Home » India » Delhi » કોમી રમખાણોમાં PM મોદીને મળેલી ક્લિન ચીટના મામલે સુપ્રીમ કોર્ટ સોમવારે સુનાવણી હાથ ધરશે

News timeline

Delhi
2 hours ago

5 રાજ્યોમાં મતગણતરી: રાજસ્થાનમાં કોંગ્રેસે બાજી મારી, MP-છત્તીસગઢમાં પણ દબદબો

Delhi
2 hours ago

ત્રણ રાજયોમાં હારના પગલે BJPમાં ખળભળાટ સાંસદે યોગીને ચૂપ કરાવાનું કહ્યું

Delhi
4 hours ago

સીટ નીચે 86 લાખનું સોનુ છૂપાવીને લાવી રહેલાં વિમાની પ્રવાસીની ધરપકડ

India
4 hours ago

વસુંધરા રાજે આમ આદમીથી વિમુખ થઇ ગયેલાં

Delhi
4 hours ago

2014 બાદ મોદીની પહેલી મોટી હાર, રાહુલની પહેલી મોટી જીત

Top News
5 hours ago

બ્રિટન ચાહે તો બ્રેક્ઝિટમાંથી નીકળવાનું અટકાવી શકેઃ EUની કોર્ટ નો આદેશ

Top News
5 hours ago

વિદેશી તત્વો ધમકી આપી રહ્યા હોવાનો શ્રીલંકાના પ્રમુખનો આક્ષેપ

Bangalore
5 hours ago

મોદી સરકારને વધુ એક આંચકો, જાણીતા અર્થશાસ્ત્રી સુરજીત ભલ્લાનુ ઈકોનોમિક એડવાઈઝરી કાઉન્સિલમાંથી રાજીનામુ

Headline News
5 hours ago

કોંગ્રેસની જીત રાહુલ ગાંધીની મહેનતનુ પરિણામઃ અશોક ગહેલોત

Delhi
5 hours ago

MPમાં કોઈ પણ સંજોગોમાં ભાજપને ટેકો નહીઃ માયાવતી

Canada
6 hours ago

રંગતરંગ ગ્રુપ દ્વારા ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા ડીવર્સીટી ઓફ યુનીટી કાર્યક્રમ

Canada
6 hours ago

અલ્બર્ટાના પ્રથમ ગે કેબિનેટ પ્રધાન લગ્ન કરશે

કોમી રમખાણોમાં PM મોદીને મળેલી ક્લિન ચીટના મામલે સુપ્રીમ કોર્ટ સોમવારે સુનાવણી હાથ ધરશે

નવી દિલ્હી  : વર્ષ 2002માં ગુજરાતમાં થયેલા કોમી રમખાણો મામલે એસઆઈટીની ક્લિન ચીટને કોંગ્રેસના દિવંગત સાંસદ અહસાન જાફરીના પત્ની ઝાકિયા જાફરીએ સુપ્રીમ કોર્ટમાં પડકારી છે.  ઝાકિયા જાફરીની અરજી મામલે સુપ્રીમ કોર્ટે 19મી નવેમ્બરના રોજ સુનાવણી કરવાનું યોગ્ય ઠેરવ્યું છે. 2002માં થયેલા કોમી તોફાનમાં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપના અન્ય નેતાઓને એસઆઈટીએ ક્લિન ચીટ આપી હતી. આ ક્લિન ચીટને જાફરીએ સુપ્રીમ કોર્ટમાં પડકારી છે. મંગળવારે સુપ્રીમ કોર્ટે સુનાવણી કરતા જસ્ટિસ એ. એમ. ખાનવિલકરની બેન્ચે કહ્યુ હતું કે આ મામલે આગામી 19મી નવેમ્બરના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે 5 ઓક્ટોબર 2017ના રોજ ગુજરાત હાઈકોર્ટે જણાવ્યું હતું કે ગુજરાતમાં થયેલા કોમી રમખાણોની ફરીવાર તપાસ કરવામાં નહીં આવે ત્યારે આ મામલે ઝાકીયા જાફરીનુ કહેવું છે કે કોમી તોફાનના નામે ષડ્યંત્ર રચવામાં આવ્યુ હતું.

ગુજરાતના ૨૦૦૨ના રમખાણોના મામલે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલ વડાપ્રધાન મોદીની મુશ્કેલીમાં વધારો થાય તેવા નિર્દેશો મળી રહ્યા છે. ગુજરાતમાં થયેલા રમખાણો દરમિયાન ગુલબર્ગ સોસાયટીમાં થયેલા હત્યાકાંડના મામલામાં કોંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ અહેસાન જાફરીના પત્ની  ઝાકિયા જાફરીની અરજી પર સુપ્રીમ કોર્ટ 19મીએ એટલે કે સોમવારે સુનાવણી કરશે.

જાકીયા જાફરીએ આ મામલામાં એસઆઈટી દ્વારા પીએમ મોદી અને અન્ય ટોચના રાજકીય નેતાઓ અને ઓફિસરોને આપવામાં આવેલી ક્લિનચીટને પડકારતી અરજી કરી હતી અને સુપ્રીમ કોર્ટ હવે આ અરજીને સાંભળશે.