Home » India » Bangalore » છત્તીસગઢમાં મોટો નક્સલી હુમલો, IED બ્લાસ્ટ કરી CISFની ગાડી ઉડાવી, 2 જવાન શહીદ

News timeline

Bollywood
6 hours ago

કંગના મણીર્કિણકાનો વિરોધ કરનારા સામે લડી લેવાના મુડમાં

Bollywood
8 hours ago

પતિ, પત્ની ઓર વોમાંથી તાપ્સી પડતી મુકાઈ

Bollywood
10 hours ago

પ્રિયંકાને ૪૬ કરોડનો બંગલો ભેટમાં મળ્યો

Entertainment
12 hours ago

ર્ચાિલઝ થેરોન બ્રાડ પીટના પ્રેમમાં

Entertainment
14 hours ago

ઇન્ડિયન-૨માં કમલ હાસન સાથે અભિષેક બચ્ચન રહેશે

Delhi
15 hours ago

ઇવીએમ મશીન હટાવો બેલેટ પેપર લાવો એવી માગણી સાથે આજે કોંગ્રેસનો મોરચો

Delhi
15 hours ago

કુંભ મેળામાં શ્રદ્ધાળુઓ માટેનું ‘ટોયલેટ કેફેટેરિયા’ બન્યું આકર્ષણનું કેન્દ્ર

World
15 hours ago

અફઘાનિસ્તાનની ગુપ્તચર એજન્સી એનડીએસના પરિસરમાં તાલિબાનનો હુમલો: 65નાં મોત

Headline News
15 hours ago

યુરોપીયન સંઘે એન્ટી ટ્રસ્ટ એકશન બદલ માસ્ટરકાર્ડ પર ૬૫ કરોડ ડોલરનો દંડ ફટકાર્યો

World
15 hours ago

ચીને આર્મીમાં 50 ટકાનો કાપ મૂકી એરફોર્સ અને નેવીના સ્ટાફમાં ધરખમ વધારો કર્યો

Headline News
15 hours ago

ભાજપ સાથે ગઠબંધન નહી, પરંતુ PM પદ માટે ગડકરીનું કરીશું સમર્થન: શિવસેના

Bangalore
15 hours ago

પ્રિયંકા ગાંધીની સત્તાવાર રીતે રાજકારણમાં એન્ટ્રી, કોંગ્રેસના મહાસચીવ તરીકે વરણી

છત્તીસગઢમાં મોટો નક્સલી હુમલો, IED બ્લાસ્ટ કરી CISFની ગાડી ઉડાવી, 2 જવાન શહીદ

દંતેવાડા : દીવાળીના શુભ તહેવારના બીજા દિવસે છત્તીસગઢના દંતેવાડામાં મોટો નક્સલી હુમલો થયો છે. નક્સલીઓએ અહીં બોમ્બ વિસ્ફોટથી CISFની બસને ઉડાવી દીધી છે, આ હુમલામાં 2 જવાન શહીદ થયા છે. આ બસમાં બે જવાનો સિવાય 3 સ્થાનિક નાગરિકોના મોત થયાના અહેવાલ પણ મળી રહ્યા છે.

આ ઘટનામાં સાત જવાન ગંભીર રીતે ઘાયલ થયા છે, તેમાંથી ત્રણ જવાનોની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે આ હુમલો દંતેવાડાના બચેલીમાં થયો છે.

આ ઘટના તે વખતે બની જ્યારે સવારે CISFની એક ટીમ મિની બસમાં સવાર થઇને આકાશ નગર તરફ જવા રવાના થઇ હતી. આ ટીમ જોવા જઇએ તો, પોતાની રૂટિન રસ્તે જઇ રહી હતી, પરંતુ જવાનોને પાછા ફરતી વખતે પોતાના અન્ય સાથીઓ માટે સ્થાનિક બજારમાંથી શાકભાજી લઇને પાછા ફરવાનું હતું.

આ ઘટના વિશે જાણવા મળી રહ્યું છે કે, આકાશ નગરના મોડ નંબર 6 પર જેવી મિની બસ પહોંચી કે નક્સલીઓએ IED બ્લાસ્ટ કર્યો હતો. આ મિની બસ લગભગ 8 ફૂટ ઉપર ઉછળી હતી, ત્યારબાદ બસ જમીન પર પટકાતા નક્સલીઓએ જવાનો પર ફાયરિંગ કરી દીધું હતું. લગભગ 15 મિનિટ સુધી નક્સલીઓ ઘટના સ્થળે રહ્યા હતા અને ત્યાં તેમને સુરક્ષા દળો અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યો હતો.

તમને જણાવી દઇએ કે, ગઇકાલ બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જગદલપુરમાં ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી. જગદલપુર દંતેવાડા સાથે જોડાયેલું જિલ્લા બસ્તરનો વિધાનસભા વિસ્તાર છે. છેલ્લા કેટલાંક સમયથી જે રીતે નક્સલીઓએ હુમલા કર્યા છે, તેનાથી વિસ્તારમાં અરેરાટી વ્યાપેલી છે.