Home » India » Delhi » દુનિયામાં સૌથી વધુ ભારતમાં 74 ટકા બાળકો ટ્યુશન જાય છે

News timeline

Bollywood
58 mins ago

પુલવામાના શહીદો માટે અક્ષય કુમાર પાંચ કરોડનું દાન કરશે

Entertainment
3 hours ago

કમલ હાસને પીઓકેને આઝાદ કાશ્મીર ગણાવ્યું, લોકમત લેવાની માગ કરી

Canada
3 hours ago

કેનેડાના પત્રકાર જો સ્લેસિન્જરનું ૯૦ વર્ષની વયે અવસાન

Cricket
5 hours ago

મહંમદ શમી પુલવામા હૂમલાના શહીદોની મદદ માટે આગળ આવ્યો

Bollywood
7 hours ago

નવાજુદ્દીન સાથે શ્રદ્ધા નહીં સોનાક્ષી ચમકશે

Gandhinagar
8 hours ago

ગુજરાત સરકાર ચાર મહિનામાં 63,939 કરોડ વાપરશે: નીતિન પટેલ

Cricket
9 hours ago

ક્રિસ ગેલે કરી નિવૃત્તિની જાહેરાત

Gandhinagar
9 hours ago

હુમલાની ભીતિ વચ્ચે ગુજરાતના યાત્રાધામોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત

Bollywood
11 hours ago

ટ્રોલ બાદથી પ્રતિક બબ્બરે ઇન્ટીમેટ ફોટાઓ દુર કર્યા

Gandhinagar
11 hours ago

અમદાવાદીઓ મેટ્રો ટ્રેનમાં સફર કરી શકશે : 4થી માર્ચે વડાપ્રધાન મોદી કરશે ઉદ્ઘાટન

World
11 hours ago

ભારતની ચેતવણીથી પાક ફફડયું : ચર્ચા માટે તૈયાર

India
12 hours ago

ત્રાસવાદને સમર્થન આપનાર બધા કાશ્મીરી યુવાનો સામે લાલઆંખ

દુનિયામાં સૌથી વધુ ભારતમાં 74 ટકા બાળકો ટ્યુશન જાય છે

નવી દિલ્હી : વૈશ્વિક સ્તરે શિક્ષણ પર થયેલા એક સર્વેમાં એવુ તારણ સામે આવ્યુ છે કે દુનિયામાં સૌથી વધારે ટ્યુશન જનારા બાળકો ભારતના છે.ખાસ કરીને ગણિત માટે.

સર્વે પ્રમાણે ભારતમાં 74 ટકા બાળકો ટ્યુશન જાય છે.એટલુ જ નહી સ્કૂલ જનારા 72 ટકા બાળકો અભ્યાસ સિવાયની ઈતર પ્રવૃત્તિઓમાં ભાગ લેવાનુ પસંદ કરે છે.

શિક્ષકો માટે ગૌરવ થાય તેવી બાબત એ છે કે સર્વેમાં કહેવામાં આવ્યુ છે કે વિશ્વમાં વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે સૌથી વધારે કટિબધ્ધ ભારતના શિક્ષકો હોય છે.જ્યારે 66 ટકા વાલીઓ પણ બાળકોના ભવિષ્ય માટે પ્રતિબધ્ધ હોય છે.

એમ પણ દુનિયાના ઘણા દેશોમાં એવુ નાય છે કે ભારતના ઘરોમાં અન્ય દેશોની સરખામણીએ બાળકોના શિક્ષણ પર માતા પિતા વધારે ભાર મુકતા હોય છે.

સર્વેમાં કહેવામાં આવ્યુ છે કે કેરિયરના વિકલ્પ તરીકે ભારતમાં હજી પણ એન્જિનિયરિંગ અને મેડિસિન સૌથી વધારે પસંદ કરાય છે.ભારતમાં 8 ટકા વિદ્યાર્થીઓ વૈજ્ઞાનિક અને 16 ટકા વિદ્યાર્થીઓ સોફ્ટવેર એન્જિનિયર કે ડેવલપર બનવા માંગે છે.જે આખી દુનિયામાં સૌથી વધારે છે.

અંગ્રેજી વિષયની રીતે વિદ્યાર્થીઓની પહેલી પસંદ છે.84 ટકા બાળકો અંગ્રેજી ભણવા માંગે છે.78 ટકાને ગણિત, 73 ટકાને ફિઝિક્સ, 71 ટકાને કેમેસ્ટ્રી ભણવાની ઈચ્છા છે.