Home » India » Delhi » સીટ નીચે 86 લાખનું સોનુ છૂપાવીને લાવી રહેલાં વિમાની પ્રવાસીની ધરપકડ

News timeline

India
25 mins ago

દેશનું બીજુ ડિફેન્સ ‘ઇનોવેટિવ હબ’ નાશિકમાં ઉભુ કરાશે

Bhuj
48 mins ago

ઘુમલીના આશાપુરા મંદિરે પોરબંદરના પૂજારીની ઘાતકી હત્યા

Bollywood
53 mins ago

અદિતી રાવ તમિળ-તેલુગુ ફિલ્મને લઇ આશાવાદી

Breaking News
2 hours ago

ગુજરાતમાં 15000 કરોડનુ રોકાણ કરીશું: કુમાર મંગલમ બિરલા

Breaking News
3 hours ago

વાયબ્રન્ટ ગુજરાત હવે ગ્લોબલ પ્લેટફોર્મ બની છે: મુખ્ય પ્રધાન

Cricket
3 hours ago

કોઇપણ સ્થાન પર બેટિંગ કરવા માટે તૈયાર : ધોની

Gandhinagar
4 hours ago

દહેગામ કોલ્ડ સ્ટોરેજમાં એમોનિયા ગેસનું સિલિન્ડર ફાટતા ચારનાં મોત

Ahmedabad
5 hours ago

ગુજરાત કોંગ્રેસમાં નેતાઓ વચ્ચે ડખાં હજુ શમ્યા નથી

Bollywood
5 hours ago

ઇલિયાના હિન્દીમાં ફ્લોપ સાઉથમાં સુપરહિટ

Ahmedabad
6 hours ago

ગુજરાતમા ખાનગી યુનિ.ઓ વધશેઃ વાઈબ્રન્ટ સમિટ અતર્ગત ૨૦થી વધુ એમઓયુ

Cricket
6 hours ago

ભારતની સિદ્ધિ : ઓસ્ટ્રેલિયામાં પ્રથમ દ્વિપક્ષીય વનડે શ્રેણી જીતી

Astrology
6 hours ago

આપનો આજનો દિવસ

સીટ નીચે 86 લાખનું સોનુ છૂપાવીને લાવી રહેલાં વિમાની પ્રવાસીની ધરપકડ

મુંબઇ : ફલાઇટમાં સીટ નીચે ૮૫.૫૯ લાખ રૃપિયાનુ સોનુ સીટ નીચે રાખવાના આરોપમાં રવિવારે એર ઇન્ટેલિજન્સ યુનિટ(એઆઈયુ)એ  સીએસએમઆઈએ(છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ)પર પ્રવાસીની ધરપકડ કરી હતી.

આરોપી દુબઈથી મુંબઈ આવ્યો હતો અને તેની સાથે ફક્ત સોનુ મોકલાવાયુ હતું. પરંતુ આરોપીને દિલ્હીના વેપારીએ સીટ નીચે ે સોનુ રાખવાની તાલીમ આપી હોવાનું અધિકારીઓનુ માનવુ છે. જેથી તે પછી લઈને જઈ શકાય.

પચ્ચીસ વર્ષની આસપાસ ઉંમર ધરાવતાં નવીનની વર્ણતૂક શંકાસ્પદ લાગતાં  અધિકારીઓએ તેનો પીછો કર્યો હતો. ત્યારબાદ તેને એરપોર્ટના પરિસરમાં અટકાવવામાં આવ્યો હતો. વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે નવીનની પૂછપરછ કરાઈ હતી ત્યારે તેને દુબઈ જવાનું કારણ પૂછવામાંઅ આવ્યું હતુ અને અન્ય માહિતી મેળવી હતી.

પ્રવાસીએ ઉડાઉ જવાબ આપ્યા હતા. ત્યારબાદ તેણે સોનુ સીટ નીચે છૂપાવ્યું હોવાની વાત કહી હતી. અધિકારીઓ તાત્કાલિક એરક્રાફટમાં ગયા હતા અને એક એક કિલોની ત્રણ ઇંટ આરોપીની સીટ નીચેથી મળી આવી હતી.

અધિકારીએ જણાવ્યું હતું કે નવીન મૂળ હરિયાણાનો છે અને તેણે સોનાની ઇંટોને જાડી સેલોટેપ વડે ચીપકાવી હતી, જે આસાનીથી નીકળી શકે એમ નહોતી. એરક્રાફટમાંથી સોનુ લેવા કોઈ આવવાનું હતુ કે એની તપાસ એઆઈયુ કરી રહી છે.