Home » India » Delhi » એરસેલ મેક્સિસ કેસ: ચિદમ્બરમને મોટો ફટકો, કેસ ચલાવવા મોદી સરકારે આપી લીલી ઝંડી

News timeline

Delhi
2 hours ago

5 રાજ્યોમાં મતગણતરી: રાજસ્થાનમાં કોંગ્રેસે બાજી મારી, MP-છત્તીસગઢમાં પણ દબદબો

Delhi
2 hours ago

ત્રણ રાજયોમાં હારના પગલે BJPમાં ખળભળાટ સાંસદે યોગીને ચૂપ કરાવાનું કહ્યું

Delhi
4 hours ago

સીટ નીચે 86 લાખનું સોનુ છૂપાવીને લાવી રહેલાં વિમાની પ્રવાસીની ધરપકડ

India
4 hours ago

વસુંધરા રાજે આમ આદમીથી વિમુખ થઇ ગયેલાં

Delhi
4 hours ago

2014 બાદ મોદીની પહેલી મોટી હાર, રાહુલની પહેલી મોટી જીત

Top News
5 hours ago

બ્રિટન ચાહે તો બ્રેક્ઝિટમાંથી નીકળવાનું અટકાવી શકેઃ EUની કોર્ટ નો આદેશ

Top News
5 hours ago

વિદેશી તત્વો ધમકી આપી રહ્યા હોવાનો શ્રીલંકાના પ્રમુખનો આક્ષેપ

Bangalore
5 hours ago

મોદી સરકારને વધુ એક આંચકો, જાણીતા અર્થશાસ્ત્રી સુરજીત ભલ્લાનુ ઈકોનોમિક એડવાઈઝરી કાઉન્સિલમાંથી રાજીનામુ

Headline News
5 hours ago

કોંગ્રેસની જીત રાહુલ ગાંધીની મહેનતનુ પરિણામઃ અશોક ગહેલોત

Delhi
5 hours ago

MPમાં કોઈ પણ સંજોગોમાં ભાજપને ટેકો નહીઃ માયાવતી

Canada
6 hours ago

રંગતરંગ ગ્રુપ દ્વારા ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા ડીવર્સીટી ઓફ યુનીટી કાર્યક્રમ

Canada
6 hours ago

અલ્બર્ટાના પ્રથમ ગે કેબિનેટ પ્રધાન લગ્ન કરશે

એરસેલ મેક્સિસ કેસ: ચિદમ્બરમને મોટો ફટકો, કેસ ચલાવવા મોદી સરકારે આપી લીલી ઝંડી

પટિયાલા : એરસેલ મેક્સિસ કેસમાં પૂર્વ કેન્દ્રિય મંત્રી પી. ચિદમ્બરમની મુશ્કેલીઓ વધતી જઇ રહી છે. સોમવારે આ મામલાની સુનાવણી થઇ, જેમાં કેન્દ્ર સરકારે ચિદમ્બરમ વિરુદ્ધ કેસ ચલાવવાની મંજૂરી આપી દીધી છે.

પટિયાલા હાઉસ કોર્ટમાં આજે થયેલી સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર તરફથી રજૂ થયેલા તુષાર મહેતાએ કહ્યું કે, કુલ 18 આરોપીઓમાંથી 11 આરોપીઓ પર કેસ ચલાવવાની મંજૂરી મળી ગઇ છે, જેમાં પી. ચિદમ્બરમના નામનો પણ સામેવેશ થાય છે. આ કેસમાં ઈડી તરફથી બાકી બચેલા આરોપીઓ પર મુકદમા ચલાવવાની મંજૂરી મેળવવા માટે કોર્ટ પાસે સમય માંગવામાં આવ્યો છે.

તુષાર મહેતાએ કહ્યું કે, વિદેશોમાંથી પૈસા ટ્રાન્સફરને લઇને ચિદમ્બરમ સહિત અમુક લોકોના કસ્ટોડિયલ ઈંટોરોગેશન જરૂરી છે. પરંતુ પહેલા અમે બાકીના 7 આરોપીઓ પર ટ્રાયલ શરૂ કરવા માટે અલગ અલગ વિભાગોમાંથી સેંગશન લઇ રહ્યા છીએ. આ કેસની આગામી સુનાવણી હવે 18 ડિસેમ્બરે થશે.

તુષાર મહેતાએ કહ્યું કે, પુછપરછ દરમિયાન આરોપીએ તપાસને મિસ લીડ કરી હતી. તેની સાથે પૂર્વ કેન્દ્રિય મંત્રી પી. ચિદમ્બર અને તેમના પુત્ર કાર્તિ પર લટકાયેલી ધરપકડની તલવાર 18 ડિસેમ્બર સુધી ટળી ગઇ છે.

શું છે આરોપ?
પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમ પર આરોપ છે કે તેમણે કથિત રીતે એરસેલ-મેક્સિસને એફડીઆઈના ફાયદો પહોંચાડવા માટે આર્થિક મામલોની કેબિનેટ કમેટીને અનદેખી કરી દીધી હતી. EDના મતે, એરસેલ-મેક્સિસ ડીલમાં તત્કાલીન નાણામંત્રી પી ચિદમ્બરમે કેબિનેટ કમિટીની અનુમતિ વગર જ મંજૂરી આપી હતી, જ્યારે આ ડિલ 3500 કરોડ રૂપિયાની હતી.