રાહુલ ગાંધી બાદ સ્મૃતિ ઇરાનીએ જાહેર કર્યુ પોતાનું ગૌત્ર
નવી દિલ્હી :ભારતના રાજકારણમાં હાલના સમયે ગૌત્ર મોટો મુદ્દો બન્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી બાદ હવે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ પોતાનુ ગૌત્ર જાહેર કર્યું છે. એક ટ્વીટર યુઝરે સ્મૃતિ ઇરાનીને તેમનું, તેમના પતિનું અને તેમના બાળકોનું ગૌત્ર પુછ્યું હતુ. તેમજ તેઓ સિંદૂર ધાર્મિકતાના કારણે લગાવે છે કે સ્ટાઈલના કારણે તેમ પણ પુછ્યુ હતુ.
આ તમામ સવાલોના સ્મૃતિ ઇરાનીએ જવાબ આપ્યા છે. તેમણે કહ્યું છે કે, મારૂ ગૌત્ર કૌશલ છે. આ મારા પિતાનું ગૌત્ર છે. મારા પતિ અને બાળકો પારસી ધર્મના છે તેથી, તેમનું ગૌત્ર નથી સાથે જ સિંદૂર લગાવવાના સવાલ પર તેમણે કહ્યું કે, હું હિંદૂ ધર્મમાં વિશ્વાસ કરું છું અને તે માટે સિંદૂર લગાવું છું.
આ સિવાય અન્ય એક ટ્વીટ દ્વારા તેમણે સ્પષ્ટતા કરી કે, મારો ધર્મ હિંદુસ્તાન છે, મારું કર્મ હિંદુસ્તાન છે, મારી આસ્થા હિંદુસ્તાન છે, મારો વિશ્વાસ હિંદુસ્તાન છે. જાહેર જીવનમાં હોવાથી તે મારૂ દાયિત્વ છે કે હું સવાલોના જવાબ આપું.
We are Social