Home » India » Delhi » દિલ્હીમાં ખેડૂતોના વિશાળ રેલી-આંદોલનથી સરકાર ડરી

News timeline

Bollywood
42 mins ago

પુલવામાના શહીદો માટે અક્ષય કુમાર પાંચ કરોડનું દાન કરશે

Entertainment
3 hours ago

કમલ હાસને પીઓકેને આઝાદ કાશ્મીર ગણાવ્યું, લોકમત લેવાની માગ કરી

Canada
3 hours ago

કેનેડાના પત્રકાર જો સ્લેસિન્જરનું ૯૦ વર્ષની વયે અવસાન

Cricket
5 hours ago

મહંમદ શમી પુલવામા હૂમલાના શહીદોની મદદ માટે આગળ આવ્યો

Bollywood
7 hours ago

નવાજુદ્દીન સાથે શ્રદ્ધા નહીં સોનાક્ષી ચમકશે

Gandhinagar
8 hours ago

ગુજરાત સરકાર ચાર મહિનામાં 63,939 કરોડ વાપરશે: નીતિન પટેલ

Cricket
9 hours ago

ક્રિસ ગેલે કરી નિવૃત્તિની જાહેરાત

Gandhinagar
9 hours ago

હુમલાની ભીતિ વચ્ચે ગુજરાતના યાત્રાધામોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત

Bollywood
11 hours ago

ટ્રોલ બાદથી પ્રતિક બબ્બરે ઇન્ટીમેટ ફોટાઓ દુર કર્યા

Gandhinagar
11 hours ago

અમદાવાદીઓ મેટ્રો ટ્રેનમાં સફર કરી શકશે : 4થી માર્ચે વડાપ્રધાન મોદી કરશે ઉદ્ઘાટન

World
11 hours ago

ભારતની ચેતવણીથી પાક ફફડયું : ચર્ચા માટે તૈયાર

India
11 hours ago

ત્રાસવાદને સમર્થન આપનાર બધા કાશ્મીરી યુવાનો સામે લાલઆંખ

દિલ્હીમાં ખેડૂતોના વિશાળ રેલી-આંદોલનથી સરકાર ડરી

વકીલો, ડોક્ટરો, વિદ્યાર્થીઓ, પ્રોફેસરો રેલીમાં જોડાયા

નવી દિલ્હી-  દિલ્હીમાં બીજા દિવસે પણ આશરે ૨૪ રાજ્યોના ખેડૂતોએ કેન્દ્રની મોદી સરકારને ભીસમાં લીધી હતી. ટેકાના ભાવ, ખેડૂતોની વધી રહેલી આત્મહત્યાઓ, વધી ગયેલા દેવાને માફ કરવા જેવી અનેક માગો સાથે ખેડૂતોએ શુક્રવારે સંસદ તરફ કુચ કરી હતી. જોકે તેમને સંસદ સ્ટ્રીટ પર પહોંચે તે પહેલા જ રોકી લેવામાં આવ્યા હતા. છેલ્લા ત્રણ દિવસ અને રાતથી દિલ્હીમાં અતી ઠંડી વચ્ચે પણ જજુમેલા ખેડૂતોએ અંત સુધી લડત જારી રાખી હતી. ખેડૂતોને આગળ વધતા રોકવા માટે પાંચ હજારથી વધુ પોલીસને ખડકી દેવામાં આવી હતી.

શુક્રવારે સવારે ૧૦.૩૦ કલાકે ખેડૂતોએ સંસદ તરફ કુચ શરૃ કરી હતી, જેમાં આશરે ૪૦ હજારથી વધુ ખેડૂતો જોડાયા હતા. જોકે તેઓ સંસદ સ્ટ્રીટ સુધી પહોંચે તે પહેલા જ તેમને રોકી લેવામાં આવ્યા હતા. પોલીસે આ રેલીની અનુમતી જ નહોતી આપી, તેમ છતા ખેડૂતોએ હાર નહોતી માની અને પોતાની માગોને ઉઠાવી હતી.

આ રેલીમાં જોડાવવા ગુજરાત, મધ્ય પ્રદેશ, પંજાબ, તામિલનાડુ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, કેરળ, તેલંગાણા સહીત આશરે ૨૪ રાજ્યોના ખેડૂતો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા. આ પહેલા તામિલનાડુના ખેડૂતોએ ચીમકી આપી હતી કે જો અમને રેલી કરતા રોકવામાં આવ્યા તો અમે નગ્ન થઇને રેલી કાઢીશું. પોલીસે જે કાર્યવાહી કરવી હોય તો કરે અમને આ રેલી કાઢતા કોઇ નહીં રોકી શકે. જય જવાન જય કિસાનના જયઘોશ સાથે સમગ્ર દેશના ખેડૂતોએ કેન્દ્ર સરકારને ભીસમાં લીધી હતી.