લખનૌ : ભાજપના બહેરાઈચના સાંસદ સાવિત્રી ફુલેએ ફરી એક વખત વિવાદાસ્પદ નિવેદન આપીને ભાજપ માટે શરમજનક સ્થિતિ ઉભી કરી છે.
સાવિત્રી ફુલેએ કહ્યુ છે કે હનુમાનજી મનુવાદી લોકોના ગુલામ હતા.જો તેઓ દલિત નહોતા તો તેમને માણસ કેમ ના બનાવાયા, કેમ વાનર તરીકે દર્શાવાયા …તેનુ કારણ એ કે તે દલિત હતા.આ બધુ ભગવાન રામે કર્યુ હતુ.હનુમાનજી દલિત હતા એટલે તેમને અપમાનિત કરાયા હતા.દલિતોને માણસ સમજવામાં આવતા નહોતા.
સાવિત્રી ફુલેએ કહ્યુ હતુ કે અયોધ્યામાં મંદિર બનવાથી માત્ર બ્રાહ્મણોને લાભ મળશે.જેમની સંખ્યા દેશમાં માત્ર ત્રણ ટકા છે.જો ભગવાન રામમાં શક્તિ હોત તો અયોધ્યામાં ક્યારનુય રામ મંદિર બની ગયુ હોત.
We are Social