Home » India » Delhi » બેકારીનુ વિકરાળ સ્વરુપ, નોકરી નહી મળતી હોવાથી ચાર યુવાનોએ ટ્રેન સામે પડતુ મુકયુ

News timeline

Delhi
2 hours ago

5 રાજ્યોમાં મતગણતરી: રાજસ્થાનમાં કોંગ્રેસે બાજી મારી, MP-છત્તીસગઢમાં પણ દબદબો

Delhi
2 hours ago

ત્રણ રાજયોમાં હારના પગલે BJPમાં ખળભળાટ સાંસદે યોગીને ચૂપ કરાવાનું કહ્યું

Delhi
4 hours ago

સીટ નીચે 86 લાખનું સોનુ છૂપાવીને લાવી રહેલાં વિમાની પ્રવાસીની ધરપકડ

India
4 hours ago

વસુંધરા રાજે આમ આદમીથી વિમુખ થઇ ગયેલાં

Delhi
4 hours ago

2014 બાદ મોદીની પહેલી મોટી હાર, રાહુલની પહેલી મોટી જીત

Top News
5 hours ago

બ્રિટન ચાહે તો બ્રેક્ઝિટમાંથી નીકળવાનું અટકાવી શકેઃ EUની કોર્ટ નો આદેશ

Top News
5 hours ago

વિદેશી તત્વો ધમકી આપી રહ્યા હોવાનો શ્રીલંકાના પ્રમુખનો આક્ષેપ

Bangalore
5 hours ago

મોદી સરકારને વધુ એક આંચકો, જાણીતા અર્થશાસ્ત્રી સુરજીત ભલ્લાનુ ઈકોનોમિક એડવાઈઝરી કાઉન્સિલમાંથી રાજીનામુ

Headline News
5 hours ago

કોંગ્રેસની જીત રાહુલ ગાંધીની મહેનતનુ પરિણામઃ અશોક ગહેલોત

Delhi
5 hours ago

MPમાં કોઈ પણ સંજોગોમાં ભાજપને ટેકો નહીઃ માયાવતી

Canada
6 hours ago

રંગતરંગ ગ્રુપ દ્વારા ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા ડીવર્સીટી ઓફ યુનીટી કાર્યક્રમ

Canada
6 hours ago

અલ્બર્ટાના પ્રથમ ગે કેબિનેટ પ્રધાન લગ્ન કરશે

બેકારીનુ વિકરાળ સ્વરુપ, નોકરી નહી મળતી હોવાથી ચાર યુવાનોએ ટ્રેન સામે પડતુ મુકયુ

નવી દિલ્હી: દેશમાં રોજગારી વિકરાળ સ્વરુપ ધારણ કરી રહી છે.રાજસ્થાનમાં નોકરી નહી મળી રહી હોવાથી ચાર યુવકોએ ટ્રેનની સામે પડતુ મુકીને આત્મહત્યાની કોશિશ કરી હતી.આ પૈકીના ત્રણના મોત થયા છે.

અલવર શહેરમાં બનેલી ઘટનાના પગલે હાહાકાર મચી ગયો છે.પહેલા તો 6 મિત્રોએ આપઘાત કરવાનુ પ્લાનિંગ કર્યુ હતુ.એ પછી ચાર યુવાનો એફસીઆઈના ગોડાઉન પાસેથી પસાર થતી રેલવે લાઈન પર પહોંચ્યા હતા.જ્યાં તેઓ ટ્રેનની સામે પાટા પર કુદી ગયા હતા.જેમાંથી 3ના સ્થળ પર જ મોત થયા હતા.જ્યારે એક ગંભીર રુપથી ઘાયલ થયો હતો.બાકીના બે મિત્રોએ છેલ્લી ઘડીએ આત્મ હત્યા કરવાનો વિચાર બદલી નાંખ્યો હતો.

બચી ગયેલા મિત્રોના કહેવા પ્રમાણે નોકરી મળશે કે નહી તેનિ તમામને ચિંતા હતી.જીવન ગુજારવુ મુશ્કેલ હોવાથી જીવતા રહીને શું કરીશું તેવુ લાગતુ હતુ.મરનાર પૈકીના એક સત્યનારાયણ મિણા નામના યુવાને ઘટનાના થોડા કલાક પહેલા ફેસબૂક પર માહી ધ કિલર નામનો વીડિયો પણ અપલોડ કર્યો હતો.

જેમણે ટ્રેન સામે મોતનો ભૂસકો માર્યો હતો તેમાં 24 વર્ષીય મનોજ મિણા, 22 વર્ષીય સત્યનારાયણ મિણા, 17 વર્ષીય રાજ મીણા, 22 વર્ષીય અભિષેક મીણાનો સમાવેશ થતો હતો.