Home » India » Delhi » બુલંદશહર હિંસા : બજરંગ દળની સંડોવણી, ૪ની ધરપકડ

News timeline

Bollywood
25 mins ago

પુલવામાના શહીદો માટે અક્ષય કુમાર પાંચ કરોડનું દાન કરશે

Entertainment
2 hours ago

કમલ હાસને પીઓકેને આઝાદ કાશ્મીર ગણાવ્યું, લોકમત લેવાની માગ કરી

Canada
3 hours ago

કેનેડાના પત્રકાર જો સ્લેસિન્જરનું ૯૦ વર્ષની વયે અવસાન

Cricket
4 hours ago

મહંમદ શમી પુલવામા હૂમલાના શહીદોની મદદ માટે આગળ આવ્યો

Bollywood
7 hours ago

નવાજુદ્દીન સાથે શ્રદ્ધા નહીં સોનાક્ષી ચમકશે

Gandhinagar
8 hours ago

ગુજરાત સરકાર ચાર મહિનામાં 63,939 કરોડ વાપરશે: નીતિન પટેલ

Cricket
9 hours ago

ક્રિસ ગેલે કરી નિવૃત્તિની જાહેરાત

Gandhinagar
9 hours ago

હુમલાની ભીતિ વચ્ચે ગુજરાતના યાત્રાધામોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત

Bollywood
11 hours ago

ટ્રોલ બાદથી પ્રતિક બબ્બરે ઇન્ટીમેટ ફોટાઓ દુર કર્યા

Gandhinagar
11 hours ago

અમદાવાદીઓ મેટ્રો ટ્રેનમાં સફર કરી શકશે : 4થી માર્ચે વડાપ્રધાન મોદી કરશે ઉદ્ઘાટન

World
11 hours ago

ભારતની ચેતવણીથી પાક ફફડયું : ચર્ચા માટે તૈયાર

India
11 hours ago

ત્રાસવાદને સમર્થન આપનાર બધા કાશ્મીરી યુવાનો સામે લાલઆંખ

બુલંદશહર હિંસા : બજરંગ દળની સંડોવણી, ૪ની ધરપકડ

લખનઉ : ઉત્તર પ્રદેશના બુલંદશહરના મહાવ ગામ ખાતે ગૌહત્યાના અહેવાલોના પગલે હિંસક ટોળાં દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટર સુબોધકુમાર સિંહની હત્યા અને પોલીસ ગોળીબારમાં સુમિત નામના નાગરિકનાં મોત તથા ગૌહત્યા માટે પોલીસે બે એફઆઇઆર નોંધી આરએસએસ સાથે સંકળાયેલા સંગઠનોના  ચમન, દેવેન્દ્ર, આશિષ ચૌહાણ અને સતીષનો સમાવેશ થાય છે. તે ઉપરાંત અન્ય પાંચની પૂછપરછ માટે અટકાયત કરાઇ છે. આ કેસમાં મુખ્ય આરોપી એવા બજરંગ દળના બુલંદશહર  જિલ્લા સંયોજક યોગેશ રાજ સહિત ૮૭  સામે એફઆઇઆર નોંધાઇ છે. પોલીસે ફરાર યોગેશ રાજને ઝડપી લેવા ૬ ટીમ બનાવી છે. આ ઉપરાંત રાજ્ય સરકારે ગૌહત્યા અને ઇન્સ્પેક્ટરની હત્યા એમ બે બનાવની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરી છે. પોલીસે યોગેશ રાજની ફરિયાદના આધારે ગૌહત્યાના આરોપસર સાત મુસ્લિમો સામે પણ એફઆઇઆર નોંધી છે.

ટોળાં દ્વારા આચરાયેલી હિંસાની એફઆઇઆરમાં ૨૭ વ્યક્તિનો નામજોગ ઉલ્લેખ કરાયો છે જ્યારે ૫૦-૬૦ અજાણી વ્યક્તિઓ સામે કેસ નોંધાયો છે. તેમાંના કેટલાક બજરંગ દળના કાર્યકરો હોવાનું મનાય છે. આ કેસમાં આરોપી નંબર વન મનાતો યોગેશ રાજ બજરંગ દળનો બુલંદશહર જિલ્લા સંયોજક છે. સ્યાન પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર સુભાષ ચંદ્રની ફરિયાદના આધારે નોંધાયેલી એફઆઇઆરમાં મહાવ ગામના પૂર્વ સરપંચ, ભાજપ યુવા મોરચાના બુલંદશહરના પ્રમુખ શિખર અગરવાલ, વિહિપ નેતા ઉપેન્દ્ર રાઘવના નામ પણ એફઆઇઆરમાં છે.

જોકે, એફઆઇઆરમાં હિંદુવાદી સંગઠનોના નેતાઓના સંગઠનોનો ઉલ્લેખ કરાયો નથી. એડીજીપી આનંદકુમારે જણાવ્યું હતું કે, આ કેસમાં કોઇ સંગઠન સંકળાયેલું હોવાની કોઇ માહિતી નથી. કોઇ સંગઠનના નામનો ઉલ્લેખ કરવો યોગ્ય નથી.