Home » India » Delhi » મોદી ભારત માતા કી જયનાં નારા લગાવીને અનિલ અંબાણી માટે કામ કરે છે : રાહુલ

News timeline

Bollywood
59 mins ago

પુલવામાના શહીદો માટે અક્ષય કુમાર પાંચ કરોડનું દાન કરશે

Entertainment
3 hours ago

કમલ હાસને પીઓકેને આઝાદ કાશ્મીર ગણાવ્યું, લોકમત લેવાની માગ કરી

Canada
3 hours ago

કેનેડાના પત્રકાર જો સ્લેસિન્જરનું ૯૦ વર્ષની વયે અવસાન

Cricket
5 hours ago

મહંમદ શમી પુલવામા હૂમલાના શહીદોની મદદ માટે આગળ આવ્યો

Bollywood
7 hours ago

નવાજુદ્દીન સાથે શ્રદ્ધા નહીં સોનાક્ષી ચમકશે

Gandhinagar
8 hours ago

ગુજરાત સરકાર ચાર મહિનામાં 63,939 કરોડ વાપરશે: નીતિન પટેલ

Cricket
9 hours ago

ક્રિસ ગેલે કરી નિવૃત્તિની જાહેરાત

Gandhinagar
9 hours ago

હુમલાની ભીતિ વચ્ચે ગુજરાતના યાત્રાધામોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત

Bollywood
11 hours ago

ટ્રોલ બાદથી પ્રતિક બબ્બરે ઇન્ટીમેટ ફોટાઓ દુર કર્યા

Gandhinagar
11 hours ago

અમદાવાદીઓ મેટ્રો ટ્રેનમાં સફર કરી શકશે : 4થી માર્ચે વડાપ્રધાન મોદી કરશે ઉદ્ઘાટન

World
12 hours ago

ભારતની ચેતવણીથી પાક ફફડયું : ચર્ચા માટે તૈયાર

India
12 hours ago

ત્રાસવાદને સમર્થન આપનાર બધા કાશ્મીરી યુવાનો સામે લાલઆંખ

મોદી ભારત માતા કી જયનાં નારા લગાવીને અનિલ અંબાણી માટે કામ કરે છે : રાહુલ

અલવર : રાજસ્થાનાં અલવરનાં મલખેડા ખાતે સભાને સંબોધતા રાહુલ ગાંધીએ પીએમ મોદી પર ચાબખાં વિંઝયા હતા. રાહુલે આક્ષેપ કર્યો કે દેશનાં ૧૦- ૧૫ અબજોપતિને કારણે મોદી દેશનાં વડા પ્રધાન બની શક્યા છે. દેશનાં ધનિકોએે મોદીનાં પ્રચાર માટે કરોડોનું રોકાણ કર્યું છે અને માર્કેટિંગ માટે કરોડોનો ખર્ચ કર્યો છે અને મોદીને પીએમ બનાવ્યા છે હવે મોદી તેમનું ઋણ ચૂકવી રહ્યા છે.

મોદીએ રાજસ્થાનનાં યુવકા સાથે દગો કર્યો છે. પીએમ બન્યા પછી તેઓ કોઈ અન્યની ચોકીદારી કરી રહ્યા છે. પીએમ દરેક રેલીમાં ભારત માતા કી જયનાં નારા લગાવે છે પણ તેમણે લલિત મોદી કી જય, નીરવ મોદી કી જય અને અનિલ અંબાણી કી જય એવા નારા લગાવવા જોઈએ. જો તમે ભારત માતા કી જયનો નારો લગાવતા હો તો દેશનાં ખેડૂતોને કેમ ભૂલી શકો? મોદી ભારત માતા કી જયનો નારો લગાવીને અનિલ અંબાણી માટે કામ કરે છે. નોટબંધીનાં થોડા દિવસ પછી જ નીરવ મોદી દેશમાંથી રૂ. ૧૩,૮૦૦ કરોડ ચાંઉ કરીને વિદેશ ભાગી ગયો હતો. વિજય માલ્યા વિદેશ ભાગતા પહેલાં નાણાપ્રધાન જેટલીને મળ્યો હતો. તેને જવા દીધો. દેશને લૂંટીને અબજાપતિઓ વિદેશ ભાગી ગયા.

રાહુલે કહ્યું કે મોદીએ લોકો માટે અને દેશ માટે ચોકીદારી કરવાનું વચન આપ્યું હતું પણ તેઓ અનિલ અંબાણીની ચોકીદારી કરી રહ્યા છે. પહેલા અચ્છે દિન આયેંગેનો નારો લગાવવામાં આવતો હતો હવે નવા નારો લગાવાય છે. એમ કહીને રાહુલ ચોકીદાર… એવું બોલ્યા ત્યારે લોકોએ ચોર હૈ… એવો નારો લગાવ્યો હતો.

રાહુલે કહ્યું કે, મોદીએ એરફોર્સનાં પૈસા ચોરીને અનિલ અંબાણીનાં ખિસ્સામાં નાખ્યા છે. વીમાનાં રૂ. ૪૫,૦૦૦ કરોડમાંથી રૂ. ૧૬,૦૦૦ કરોડ ધનિકોને આપ્યા છે. આ વીમા યોજના નહીં પણ અનિલ અંબાણી યોજના છે.

રાહુલે સભામાંથી રૂપસિંહ નામનાં એક યુવકને ઊભો કરીને તેને પૂછયું હતું કે શું મોદીએ તમને નોકરી આપી? રાજસ્થાનમાં આવા રૂપસિંહ જેવા લાખો બેકારો છે જેમના હિસ્સાનાં પૈસા મોદીએ નીરવ મોદી અને મેહુલ ચોક્સીને આપ્યા છે.