Home » India » Delhi » આલોક વર્મા નિર્દોશ અને ઇમાનદાર અધિકારી, તેમના પરના આરોપો ખોટા : સુબ્રમણ્યમ સ્વામી

News timeline

Delhi
2 hours ago

5 રાજ્યોમાં મતગણતરી: રાજસ્થાનમાં કોંગ્રેસે બાજી મારી, MP-છત્તીસગઢમાં પણ દબદબો

Delhi
3 hours ago

ત્રણ રાજયોમાં હારના પગલે BJPમાં ખળભળાટ સાંસદે યોગીને ચૂપ કરાવાનું કહ્યું

Delhi
5 hours ago

સીટ નીચે 86 લાખનું સોનુ છૂપાવીને લાવી રહેલાં વિમાની પ્રવાસીની ધરપકડ

India
5 hours ago

વસુંધરા રાજે આમ આદમીથી વિમુખ થઇ ગયેલાં

Delhi
5 hours ago

2014 બાદ મોદીની પહેલી મોટી હાર, રાહુલની પહેલી મોટી જીત

Top News
5 hours ago

બ્રિટન ચાહે તો બ્રેક્ઝિટમાંથી નીકળવાનું અટકાવી શકેઃ EUની કોર્ટ નો આદેશ

Top News
5 hours ago

વિદેશી તત્વો ધમકી આપી રહ્યા હોવાનો શ્રીલંકાના પ્રમુખનો આક્ષેપ

Bangalore
5 hours ago

મોદી સરકારને વધુ એક આંચકો, જાણીતા અર્થશાસ્ત્રી સુરજીત ભલ્લાનુ ઈકોનોમિક એડવાઈઝરી કાઉન્સિલમાંથી રાજીનામુ

Headline News
5 hours ago

કોંગ્રેસની જીત રાહુલ ગાંધીની મહેનતનુ પરિણામઃ અશોક ગહેલોત

Delhi
5 hours ago

MPમાં કોઈ પણ સંજોગોમાં ભાજપને ટેકો નહીઃ માયાવતી

Canada
6 hours ago

રંગતરંગ ગ્રુપ દ્વારા ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા ડીવર્સીટી ઓફ યુનીટી કાર્યક્રમ

Canada
6 hours ago

અલ્બર્ટાના પ્રથમ ગે કેબિનેટ પ્રધાન લગ્ન કરશે

આલોક વર્મા નિર્દોશ અને ઇમાનદાર અધિકારી, તેમના પરના આરોપો ખોટા : સુબ્રમણ્યમ સ્વામી

 નવી દિલ્હી  :  સીબીઆઇના ડાયરેક્ટર આલોક વર્માનો ફરી ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ બચાવ કર્યો છે. સ્વામીએ કહ્યું છે કે આલોક વર્મા મને મામલે નિર્દોશ લાગી રહ્યા છે. તેમને રજા પર ઉતારી દેવાના નિર્ણયથી તેમની સાથે ઘણો જ અન્યાય થયો છે. સુબ્રમણ્યમ સ્વામીએ આલોક વર્માના વખાણ પણ કર્યા હતા અને જણાવ્યું હતું કે હું આલોક વર્માને ઓળખું છું, તેઓ દિલ્હી પોલીસમાં કમિશનર પણ હતા. મે એયરસેલ મેક્સિસ અને અન્ય અનેક મામલાઓમાં સીબીઆઇ સાથે તેમને કામ કરતા જોયા છે. હું તેમને એક ઇમાનદાર વ્યક્તિ માનું છું. તેમની સાથે અન્યાય થયો છે. આ ભ્રષ્ટાચાર સામેની આપણી લડાઇને પણ એક ઝટકો છે.

સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે મને આશા છે કે આલોક વર્માને સુપ્રીમ કોર્ટમાંથી ન્યાય મળશે. તેઓ એક ઇમાનદાર અધિકારી છે અને હુ તેમની કામગીરીનો સાક્ષી પણ રહ્યો છું, મે તેમને ઇમાનદારી પૂર્વક કામ કરતા જોયા છે. આલોક વર્માને રજા પર મોકલી દેવાના સરકારના નિર્ણયનો વિરોધ કરતા સ્વામીએ કહ્યું હતું કે હાલ ચાર અધિકારીઓની એક ગેંગ આ મામલે કામ કરી રહી છે. જેમાં હસમુખ અઢિયા, રાકેશ અસ્થાના, પીકે મિશ્રા અને ભાસ્કર સુલબે સામેલ છે. આ લોકો જે પણ કામ કરી રહ્યા છે તે દેશ કે પ્રધાનમંત્રીના હિતમાં નથી.