Home » India » Delhi » લાભ પાંચમ : શહેરમાં તમામ બજાર આજથી ફરી ધમધમતા

News timeline

Delhi
3 hours ago

5 રાજ્યોમાં મતગણતરી: રાજસ્થાનમાં કોંગ્રેસે બાજી મારી, MP-છત્તીસગઢમાં પણ દબદબો

Delhi
4 hours ago

ત્રણ રાજયોમાં હારના પગલે BJPમાં ખળભળાટ સાંસદે યોગીને ચૂપ કરાવાનું કહ્યું

Delhi
5 hours ago

સીટ નીચે 86 લાખનું સોનુ છૂપાવીને લાવી રહેલાં વિમાની પ્રવાસીની ધરપકડ

India
6 hours ago

વસુંધરા રાજે આમ આદમીથી વિમુખ થઇ ગયેલાં

Delhi
6 hours ago

2014 બાદ મોદીની પહેલી મોટી હાર, રાહુલની પહેલી મોટી જીત

Top News
6 hours ago

બ્રિટન ચાહે તો બ્રેક્ઝિટમાંથી નીકળવાનું અટકાવી શકેઃ EUની કોર્ટ નો આદેશ

Top News
6 hours ago

વિદેશી તત્વો ધમકી આપી રહ્યા હોવાનો શ્રીલંકાના પ્રમુખનો આક્ષેપ

Bangalore
6 hours ago

મોદી સરકારને વધુ એક આંચકો, જાણીતા અર્થશાસ્ત્રી સુરજીત ભલ્લાનુ ઈકોનોમિક એડવાઈઝરી કાઉન્સિલમાંથી રાજીનામુ

Headline News
6 hours ago

કોંગ્રેસની જીત રાહુલ ગાંધીની મહેનતનુ પરિણામઃ અશોક ગહેલોત

Delhi
6 hours ago

MPમાં કોઈ પણ સંજોગોમાં ભાજપને ટેકો નહીઃ માયાવતી

Canada
7 hours ago

રંગતરંગ ગ્રુપ દ્વારા ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા ડીવર્સીટી ઓફ યુનીટી કાર્યક્રમ

Canada
7 hours ago

અલ્બર્ટાના પ્રથમ ગે કેબિનેટ પ્રધાન લગ્ન કરશે

લાભ પાંચમ : શહેરમાં તમામ બજાર આજથી ફરી ધમધમતા

અમદાવાદ  :   દિવાળી પર્વની પૂર્ણાહૂતિ થયા બાદ હવે આવતીકાલે બજારમાં ફરીવાર રોનક જોવા મળશે. હાલમાં દિવાળી પર્વની રજા હતી જેથી બજારો સુમસામ દેખાઈ રહ્યા હતા. આવતીકાલે લાભ પાંચમના દિવસે શુભ મૂર્હૂતમાં તમામ બજારો ફરીવાર ખુલી જશે. બજારોમાં હાલમાં જોરદાર સન્નાટો ફેલાયેલો હતો. અમદાવાદના કાંકરિયા, વૈષ્ણોદેવી, અક્ષરધામ જેવા ફરવા લાયક સ્થળો ઉપર જોરદાર ભીડ હતી. આ વખતે સ્ટેચ્યુ ઓફ યુનિટી દેશને સર્મિપત કરવામાં આવ્યા બાદ સૌથી વધારે ભીડ ત્યાં જામી હતી. એક અંદાજિત આંકડા મુજબ સ્ટેચ્યુ ઓફ યુનિટીને ટૂંકા ગાળાની અંદર જ ૭૫૦૦૦થી વધુ લોકો જોઈ ચુક્યા છે. દિવાળીની રજાઓ ઉપર મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. સોમવારના દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી સામાન્ય લોકો માટે બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી સામાન્ય લોકો માટે અન્ય દિવસોમાં સવારે ૯ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી ખુલશે. બજારમાં ફરી એકવાર હવે આવતીકાલથી તેજીનો માહોલ જામી જશે. લાભ પાંચમના શુભ પ્રસંગે કારોબારીઓ તેમના કારોબારની શરૃઆત કરશે. આવતીકાલે લાભ પાંચમથી બજાર ખુલી ગયા બાદ બજારો ફરી ભરચક દેખાશે. દિવાળી પર્વની રજાઓની અસર શનિવાર અને રવિવાર બંને દિવસે દેખાઈ હતી. સામાન્ય દિવસોમાં માર્ગો ભરચક રહે છે ત્યારે આજે રવિવારના દિવસે પણ સવારથી જ માર્ગો સુમસામ દેખાયા હતા.

મોડી રાત સુધી વાહનોની અવરજવર ઓછી દેખાઈ હતી. અલબત્ત બાગ-બગીચા અને રેસ્ટોરન્ટમાં ભીડ જામી હતી. અમદાવાદ શહેરના મોટા બજારો, કાળુપુર, માધુપુર, રાયપુર સહિતના તમામ જુદા જુદા ચીજવસ્તુઓના બજારો આવતીકાલે સવારે શુભ મુર્હૂતમાં ખુલશે. માત્ર શાકભાજીની લારી વાળા જ વેચાણમાં હતા. નાના મોટા કારોબારીઓ તેમના લીધે જ ચાલી રહ્યા હતા. કાપડ બજાર સહિત મોટાભાગના બજારો બંધ હોવાથી ધનતેરસ બાદના પર્વથી જ રજાના મૂડમાં હતા. આવતીકાલથી સ્થિતિ સામાન્ય બનશે. જો કે, હાલ કેટલાક લોકો રજા ઉપર હોવાથી હાલ હાજરી ઓછી દેખાશે.