Home » India » Delhi » બુંદલશહેરને કોણે ભડકાવ્યું? પોલીસ અડધી રાત્રે ત્રાટકી, 75 લોકો પર FIR

News timeline

Cricket
27 mins ago

ડોન બ્રેડમેન બાદ કોહલીની સૌથી ઝડપથી ૨૫ સદીઓ

Gandhinagar
2 hours ago

ત્રણ રાજ્યોના પરિણામો બાદ કોંગ્રેસ બેફામ નિવેદનો કરે છે: રૂપાણી

Bollywood
2 hours ago

‘મન્ટો’ ફિલ્મ પાકિસ્તાનમાં રિલીઝ નહી થાય

Gujarat
3 hours ago

ખેડૂતોને સિંચાઈ માટે જરૂરિયાત મુજબનું પાણી અપાશે: નીતિન પટેલ

Headline News
4 hours ago

નોઝોમી ઉપર જીત મેળવીને સિંધૂએ વર્લ્ડ ટુર તાજ જીત્યો

Ahmedabad
5 hours ago

ગુજરાતમાં કોલ્ડવેવ, ડીસામાં સૌથી ઓછુ 9.2 ડિગ્રી તાપમાન

Gujarat
6 hours ago

જસદણ બેઠકમાં છેલ્લી બે ચુંટણીમાં 5-6 ટકા મતોથી જ હારજીત

Entertainment
6 hours ago

ડાકોટા જોન્સન- ક્રિસ ર્માિટન એકબીજાના પ્રેમમાં

Gujarat
7 hours ago

અયોધ્યામાં રામમંદિર બનાવવા અધ્યાદેશ લાવો : હુકમચંદજી સાવલા

Breaking News
7 hours ago

ભગવાનનું પ્રગટીકરણ થયું એ અયોધ્યામાં મંદિર આવશ્યક – ગુરુવિન્દરસિંહ

India
8 hours ago

દિલીપકુમારના પત્ની સાયરા બાનોએ PM મોદી પાસે શેની મદદ માંગી?

World
8 hours ago

રોડ પર વહેવા લાગી ચોકલેટની નદી, બોલવવી પડી ફાયર બ્રિગેડ

બુંદલશહેરને કોણે ભડકાવ્યું? પોલીસ અડધી રાત્રે ત્રાટકી, 75 લોકો પર FIR

બુંદલશહેર : પશ્ચિમ ઉત્તર પ્રદેશના બુંદલશહેરમાં નજીવી વાતને લઈને ભડકેલી હિંસાની તપાસ પોલીસે આરંભી દીધી છે. ભીડની આ હિંસામાં એક પોલીસ અધિકારી અને એક સામાન્ય નાગરિકનું મોત નિપજ્યું હતું. પોલીસે રાતભર મહાવ અને ચિંગરાવઠી ગામમાં છાપામારી કરી હતી.

પોલીસે સ્યાનામાંથી 3 લોકોની ધરપકડ કરી છે, જેમની પુછપરછ ચાલી રહી છે. જ્યારે 4 લોકોને અટકાયતમાં લેવામાં આવ્યા છે. પોલીસે પ્રત્યક્ષદર્શીએઓ અને સામે આવેલા વીડિયો અને ફોટાઓના આધારે આ કાર્યવાહી કરી હતી. મહાવ અને ચિંગરાવઠી બંને એક જ ઘટનાસ્થલ નજીકના ગામ છે. કહેવામાં આવે છે કે જે 400 થી 500 લોકોનું ટોળું આવ્યું હતું તે આ બંને ગામોમાંથી જ આવ્યું હતું.

તેવી જ રીતે અત્યાર સુધીમાં આ કેસમાં 75 લોકો પર કેસ નોંધવામાં આવ્યો છે. 25 લોકોના નામ નોંધવામાં આવ્યા છે. પોલીસની કુલ 6 ટીમોએ 22 જગ્યાએ દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી.

બુલંદશહેરમાં થયેલી હિંસા પર સ્થાનિક સાંસદ ભોલા સિંહે કહ્યું હતું કે, સોમવારે ગાય કાપી હોવાના કેટલાક અવશેષો મળી આવ્યા હતાં, જેના કારણે લોકોમાં ભારે ગુસ્સો હતો. જેના કારણે જ લોકો એકત્રીત થયા અને પોલીસે લાઠીચાર્જ કર્યો.

સાંસદે ઉમેર્યું હતું કે, લાઠીચાર્જ દરમિયાન ગોળીબાર થયો અને એક યુવક તેમાં માર્યો ગયો અને એક પોલીસકર્મી પણ ઘાયલ થયો છે. આ મામલે એસઆઈટીની રચના કરવામાં આવી છે, અહેવાલ સામે આવ્યા બાદ તમામ પાસાઓનો ખુલાસો થશે.