નવી દિલ્હી : સરકારી કામોમાં કયા પ્રકારના લાલિયાવાડી ચાલતી હોય છે તેના ઉદાહરણો છાશવારે લોકો સમક્ષ આવતા જ હોય છે.
આવો જ એક નમૂનો યુપી સરકારના વહિવટીતંત્રે પુરો પાડ્યો છે.મુંબઈ હુમલાના આરોપી અને બાદમાં સરકારે જેને ફાંસી પર ચઢાવ્યો હતો તે આતંકવાદી અજમલ કસાબના નામનુ ડોમિસાઈલ સર્ટિફિકેટ ઉત્તરપ્રદેશના વહિવટીતંત્રે બનાવી આવ્યુ છે.
ડોમિસાઈલ સર્ટિફિકેટ વ્યક્તિ કયા રાજ્યનો રહેવાસી છે તેના પૂરાવા તરીકે વપરાતુ હોય છે.જ્યારે આ કિસ્સાની વિગતો સપાટી પર આવી ત્યારે યુપી સરકારના હોશ ઉડી ગયા હતા.
આ ડોમિસાઈલ સર્ટિફિકેટમાં ઓરૈયા જિલ્લાના બિધૂના નામના ગામને કસાબનુ જન્મસ્થાન દર્શાવાયુ છે.એવુ કહેવાય છે કે 21 ઓક્ટોબરે કોઈએ કસાબનો ફોટો લગાવીને ડોમિસાઈલ સર્ટિફિકેટ માટે વહિવટીતંત્ર સમક્ષ અરજી કરી હતી.એ પછી નવાઈની વાત એ છે કે એસડીએમ દ્વારા સર્ટિફિકેટ આપી પણ દેવાયુ હતુ.
We are Social