નવી દિલ્હી : ભારત અને અમેરિકાની હવાઇ દળની ટુકડીઓ ઓપરેશ્નલ સંકલનમાં વધારો કરવાના હેતુ સાથે આવતી કાલથી પશ્ચિમ બગાળના કલાઇકુન્ડા અને પનાગઢમાં ૧૨ દિવસીય કવાયત શરૃ કરશે, એમ અધિકારીઓએ કહ્યું હતું.
ઇન્ડિયન એરફોર્સ અને યુએસ એરફોર્સ વચ્ચે દ્વીપક્ષીય ડ્રીલ શ્રેણીની આ ચોથી ‘એક્સ કોપ ઇન્ડિયા ૧૮’કવાયત હશે. પહેલી જ વાર એવું બનશે કે બંને દેશના હવાઇ દળ કવાયતમાં ભાગ લેશે.
આ કવાયતમાં ભાગ લેવા માટે અમેરિકાએ એફ-૧૫ સીડી અને સી-૧૩૦નો કાફલો મોકલ્યો હતો. જ્યારે ભારતીય હવાઇ દળ તરફથી સુ-૩૦એમકેઆઇ, જગુઆર, મિરાજ ૨૦૦૦, સી-૧૩૦ અને એરબોર્ન વાર્નિંગ એન્ડ કન્ટ્રોલ સીસ્ટમ(અવાક) વિમાનો ભાગ લેશે.
બંને દેશો વચ્ચે સંરક્ષણ અને સુરક્ષાના સબંધોને મજબૂત બનાવવાના હેતુ સાથે ભારત અને અમેરિકાના હવાઇ દળો તેમની વચ્ચેના સબંધોમાં વધારો કરી રહ્યા છે.ટ્રમ્પે ગયા વર્ષે કમાન્ડર ઇન ચીફ તરીકે રાષ્ટ્રજોગ કરેલા ટેલીવાઇઝ્ડ સંબોધનમાં ટ્રમ્પે કહ્યું હતું કે તેમણે દક્ષિણ એશિયાની એક મહત્ત્વની પોલીસી બનાવી હતી.
જૂન ૨૦૧૬માં અમેરિકાએ ભારતને ‘મેજર ડીફેન્સ પાર્ટનર’ બનાવ્યો હતો જેનો હેતુ સંરક્ષણ વેપારમાં વધારો કરવાનો અને ભારત સાથે ટેકનોલોજીકલ જ્ઞાાનની વહેંચણી કરવાનો હતો.
We are Social