Home » India » Delhi » સુષ્મા સ્વરાજ બાદ મોદી સરકારના વધુ એક મંત્રી 2019ની ચૂંટણી નહીં લડે

News timeline

India
1 day ago

મંદિર બહાર ભીખ માગતી મહિલાનુ શહિદોના પરિવારોને 6.61 લાખ રૂપિયાનુ દાન

World
1 day ago

અમે અવિરત ઉડતી રહે એવી મિસાઈલ બનાવી : રશિયા

World
1 day ago

અમેરિકામાં ભારતીય અમેરિકને પત્નીની હત્યા કર્યા પછી આત્મહત્યા કરતાં ચકચાર

World
1 day ago

ઈસ્લામિક સ્ટેટના આતંકવાદી સાથે કર્યા લગ્ન, ટોર્ચર ચેમ્બરમાં મનાવવી પડી સુહાગ રાત

Bollywood
1 day ago

ભારતીય સિને કલાકારો ૫ાકિસ્તાની કલાકારો સાથે કામ નહીં કરે

Bangalore
1 day ago

પુલવામા હુમલા બાદ પણ PM મોદી ફિલ્મ શૂટિંગમાં વ્યસ્ત હતાઃ કોંગ્રેસ

Canada
1 day ago

કયૂબેકમાં બાળકોને વધુ રીસેસ આપવાનું વચન સરકારે પૂરું કર્યું

Canada
1 day ago

બ્રિટિશ કોલંબિયામાં ભારે બરફ પડયોે : શાળા અને યુનિ.ને બંધ

Canada
1 day ago

એન્ટાર્ટિકા-ગ્રીનલેન્ડના બરફ ઓગળતાં કેનેડાના હવામાનને અસર થશે

Cricket
1 day ago

વર્લ્ડકપ ૧૦૦ દિવસ દૂર : યજમાન ઇંગ્લેન્ડને ચેમ્પિયન બનવાની આશા

Gujarat
1 day ago

સ્વાઈન ફલૂમાં મોત મામલે ગુજરાત દેશમાં બીજા નંબર પર, 24 કલાકમાં નવા 110 કેસ

Ahmedabad
1 day ago

આજથી STના 45,000 કર્મચારીઓ માસ સીએલ પર, 8,૦૦૦ બસના પૈડા થંભ્યા!

સુષ્મા સ્વરાજ બાદ મોદી સરકારના વધુ એક મંત્રી 2019ની ચૂંટણી નહીં લડે

નવી દિલ્હી :    મોદી સરકારના વિદેશ મંત્રી અને વરિષ્ઠ નેતા સુષ્મા સ્વરાજે 2019ની ચૂંટણી ના લડવાની જાહેરાત કર્યા બાદ ભાજપના વધુ એક મહિના તેના અને કેન્દ્રીય મંત્રીએ આ આગામી ચૂંટણી ના લડવાની જાહેરાત કરીને સૌકોઈને ચોંકાવી દીધા છે.

પોતાના નિવેદનોને લઈને હંમેશા ચર્ચામાં રહેતા કેન્દ્રીય મંત્રી ઉમા ભારતીએ ઓચિંતિ જાહેરાત કરી છે કે, તે હવે 2019નીએ લોકસભાની ચૂંટણી નહીં લડે. જોકે તેમને રાજકારણમાં યથાવત બની રહેશે તેમ પણ જણાવ્યું છે.

એક તરફ અયોધ્યાને લઈને રાજકારણ બરાબરનું ગરમાયું છે. ભાજપના વરિષ્ઠ નેતા ઉમા ભારતી હંમેશાથી અયોધ્યામાં રામ મંદિર અને ગંગા સફાઈના પક્ષધર રહ્યાં છે. પરંતુ ઉમા ભારતીએ અચાનક આગામી લોકસભાની ચૂટણી ના લડવાની જાહેરાત કરી દીધી છે.

ઉમા ભારતીએ જાહેરાત કરતા કહ્યું હતું કે, હું જીવુ ત્યાં સુધી રાજકારણ કરતી રહીશ. હું દોઢ વર્ષ રામ અને ગંગા માટે કામ કરતી રહીશ. હું દોઢ વર્ષ સુધીએ ગંગા અને રામ મંદિર પર ધ્યાન કેન્દ્રીત કરવા માંગુ છું. પાર્ટી પાસે મંજુરી માંગી 15 જાન્યુઆરીથી ગંગાનો પ્રવાસ ખેડીશ. જેને ધ્યાનમાં રાખીને જ મેં નિર્ણય લીધો છે કે આ વખતે 2019માં લોકસભાની ચૂંટણી નહીં લડું.

તેમણે આગળ ઉમેર્યું હતું કે, રામ મંદિર પર અધ્યાદેશ માટે સકારાત્મક વાતાવરણ ઉભું કરવું પડશ્હે. રામ મંદિર માટે કોઈ આંદોલનની જરૂર નથી. 2010માં જ નિર્ણય આવી ગયો છે કે, વચ્ચેનો ગુંબજ રામ લલ્લાનો છે. તમામ પાર્ટીઓએ આ મામલે એક થઈ પ્રયાસ કરવો જોઈએ. મને જ્યારે પણ આ મામલે કહેવામાં આવશે હું પ્રયાસ કરીશ. રામ મંદિરનો મુદ્દો દેશના સૌહાર્દ સાથે જોડાયેલો છે. માટે જેમ બને તેમ આ મામલાનું નિરાકરણ લાવવું જોઈએ.