્ટીસ રંજન ગોગોઇની બેન્ચે કહ્યું હતું કે તેઓ સેના માટે રાફેલ વિમાનની યોગ્યતા પર કોઇ અભિપ્રાય નથી આપી રહ્યાં. બેન્ચે તે પણ સ્પષ્ટતા કરી કે અમે સરકારને કોઇ નોટિસ પાઠવી રહ્યાં નથી, અમે ફક્ત નિર્ણય લેવાની પ્રક્રિયાની કાયદેસરતાથી સંતુષ્ટ થવા માંગીએ છીએ.