Home » India » Delhi » ભારતના લોકો મને રાવણ સમજી મારી નાખશે : નિરવ મોદી

News timeline

Gandhinagar
45 mins ago

ત્રણ રાજ્યોના પરિણામો બાદ કોંગ્રેસ બેફામ નિવેદનો કરે છે: રૂપાણી

Bollywood
54 mins ago

‘મન્ટો’ ફિલ્મ પાકિસ્તાનમાં રિલીઝ નહી થાય

Gujarat
2 hours ago

ખેડૂતોને સિંચાઈ માટે જરૂરિયાત મુજબનું પાણી અપાશે: નીતિન પટેલ

Headline News
3 hours ago

નોઝોમી ઉપર જીત મેળવીને સિંધૂએ વર્લ્ડ ટુર તાજ જીત્યો

Ahmedabad
3 hours ago

ગુજરાતમાં કોલ્ડવેવ, ડીસામાં સૌથી ઓછુ 9.2 ડિગ્રી તાપમાન

Gujarat
4 hours ago

જસદણ બેઠકમાં છેલ્લી બે ચુંટણીમાં 5-6 ટકા મતોથી જ હારજીત

Entertainment
5 hours ago

ડાકોટા જોન્સન- ક્રિસ ર્માિટન એકબીજાના પ્રેમમાં

Gujarat
5 hours ago

અયોધ્યામાં રામમંદિર બનાવવા અધ્યાદેશ લાવો : હુકમચંદજી સાવલા

Breaking News
6 hours ago

ભગવાનનું પ્રગટીકરણ થયું એ અયોધ્યામાં મંદિર આવશ્યક – ગુરુવિન્દરસિંહ

India
6 hours ago

દિલીપકુમારના પત્ની સાયરા બાનોએ PM મોદી પાસે શેની મદદ માંગી?

World
6 hours ago

રોડ પર વહેવા લાગી ચોકલેટની નદી, બોલવવી પડી ફાયર બ્રિગેડ

Delhi
6 hours ago

પેટ્રલની કિંમત યથાવત અને ડિઝલ કિંમતમાં ઘટાડો થયો

ભારતના લોકો મને રાવણ સમજી મારી નાખશે : નિરવ મોદી

નિરવ મોદીને સુરક્ષાનો ખતરો હોય તો  ફરિયાદ કરવા સ્વતંત્ર છે : ઇડી

નવી દિલ્હી- કરોડો રૃપિયાનું કૌભાંડ આચરનારા નિરવ મોદીએ ભારતમાં આવવા મુદ્દે વીચીત્ર પ્રકારનો જવાબ આપ્યો છે. નિરવ મોદીના વકીલે જણાવ્યું હતું કે ભારતમાં મોબ લિન્ચિંગનું પ્રમાણ વધી ગયુ છે. આવી સ્થિતિમાં જો નિરવ મોદી ભારત આવે તો તેને મોબ લિન્ચિંગનો ખતરો છે માટે તેઓ હાલ ભારત આવવા માટે તૈયાર નથી.

જોકે આ હાસ્યાસ્પદ જવાબ અંગે બાદમાં કોર્ટમાં ઇડીના વકીલે પણ સવાલો ઉઠાવ્યા હતા અને જણાવ્યું હતું કે જો ખરેખર નિરવ મોદીને એમ લાગતુ હોય કે તેના જીવને જોખમ છે તો તેણે આ મામલે પોલીસને જાણ કરી એફઆઇઆર દાખલ કરાવી હોત પણ તેને ભારતમાં ખરેખર આવવું નથી તેથી આ પ્રકારના બહાના બનાવવામાં આવી રહ્યા છે.

ઇડીએ નિરવ મોદીને ભાગેડુ જાહેર કરવા માટે મની લોન્ડરિંગ રોકથામ કોર્ટ સમક્ષ અપીલ કરી હતી, જેનો નિરવ મોદીના વકીલે વિરોધ કર્યો હતો અને એવી દલીલ કરી હતી કે ઇડી સાથે આ મામલે તપાસમાં સાથ ન આપવાનું કારણ ભારતમાં વધી રહેલી મોબ લિન્ચિંગની ઘટનાઓ છે. જો નિરવ મોદી હાલની સ્થિતિમાં આવે તો તેમની હત્યા થઇ શકે છે કેમ કે તેમની ભારતમાં રાવણ જેવી છાપ બનાવી નાખવામાં આવી છે.

વકીલે દલીલ કરતા દાવો કર્યો હતો કે નિરવ મોદીનું ૫૦ ફુટનું એક વિશાળ પુતળુ બાળવામાં આવ્યું હતું. નિરવ મોદીનું મોબ લિન્ચિંગ થઇ જશે તેના મારી પાસે પુરાવા પણ છે. નિરવ મોદીની સરખામણી રાવણ સાથે થઇ રહી છે. સાથે એવી પણ દલીલ કરી હતી કે જ્યારે વિજય માલ્યાએ ભારત છોડયું ત્યારે તેના પર કરોડોની એનપીએ હતી જ્યારે નિરવ મોદી પર કોઇ જ પ્રકારની એનપીએ ભારત છોડયું તે પહેલા નહોતી.