Home » India » Delhi » રામજન્મભૂમિ કેસની ઝડપી સુનાવણી કરવાની કોઈ જરૂર નથી : ચીફ જસ્ટિસ

News timeline

Delhi
2 hours ago

5 રાજ્યોમાં મતગણતરી: રાજસ્થાનમાં કોંગ્રેસે બાજી મારી, MP-છત્તીસગઢમાં પણ દબદબો

Delhi
2 hours ago

ત્રણ રાજયોમાં હારના પગલે BJPમાં ખળભળાટ સાંસદે યોગીને ચૂપ કરાવાનું કહ્યું

Delhi
4 hours ago

સીટ નીચે 86 લાખનું સોનુ છૂપાવીને લાવી રહેલાં વિમાની પ્રવાસીની ધરપકડ

India
4 hours ago

વસુંધરા રાજે આમ આદમીથી વિમુખ થઇ ગયેલાં

Delhi
4 hours ago

2014 બાદ મોદીની પહેલી મોટી હાર, રાહુલની પહેલી મોટી જીત

Top News
5 hours ago

બ્રિટન ચાહે તો બ્રેક્ઝિટમાંથી નીકળવાનું અટકાવી શકેઃ EUની કોર્ટ નો આદેશ

Top News
5 hours ago

વિદેશી તત્વો ધમકી આપી રહ્યા હોવાનો શ્રીલંકાના પ્રમુખનો આક્ષેપ

Bangalore
5 hours ago

મોદી સરકારને વધુ એક આંચકો, જાણીતા અર્થશાસ્ત્રી સુરજીત ભલ્લાનુ ઈકોનોમિક એડવાઈઝરી કાઉન્સિલમાંથી રાજીનામુ

Headline News
5 hours ago

કોંગ્રેસની જીત રાહુલ ગાંધીની મહેનતનુ પરિણામઃ અશોક ગહેલોત

Delhi
5 hours ago

MPમાં કોઈ પણ સંજોગોમાં ભાજપને ટેકો નહીઃ માયાવતી

Canada
6 hours ago

રંગતરંગ ગ્રુપ દ્વારા ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા ડીવર્સીટી ઓફ યુનીટી કાર્યક્રમ

Canada
6 hours ago

અલ્બર્ટાના પ્રથમ ગે કેબિનેટ પ્રધાન લગ્ન કરશે

રામજન્મભૂમિ કેસની ઝડપી સુનાવણી કરવાની કોઈ જરૂર નથી : ચીફ જસ્ટિસ

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે અયોધ્યા કેસની ઝડપી સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે. હિંદુ મહાસભાએ અયોધ્યા કેસની ઝડપી સુનાવણી કરવા માટે સુપ્રીમમાં અરજી કરી હતી. હિંદુ મહાસભાની અરજી ફગાવી દેતા ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યું કે અમે અયોધ્યા કેસની સુનાવણી જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં મુકરર કરી છે. તેથી અમને આ કેસની ઝડપી સુનાવણી કરવાની કોઈ જરૂર લાગતી નથી. ચીફ જસ્ટિસે કહ્યું કે અમે આ સંબંધિત આદેશ જારી કરી ચૂક્યા છીએ અને જાન્યુઆરી પહેલાં આ કેસની સુનાવણી શક્ય નથી.

સુપ્રીમ કોર્ટે રામ જન્મભૂમિ બાબરી મસ્જિદ વિવાદ કેસની સુનાવણી માટે જાન્યુઆરીના પહેલા અઠવાડિયાની તારીખ નક્કી કરી છે. હિંદુ મહાસભાની દલીલ ફગાવી દેતાં સુપ્રીમે કહ્યું કે જાન્યુઆરીમાં એક ખંડપીઠ આ કેસની સુનાવણી કરશે.સરકાર વતી હાજર રહેલા વકીલ તુષાર મહેતાએ કોર્ટને પૂછયું હતું કે જાન્યુઆરીમાં કઈ તારીખે સુનાવણી ચાલુ થવાની છે. મહેતાને જવાબ આપતાં સુપ્રીમે કહ્યું કે નવી ખંડપીઠે ફેંસલો કરશે. સુનાવણી મોકૂક રહ્યાં બાદ હિંદુવાદી સંગઠનો અને ભાજપના નેતાઓએ રામમંદિર પર વટહુકમ લાવવાની માગ કરી હતી જોકે સરકારે આ માગની ફગાવી દીધી હતી.

અયોધ્યા કેસનો ચુકાદો જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં આવવાનો છે પરંતુ તે પહેલા અયોધ્યાના કારસેવકપુરમ ખાતે રામ મંદિરની કોતરણીનું ૫૦ ટકા પૂર્ણ થયું છે. કારસેવકપુરમમાં ૧૯૯૦ થી મંદિર નિર્માણ માટેનો વર્કશોપ ચાલી રહ્યો છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી ફંડ અને કારીગરોના અભાવને કારણે કામ મંદ પડયું છે તેમ છતાં પણ કોતરણીનું ૫૦ ટકા પુકું કરી દેવામાં આવ્યું છે.