Home » India » Delhi » દિલ્હીમાં પિલ્લર સાથે ધડાકાભેર અથડાઇ સ્કૂલ બસ, 12 બાળકો ઘાયલ, ડ્રાઇવરની હાલક નાજુક

News timeline

Bollywood
35 mins ago

પુલવામાના શહીદો માટે અક્ષય કુમાર પાંચ કરોડનું દાન કરશે

Entertainment
3 hours ago

કમલ હાસને પીઓકેને આઝાદ કાશ્મીર ગણાવ્યું, લોકમત લેવાની માગ કરી

Canada
3 hours ago

કેનેડાના પત્રકાર જો સ્લેસિન્જરનું ૯૦ વર્ષની વયે અવસાન

Cricket
5 hours ago

મહંમદ શમી પુલવામા હૂમલાના શહીદોની મદદ માટે આગળ આવ્યો

Bollywood
7 hours ago

નવાજુદ્દીન સાથે શ્રદ્ધા નહીં સોનાક્ષી ચમકશે

Gandhinagar
8 hours ago

ગુજરાત સરકાર ચાર મહિનામાં 63,939 કરોડ વાપરશે: નીતિન પટેલ

Cricket
9 hours ago

ક્રિસ ગેલે કરી નિવૃત્તિની જાહેરાત

Gandhinagar
9 hours ago

હુમલાની ભીતિ વચ્ચે ગુજરાતના યાત્રાધામોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત

Bollywood
11 hours ago

ટ્રોલ બાદથી પ્રતિક બબ્બરે ઇન્ટીમેટ ફોટાઓ દુર કર્યા

Gandhinagar
11 hours ago

અમદાવાદીઓ મેટ્રો ટ્રેનમાં સફર કરી શકશે : 4થી માર્ચે વડાપ્રધાન મોદી કરશે ઉદ્ઘાટન

World
11 hours ago

ભારતની ચેતવણીથી પાક ફફડયું : ચર્ચા માટે તૈયાર

India
11 hours ago

ત્રાસવાદને સમર્થન આપનાર બધા કાશ્મીરી યુવાનો સામે લાલઆંખ

દિલ્હીમાં પિલ્લર સાથે ધડાકાભેર અથડાઇ સ્કૂલ બસ, 12 બાળકો ઘાયલ, ડ્રાઇવરની હાલક નાજુક

નોઈડા : દિલ્હીના નોઈડામાં આજે એક સ્કૂલ બસનો ગમખ્વાર અકસ્માત થયો હતો. સવાર સવારમાં બાળકોને લઇને ખાનગી સ્કૂલ બસ નોઈડાના સેક્ટર-16ના એક પિલર સાથે ટકરાઇ હતી. તસવીરોથી અંદાજ લગાવી શકાય છે કે બસ અને પિલર વચ્ચે ટક્કર કેટલી જોરદાર હશે.

આ ઘટનામાં બસનો આગળનો ભાગ પુરી રીતે કચ્ચરઘાણ વળી ગયો હતો. જ્યારે બસના કાચ પણ તૂટી ગયા હતા.

આ ઘટનામાં ડ્રાઇવર અને કંડક્ટરને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેમને નોઇડાના કૈલાશ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઘાયલ બાળકોને પણ કૈલાશ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતા બાળકોના પરિવારજનો પરેશાન થઇ ગયા હતા.

બાળકોના માતા-પિતા તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા અને પોત પોતાના બાળકોની શોધ કરવા લાગ્યા હતા. રિપોર્ટના મતે, દુર્ઘટના સમયે બસમાં 30 વિદ્યાર્થીઓ બેઠા હતા. બસ રજનીગંધા ચોકના અંડરપાસમાંથી પસાર થઇ રહી હતી, ત્યારે કોઇ કારણસર એક પિલર સાથે ટકરાઇ હતી.