Home » India » Delhi » નોટબંધી દેશનું સૌથી મોટુ કૌભાંડ, ૭૦ વર્ષમાં ન થયું તે મોદીએ કરી બતાવ્યું: રાહુલ

News timeline

Bollywood
27 mins ago

પુલવામાના શહીદો માટે અક્ષય કુમાર પાંચ કરોડનું દાન કરશે

Entertainment
2 hours ago

કમલ હાસને પીઓકેને આઝાદ કાશ્મીર ગણાવ્યું, લોકમત લેવાની માગ કરી

Canada
3 hours ago

કેનેડાના પત્રકાર જો સ્લેસિન્જરનું ૯૦ વર્ષની વયે અવસાન

Cricket
5 hours ago

મહંમદ શમી પુલવામા હૂમલાના શહીદોની મદદ માટે આગળ આવ્યો

Bollywood
7 hours ago

નવાજુદ્દીન સાથે શ્રદ્ધા નહીં સોનાક્ષી ચમકશે

Gandhinagar
8 hours ago

ગુજરાત સરકાર ચાર મહિનામાં 63,939 કરોડ વાપરશે: નીતિન પટેલ

Cricket
9 hours ago

ક્રિસ ગેલે કરી નિવૃત્તિની જાહેરાત

Gandhinagar
9 hours ago

હુમલાની ભીતિ વચ્ચે ગુજરાતના યાત્રાધામોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત

Bollywood
11 hours ago

ટ્રોલ બાદથી પ્રતિક બબ્બરે ઇન્ટીમેટ ફોટાઓ દુર કર્યા

Gandhinagar
11 hours ago

અમદાવાદીઓ મેટ્રો ટ્રેનમાં સફર કરી શકશે : 4થી માર્ચે વડાપ્રધાન મોદી કરશે ઉદ્ઘાટન

World
11 hours ago

ભારતની ચેતવણીથી પાક ફફડયું : ચર્ચા માટે તૈયાર

India
11 hours ago

ત્રાસવાદને સમર્થન આપનાર બધા કાશ્મીરી યુવાનો સામે લાલઆંખ

નોટબંધી દેશનું સૌથી મોટુ કૌભાંડ, ૭૦ વર્ષમાં ન થયું તે મોદીએ કરી બતાવ્યું: રાહુલ

નવી દિલ્હી : કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે નરેન્દ્ર મોદી ખેડૂતોના દેવા માફ કરવાના વચનો આપીને સત્તામાં આવ્યા, જોકે હવે તેઓ ખેડૂતો નહીં પણ પોતાના માનિતા ઉધ્યોગપતિઓના દેવા માફ કરી રહ્યા છે.

અત્યાર સુધી તેમણે ત્રણ લાખ કરોડ રૃપિયાથી વધુના ઉધ્યોગપતિઓના દેવા માફ કરી દીધા છે જ્યારે હવે તેઓ આ ઉધ્યોગપતિઓના જે બાકીના ૧૨ લાખ કરોડ રૃપિયાના દેવા બાકી છે તેને પણ માફ કરી દેશે જ્યારે ખેડૂતોનો એક રૃપિયો પણ માફ નહીં કરે.

મધ્ય પ્રદેશમાં ચૂંટણી રેલીને સંબોધતી વેળાએ મોદી પર આકરા પ્રહારો કરતા રાહુલે કહ્યું હતું કે હું મોદીજીને મળ્યો હતો અને ખેડૂતોના દેવા માફ કરવાની રજુઆત કરી હતી, જોકે તેઓ એક શબ્દ પણ નહોતા બોલ્યા. જ્યારે તેઓએ ઉધ્યોગપતિઓની ૩.૫ લાખ કરોડની લોન માફ કરી દીધી અને બાકીના ૧૨ લાખ કરોડ પણ માફ કરી દેશે.

મોદીએ નોટબંધી લાગુ કરી અનેક લોકોનો જીવ લીધો, તમે કોઇ ઉધ્યોગપતિને નોટબંધી સમયે લાઇનમાં ઉભા રહેતા જોયો? મોદીની આ નોટબંધી આઝાદ ભારતનંુ સૌથી મોટુ કૌભાંડ છે. જે ૭૦ વર્ષમાં નથી થયું તે મોદીએ કરી બતાવ્યુ છે. વિજય માલ્યા, નિરવ મોદી, મેહુલ ચોક્સી જેવા કરોડોના કૌભાંડીઓને ભાગવા દેવાયા. હવે જો મોદી કહે કે હું ચોકીદાર છું તો જનતા કહેશે કે ચોકીદાર જ ચોર છે.

મોદીએ નોટબંધી કરાવીને પોતાના માનિતા ઉધ્યોગપતિઓ અને અબજોપતિઓના કાળા નાણાને પાછળા બારણે ધોળા કરવાની તક આપી દીધી છે. તેવો આરોપ રાહુલે લગાવ્યો હતો. સાથે એબીવીપી મામલે પણ પ્રહારો કર્યા હતા.