Home » India » Delhi » આરબીઆઈ હાલમાં પોલિસી રેટ યથાવત રાખે તેવી શક્યતા

News timeline

Delhi
2 hours ago

5 રાજ્યોમાં મતગણતરી: રાજસ્થાનમાં કોંગ્રેસે બાજી મારી, MP-છત્તીસગઢમાં પણ દબદબો

Delhi
3 hours ago

ત્રણ રાજયોમાં હારના પગલે BJPમાં ખળભળાટ સાંસદે યોગીને ચૂપ કરાવાનું કહ્યું

Delhi
4 hours ago

સીટ નીચે 86 લાખનું સોનુ છૂપાવીને લાવી રહેલાં વિમાની પ્રવાસીની ધરપકડ

India
4 hours ago

વસુંધરા રાજે આમ આદમીથી વિમુખ થઇ ગયેલાં

Delhi
5 hours ago

2014 બાદ મોદીની પહેલી મોટી હાર, રાહુલની પહેલી મોટી જીત

Top News
5 hours ago

બ્રિટન ચાહે તો બ્રેક્ઝિટમાંથી નીકળવાનું અટકાવી શકેઃ EUની કોર્ટ નો આદેશ

Top News
5 hours ago

વિદેશી તત્વો ધમકી આપી રહ્યા હોવાનો શ્રીલંકાના પ્રમુખનો આક્ષેપ

Bangalore
5 hours ago

મોદી સરકારને વધુ એક આંચકો, જાણીતા અર્થશાસ્ત્રી સુરજીત ભલ્લાનુ ઈકોનોમિક એડવાઈઝરી કાઉન્સિલમાંથી રાજીનામુ

Headline News
5 hours ago

કોંગ્રેસની જીત રાહુલ ગાંધીની મહેનતનુ પરિણામઃ અશોક ગહેલોત

Delhi
5 hours ago

MPમાં કોઈ પણ સંજોગોમાં ભાજપને ટેકો નહીઃ માયાવતી

Canada
6 hours ago

રંગતરંગ ગ્રુપ દ્વારા ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા ડીવર્સીટી ઓફ યુનીટી કાર્યક્રમ

Canada
6 hours ago

અલ્બર્ટાના પ્રથમ ગે કેબિનેટ પ્રધાન લગ્ન કરશે

આરબીઆઈ હાલમાં પોલિસી રેટ યથાવત રાખે તેવી શક્યતા

નવી દિલ્હી :   રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા આગામી મહિનામાં તેની પોલિસી સમીક્ષા બેઠકમાં ચાવીરૃપ વ્યાજ દરોને યથાવત રાખે તેવી શક્યતા દેખાઈ રહી છે. વૈશ્વિક ક્રુડ ઓઈલની કિંમતમાં હાલમાં ઘટાડો થઈ રહ્યો છે. કૃષિ ઉત્પાદનમાં વધારો થઈ રહ્યો છે તેવા અહેવાલ વચ્ચે આરબીઆઈ હાલમાં પોલિસી રેટ યથાવત રાખે તેવી શક્યતા દેખાઈ રહી છે.

અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે શાકભાજીના ભાવ ઘટી રહ્યા છે. ફળફળાદીની કિંમતો પણ ઘટી રહી છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે સરકારની નવી પ્રાપ્તિ પોલિસી આગામી દિવસોમાં કૃષિ પેદાશોની કિંમતો ઉપર અસર કરી શકે છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે આ વર્ષે નવેમ્બર મહિના દરમિયાન સીપીઆઈ ફુગાવો ૨.૮થી ૩ ટકાની વચ્ચે રહી શકે છે. જ્યારે ડબલ્યુપીઆઈ ફુગાવો નવેમ્બર મહિના દરમિયાન ૪.૮ થી ૫ ટકાની રેન્જમાં રહી શકે છે. ઘણા બધા જોખમી પરિબળો પણ રહેલા છે. વૈશ્વિક ક્રુડ ઓઈલની કિંમતો ઘટી રહી છે. તેલ કિંમતો હજુ પણ વધુ ઘટે તેવા સંકેત પણ દેખાઈ રહ્યા છે. જાણકાર લોકોનું કહેવું છે કે ભારતીય માર્કેટમાં મોટા પ્રમાણમાં વિદેશી મૂડીરોકાણ કરવામાં આવે તેવી શક્યતા દેખાઈ રહી છે.

રૃપિયામાં સ્થિરતા આવી શકે છે. ઈન્ડસ્ટ્રીયલ પ્રોડકશનની સ્થિતિમાં વધુ સુધારો થઈ શકે છે. આર્િથક વિકાસ દરની સ્થિતિ સુધરે તેવા સંકેત પણ દેખાઈ રહ્યા છે. જોકે બેન્કીંગ વ્યવસ્થામાં બેડ સંપત્તિને લઈને સમસ્યા વધી શકે છે. નોન બેન્કિંગ વ્યવસ્થામાં ધારા ધોરણો વધુને વધુ કઠોર કરવામાં આવી રહ્યા છે. જાણકાર લોકોનું કહેવું છે કે રિઝર્વ બેન્કની નજર પરિસ્થિતિ ઉપર કેન્દ્રિત થયેલી છે. ડબલ્યુપીઆઈ ફુગાવા અને સીપીઆઈ ફુગાવાના આધાર ઉપર નિર્ણય લેવાશે.