Home » India » Delhi » ખાડે ગયેલો દેશનો વહીવટ : RBIના ઉર્જિત પટેલને CICની નોટિસ

News timeline

Bollywood
5 hours ago

પ્રિયંકા -નિકને લગ્નની તસવીરોના બદલામાં ૨૫ લાખ ડૉલર મળશે

Cricket
5 hours ago

કુલદીપ યાદવની આઈસીસી ટી-૨૦ રેન્કિંગમાં ૧૪ ક્રમની છલાંગ

Bollywood
5 hours ago

ગુરૃ ગ્રંથ સાહિબના અપમાન મામલે અક્ષયને એસઆઇટીનું તેડું

Headline News
8 hours ago

સિંધુની નજર હોંગકોંગ ઓપન ટાઇટલ પર કેન્દ્રિત

Bollywood
8 hours ago

રણવીરસિંહ લગ્નના સ્થળે વિમાનમાં જાન લઇને પ્રવેશ કરશે

Bollywood
8 hours ago

મહિલા રેસલરે રાખી સાવંતને એવી પટકી તે સીધી હોસ્પિટલમાં

Breaking News
10 hours ago

મેક્રો ડેટા તેમજ ક્રૂડના ભાવ બજારને દોરશે

Breaking News
10 hours ago

ટોપ-5 કંપનીઓના માર્કેટકેપમાં 26,157 કરોડનો ઉછાળો

Business
11 hours ago

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે બોન્ડ મારફતે 3,000 કરોડ એકત્ર કર્યા

Breaking News
11 hours ago

બેલેન્સ્ડ એડ્વાન્ટેજ ફંડ્સના ઇક્વિટી રોકાણમાં ધરખમ વધારો

Gandhinagar
11 hours ago

કોંગ્રેસમાં હોદ્દો મેળવવા કુશ્તી, દિલ્હી સુધી બખેડો

Breaking News
12 hours ago

ફિનિક્સ મિલ્સ 4-5 વર્ષમાં ઓપરેશનલ રિટેલ પોર્ટફોલિયો બમણો કરશે

ખાડે ગયેલો દેશનો વહીવટ : RBIના ઉર્જિત પટેલને CICની નોટિસ

નવી દિલ્હી  : હાલ આરબીઆઇ અને મોદી સરકાર વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. સરકાર વધી રહેલા એનપીએ માટે આરબીઆઇને જવાબદાર ઠેરવી રહી છે. આ સ્થિતિ વચ્ચે આરબીઆઇને વધુ એક ફટકાર લાગી છે.

કેન્દ્રીય માહિતી કમિશને આરબીઆઇના ગવર્નર ઉર્જિત પટેલને નાદારોના નામ જાહેર કરવાના સુુપ્રીમ કોર્ટના આદેશનું પાલન ન કરવા બદલ નોટીસ ફટકારી છે. એટલુ જ નહીં પીએમઓ, નાણા મંત્રાલય અને આરબીઆઇને પણ કહ્યું છે કે પૂર્વ ગવર્નર રઘુરામ રાજને એનપીએ અંગે જે પત્ર લખ્યો હતો અને ડિફોલ્ટરોના નામ આપ્યા હતા તેની માહિતી જાહેર કરવામાં આવે.

એક આરટીઆઇમાં ૫૦ કરોડથી વધુના ડિફોલ્ટરોની યાદી માગવામાં આવી હતી. જેને આપવાની ના પાડી દેવામાં આવી હતી. જે બાદ માહિતી કમીશન સમક્ષ અપીલ કરવામાં આવતા આખરે આ અંગે માહિતી આપવાનો આદેશ આપવામાં આવ્યો છે.

માત્ર ગવર્નર ઉર્જિત પટેલ જ નહીં સાથે પીએમઓ, નાણા મંત્રાલયને પણ આ માહિતી આપવા સીઆઇસીએ કહ્યું છે. આરબીઆઇના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને બેડ લોન અંગે એક પત્ર લખ્યો હતો જેને લઇને કોઇ કાર્યવાહી સરકાર તરફથી નથી કરવામાં આવી. આ અંગે પણ આરટીઆઇમાં જવાબ માગવામાં આવ્યો હતો. જેનો પણ યોગ્ય જવાબ આપવામાં નથી આવ્યો. પરીણામે હવે પીએમઓ અને નાણા મંત્રાલયને આ પત્રને જાહેર કરવાનો આદેશ આપ્યો છે.

સાથે ગવર્નર ઉર્જિત પટેલને સીઆઇસીએ જવાબ આપો નોટિસ ફટકારી છે, જેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે તમારા પર વધુમાં વધુ પેનલ્ટી કેમ ન ફટકારવી તેનો જવાબ આપો? સીઆઇસીએ સાથે એવો પણ સવાલ ઉઠાવ્યો હતો કે તમે ખેડૂતો મામુલી રકમમાં દેવાદાર બને છે તો તેના નામ જાહેર કરવામાં આવે છે. તો પછી જે લોકો ૫૦ કરોડની લોન લઇને નાદારી નોંધાવે છે તેના નામ જાહેર કેમ નથી કરવામાં આવતા. આ સવાલ આરબીઆઇની સાથે સરકારના મંત્રાલય સમક્ષ પણ ઉઠાવ્યો હતો.

જે ડિફોલ્ટરોના નામ જાહેર કરવાનું કહ્યું છે તેમાંથી મોટા ભાગના ૫૦ કરોડથી વધુના છે. સુપ્રીમ કોર્ટે પણ આ નામો જાહેર કરવાનું કહ્યું હતું જોકે તેમ છતા આદેશનું પાલન ન થતા માહિતી કમિશને ઉર્જિત પટેલનો ઉધડો લીધો હતો અને નોટીસ ફટકારી જવાબ માગ્યો છે.

સીઆઇસીએ ઉર્જિત પટેલને પૂછ્યું છે કે તત્કાલીન માહિતી પંચના શૈલેશ ગાંધીના નિર્ણય બાદ આવેલા સુપ્રીમ કોર્ટના આદેશની અવમાનના કરવા બદલ તમારા પર વધુમાં વધુ પેનલ્ટી કેમ ન ફટકારવામાં આવે તેનો જવાબ આપો? આ નોટિસનો જવાબ ઉર્જિત પટેલે ૧૬મી નવેમ્બર પહેલા આપવાનો રહેશે.

માહિતી કમિશનર શ્રીધર આચાર્યુલુએ જણાવ્યું હતું કે આ મામલે સીપીઆઇઓને દંડ કરવાનો કોઇ સવાલ નથી રહેતો કેમ કે તેણે ઉપરથી આવેલા આદેશ મુજબ કામ કર્યું છે. કમિશન જવાબ ન આપવા બદલ આરબીઆઇ ગવર્નરને જ જવાબદાર માને છે માટે જવાબ આપવો પડશે.