નવી દિલ્હી : કેન્દ્ર સરકારે રાફેલ ખરીદીના ચુકાદાની પ્રક્રિયા સાથે જોડાયેલી જાણકારીના દસ્તાવેજ અરજીકર્તાને સોંપ્યા છે. આ દસ્તાવેજોમાં કહેવામાં આવ્યુ છે કે કેન્દ્ર સરકારે રાફેલની ખરીદીમાં તમામ પ્રક્રિયાઓનુ પાલન કર્યું.
ફ્રાન્સ સાથે રાફેલ ડીલ પર વિપક્ષના આરોપોનો સામનો કરી રહેલી કેન્દ્ર સરકારે સોમવારે આ ડીલ સાથે જોડાયેલી જાણકારીઓ સાર્વજનિક કરી.
કેન્દ્ર સરકાર તરફથી વિમાન ખરીદની પ્રક્રિયા સાથે જોડાયેલા દસ્તાવેજ અરજીકર્તાઓને સોંપવામાં આવ્યા છે. આની સાથે જ કેન્દ્ર સરકારે રાફેલ વિમાનોની કિંમતો વિશે માગેલી જાણકારીઓ પર પોતાનો જવાબ પણ સીલબંધ કવરમાં સુપ્રીમ કોર્ટને સોંપ્યો છે.
We are Social