Home » India » Delhi » મોદી સરકારના મંત્રી રામદાસ આઠવલેને યુવકે કાર્યક્રમમાં મારી થપ્પડ

News timeline

Breaking News
4 mins ago

કોંગ્રેસના ગઢમાં ગાબડું – રાજુલા તાલુકા પંચાયત આંચકી લેતો ભાજપ

India
43 mins ago

દેશનું બીજુ ડિફેન્સ ‘ઇનોવેટિવ હબ’ નાશિકમાં ઉભુ કરાશે

Bhuj
1 hour ago

ઘુમલીના આશાપુરા મંદિરે પોરબંદરના પૂજારીની ઘાતકી હત્યા

Bollywood
1 hour ago

અદિતી રાવ તમિળ-તેલુગુ ફિલ્મને લઇ આશાવાદી

Breaking News
2 hours ago

ગુજરાતમાં 15000 કરોડનુ રોકાણ કરીશું: કુમાર મંગલમ બિરલા

Breaking News
3 hours ago

વાયબ્રન્ટ ગુજરાત હવે ગ્લોબલ પ્લેટફોર્મ બની છે: મુખ્ય પ્રધાન

Cricket
3 hours ago

કોઇપણ સ્થાન પર બેટિંગ કરવા માટે તૈયાર : ધોની

Gandhinagar
4 hours ago

દહેગામ કોલ્ડ સ્ટોરેજમાં એમોનિયા ગેસનું સિલિન્ડર ફાટતા ચારનાં મોત

Ahmedabad
5 hours ago

ગુજરાત કોંગ્રેસમાં નેતાઓ વચ્ચે ડખાં હજુ શમ્યા નથી

Bollywood
6 hours ago

ઇલિયાના હિન્દીમાં ફ્લોપ સાઉથમાં સુપરહિટ

Ahmedabad
6 hours ago

ગુજરાતમા ખાનગી યુનિ.ઓ વધશેઃ વાઈબ્રન્ટ સમિટ અતર્ગત ૨૦થી વધુ એમઓયુ

Cricket
6 hours ago

ભારતની સિદ્ધિ : ઓસ્ટ્રેલિયામાં પ્રથમ દ્વિપક્ષીય વનડે શ્રેણી જીતી

મોદી સરકારના મંત્રી રામદાસ આઠવલેને યુવકે કાર્યક્રમમાં મારી થપ્પડ

મુંબઈ : મોદી સરકારના મંત્રી અને મહારાષ્ટ્રમાં રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ તેમજ કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેને જાહેરમાં જ પાર્ટીના કાર્યકરે થપ્પડ મારી દેતા સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા.

એ પછી આઠવલેના સમર્થકોએ થપ્પડ મારનાર યુવકની ધોલાઈ કરી હતી.આ યુવકનુનામ પ્રવીણ ગોસાવી છે.શનિવારે રાતે આઠવલે થાણેના અંબરનાથમાં એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે ગયા હતા.તેઓ મંચ પરથી નીચે ઉતરી રહ્યા હતા ત્યારે તેમના પર હુમલો થયો હતો.

એ પછી ભાગી રહેલા યુવકને સમર્થકોએ પકડીને ફટકાર્યો હતો.જેનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.પોલીસનુ કહેવુ છે કે હજી સુધી હુમલા પાછળનુ કારણ જાણવા મળ્યુ નથી.

ઉલ્લેખનીય છે કે મરાઠા સમાજને મળેલી અનામત કોર્ટમાં નહી ટકી શકે તેવુ નિવેદન આઠવલેએ આપ્યુ હતુ, રાજ્ય સરકારે આપેલી અનામત કાનૂની નથી તેવુ પણ તેમણે કહ્યુ હતુ.આ સંદર્ભમાં તેમના પર હુમલો થયો હોવાની પણ અટકળો થઈ રહી છે.

આઠવલે પર સુરતમાં પણ એક કાર્યક્રમ દરમિયાન કાળુ કપડુ ફેંકવામાં આવ્યુ હતુ.

દરમ્યાન થપ્પડ કાંડ પર આઠવલેએ કહ્યુ હતુ કે આ હુમલાનુ કાવતરુ પહેલેથી ઘડાયુ હતુ.જેના માસ્ટરમાઈન્ડને પકડવામાં આવે.ઘટનાના વિરોધમાં બંધનુ એલાન પણ અપાયુ છે.