Home » Headline News » રાજસ્થાન ચૂંટણીમાં ઝંપલાવનારા 2188 પૈકી 597 કરોડપતિ, 320 ઉમેદવારો દાગી

News timeline

India
1 day ago

મંદિર બહાર ભીખ માગતી મહિલાનુ શહિદોના પરિવારોને 6.61 લાખ રૂપિયાનુ દાન

World
1 day ago

અમે અવિરત ઉડતી રહે એવી મિસાઈલ બનાવી : રશિયા

World
1 day ago

અમેરિકામાં ભારતીય અમેરિકને પત્નીની હત્યા કર્યા પછી આત્મહત્યા કરતાં ચકચાર

World
1 day ago

ઈસ્લામિક સ્ટેટના આતંકવાદી સાથે કર્યા લગ્ન, ટોર્ચર ચેમ્બરમાં મનાવવી પડી સુહાગ રાત

Bollywood
1 day ago

ભારતીય સિને કલાકારો ૫ાકિસ્તાની કલાકારો સાથે કામ નહીં કરે

Bangalore
1 day ago

પુલવામા હુમલા બાદ પણ PM મોદી ફિલ્મ શૂટિંગમાં વ્યસ્ત હતાઃ કોંગ્રેસ

Canada
1 day ago

કયૂબેકમાં બાળકોને વધુ રીસેસ આપવાનું વચન સરકારે પૂરું કર્યું

Canada
1 day ago

બ્રિટિશ કોલંબિયામાં ભારે બરફ પડયોે : શાળા અને યુનિ.ને બંધ

Canada
1 day ago

એન્ટાર્ટિકા-ગ્રીનલેન્ડના બરફ ઓગળતાં કેનેડાના હવામાનને અસર થશે

Cricket
1 day ago

વર્લ્ડકપ ૧૦૦ દિવસ દૂર : યજમાન ઇંગ્લેન્ડને ચેમ્પિયન બનવાની આશા

Gujarat
1 day ago

સ્વાઈન ફલૂમાં મોત મામલે ગુજરાત દેશમાં બીજા નંબર પર, 24 કલાકમાં નવા 110 કેસ

Ahmedabad
1 day ago

આજથી STના 45,000 કર્મચારીઓ માસ સીએલ પર, 8,૦૦૦ બસના પૈડા થંભ્યા!

રાજસ્થાન ચૂંટણીમાં ઝંપલાવનારા 2188 પૈકી 597 કરોડપતિ, 320 ઉમેદવારો દાગી

નવી દિલ્હી  : રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી માટે મેદાનમાં ઉતરેલા 2188 ઉમેદવારો પૈકી 320 ઉમેદવારો પર ભૂતકાળમાં પોલીસ કેસ થયેલા છે અને 597 ઉમેદવારો કરોડપતિ છે.

એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ દ્વારા જાહેર કરાયેલા આંકડા પ્રમાણે 2013 કરતા આ વખતે દાગી ઉમેદવારોની સંખ્યા વધારે છે. 4 ઉમેદવારો પર હત્યા, 25 ઉમેદવારો પર હત્યાના પ્રયાસ, 11 ઉમેદવારો પર અપહરણના કેસ થયેલા છે. જ્યારે 16 ઉમેદવારો સામે મહિલાઓ સામેના અપરાધના મામલા નોંધાયેલા છે.

દાગી  ઉમેદવારો ઉતારવામાં કોંગ્રેસ ભાજપ કરતા આગળ છે.કોંગ્રેસના 193 પૈકી 43 ઉમેદવારો ગુનાઈત ભૂતકાળ ધરાવે છે તો ભાજપા 33 ઉમેદવારો ગુનાઈત ભૂતકાળ અ્ને આમ આદમી પાર્ટીના 26 ઉમેદવારો ગુનાઈત ભૂતકાળ ધરાવે છે.

આર્થિક સ્થિતિની વાત કરવામાં આવે તો 179 ઉમેદવારો પાસે પાંચ કરોડથી વધારે, 212 ઉમેદવારો પાસે 2 થી પાંચ કરોડની વચ્ચે સંપત્તિ છે. જ્યારે 50 લાખથી એક કરોડની સંપત્તિ ધરાવતા ઉમેદવારોની સંખ્યા 447 છે.

જમીનદારા પાર્ટીની કામીની જિંદલ સૌથી ધનિક ઉમેદવાર છે. જેમની પાસે 287 કરોડની સંપત્તિ છે.172 કરોડની સંપત્તિ સાથે કોંગી ઉમેદવાર પરસરામ મોરદિયા બીજા ક્રમે છે.જ્યારે ભાજપના  ઉમેદવાર પ્રેમ સિંહ બાજોર 142 કરોડની પ્રોપર્ટી સાથે ત્રીજા નંબરના ધનિક ઉમેદવાર છે.

47 ટકા ઉમેદવારો 5 થી 12 ધોરણ વચ્ચે અને 949 ઉમેદવારો ગ્રેજ્યુએટ અથવા તેથી વધારે ભણેલા છે.161 ઉમેદવારો માત્ર સાક્ષર છે.જયારે 12 ઉમેદવારો સાવ અભણ છે.