દિલ્હી : RJD અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવના દીકરા તેજ પ્રતાપ યાદવે કોર્ટમાં છુટાછેડા માટે અરજી દાખલ કરી છે. ઉલ્લેખનીય છે કે તેજ પ્રતાપ અને ઐશ્વર્યાના લગ્ન ગત મે માસમાં જ થયા છે. ઐશ્વર્યાના પિતા ચંદ્રિકા રાય પૂર્વ મંત્રી અને આરજેડીના નેતા છે. તેજ પ્રતાપના આ હાઈપ્રોફાઈલ લગ્નમાં અનેક મોટા નેતાઓએ હાજરી આપી હતી. ઉપરાંત લાલુ યાદવ પણ લગ્નમાં હાજરી આપવા માટે પેરોલ પર બહાર આવ્યા હતા.
તેજ પ્રતાપના વકીલ યશવંત કુમારના જણાવ્યા અનુસાર છુટાછેડા માટેની અરજી તેજ પ્રતાપ તરફથી થઈ છે. તેમણે આ કેસ અંગે વધુ વિગતો આપવાનો ઈન્કાર કરી માત્ર એટલું જણાવ્યું છે કે તેજ પ્રતાપ અને ઐશ્વર્યા વચ્ચે સામંજસ્ય નથી એટલા માટે તેજ પ્રતાપ લગ્ન તોડવા ઈચ્છે છે. જો કે આ મામલે હવે શું નિર્ણય આવશે તે હાલ કહી શકાય તેમ નથી.
We are Social