Home » India » કાલે સબરીમાલા મંદિર ખુલશે, ભારે ઘર્ષણના એંધાણ : પાંચ હજાર જવાન તૈનાત

News timeline

Ahmedabad
45 mins ago

ગુજરાત સરકાર ખેડૂતોને સહાયનું માત્ર નાટક કરે છે: કૉંગ્રેસ

Gandhinagar
4 hours ago

ઓછા વરસાદવાળા 45 તાલુકાઓ માટે કરી વિશેષ પેકેજની જાહેરાત

Bollywood
15 hours ago

પોતાની પર્સનલ લાઇફ એન્જોય કરી રહી છે : મલાઇકા

Cricket
15 hours ago

ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ ઇન્ડિયા રવાના

Cricket
18 hours ago

પાકિસ્તાન સામે ન્યુઝીલેન્ડ ૧૫૩ રનમાં ઓલ આઉટ

Canada
18 hours ago

બ્રામ્પ્ટનના ગરવી ગુજરાત સિનિયર્સ પરિવાર દ્વારા દિવાળી અને નવ વર્ષની ઉજવણી

Bollywood
18 hours ago

શમશેરામાં વાણી-રણબીરની જોડી ચમકશે

Canada
19 hours ago

જીપીએસી દ્વારા દિવાળીની ઉજવણી : ગીત સંગીતે જમાવી રમઝટ

Cricket
20 hours ago

મિતાલી રાજે ટી-૨૦માં સર્વાધિક રન મામલે રોહિત શર્માને પાછળ મુકયો

Canada
20 hours ago

ઓન્ટેરિયોમાં ર્પાકિંગની સમસ્યા માટે ઓનલાઇન ફરિયાદ કરી શકાશે

Bollywood
21 hours ago

રિતિક રોશનની સુપર-૩૦ હવે કબીર ખાન પૂર્ણ કરશે

Breaking News
22 hours ago

સિંહ-દર્શનથી વનખાતાને એક કરોડથી વધુની કમાણી થઈ

કાલે સબરીમાલા મંદિર ખુલશે, ભારે ઘર્ષણના એંધાણ : પાંચ હજાર જવાન તૈનાત

તિરુઅનંતપુરમ: કેરળના પ્રખ્યાત સબરીમાલા મંદિરમાં દરેક વયની મહિલાઓને પ્રવેશવાની છુટ સુપ્રીમ કોર્ટે આપી દીધી છે. જોકે તેમ છતા ભારે વિરોધને પગલે ૧૦થી ૫૦ વર્ષની વયની એક પણ મહિલા મંદિરમાં પ્રવેશ નથી કરી શકી.

આ સ્થિતિ વચ્ચે હવે ફરી પાંચમી નવેમ્બરથી આ મંદિરના દ્વાર ખુલી રહ્યા છે. જેને પગલે મહિલાઓ ફરી પ્રવેશવાનો પ્રયાસ કરશે. બીજી તરફ વિરોધ પ્રદર્શન પણ વધુમાં વધુ ઉગ્ર સ્વરુપ ધારણ કરી શકે છે. કેરળ સરકારે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સુરક્ષા વધારી દીધી છે અને આશરે પાંચ હજાર જેટલા જવાનોને તૈનાત કરી દીધા છે.

સૌથી વધુ ખરાબ સ્થિતિ સબરીમાલા મંદિરની આસપાસની છે. અહીં મોટા ભાગના રસ્તાઓને વિરોધકર્તાઓ બંધ કરી રહ્યા છે અને અત્યારથી જ મહિલાઓ પ્રવેશે નહીં તેની તકેદારી રાખીને ગોઠવાઇ ગયા છે. પોલીસ દ્વારા જારી એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે સિન્નિધાનમ, પામ્બા, નિલક્કલ અને ઇલ્લુવાંગલ વિસ્તારમાં કર્ફ્યુ લાગુ કરી દેવામાં આવ્યો છે. આ વિસ્તારો સૌથી વધુ સંવેદનશીલ માનવામાં આવતા હોવાથી આ પગલુ ભરવામાં આવ્યું છે. મંદિરમાં પીરિયડનું કારણ આપી સંચાલકોએ ૧૦થી ૫૦ વર્ષની વયની મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ મુકી દીધો હતો.

સુપ્રીમે આ પ્રતિબંધને હટાવી લેતા આ પહેલા ૧૭મી ઓક્ટોબરે સબરીમાલા મંદિરના દરવાજા ખોલવામાં આવ્યા હતા, જોકે તે સમયે સ્થાનિકો, ભાજપ,શિવસેના અને અન્ય સંગઠનોએ ભારે વિરોધ કરી એક પણ મહિલાને પ્રવેશવા નહોતી દેવાઇ. પાંચ દિવસ બાદ દ્વારને બંધ કરી દેવામાં આવ્યા હતા જે હવે પાંચમી નવેમ્બરે એટલે કે સોમવારે ફરી ખુલશે. અત્યાર સુધીમાં હિંસા અને તોડફોડ તેમજ મારજુઠના ૫૪૩ જેટલા કેસો દાખલ કરવામાં આવ્યા છે જ્યારે હિંસા પર ઉતરી આવેલા ૩૭૦૧ પ્રદર્શનકારીઓની પણ ધરપકડ કરવામાં આવી છે.