Home » India » Delhi » મધ્ય પ્રદેશમાં કમલનાથ પર કળશ, રાજસ્થાન પર સસ્પેન્સ યથાવત્

News timeline

Cricket
8 hours ago

એકલા પરેરાએ દ.આફ્રિકા પાસેથી જીતનો કોળિયો આંચકી લીધો

Gujarat
9 hours ago

ઊંઝા APMCમાંથી ભાજપના નારણ પટેલનું પત્તુ કાપી નખાયુ

Gujarat
10 hours ago

સુરતનું સ્વપ્ન ઇન્ટરનેશનલ ફ્લાઇટનું સાકાર: શારજાહ ફ્લાઇટ શરૂ

Gujarat
12 hours ago

આતંકવાદીઓને પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે ઃ સુમિત્રા મહાજન

Gujarat
12 hours ago

જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં બે શાર્પ શુટરો સાપુતારાથી પકડાયા

Bollywood
12 hours ago

અમિતાભ બચ્ચન દરેક શહીદ સૈનિકના પરિવારને ૫-૫ લાખ રૃપિયા દાન આપશે

Ahmedabad
13 hours ago

નવજોતસિંહ સિદ્ધુના આ વિવાદાસ્પદ નિવેદન બાદ લોકોમાં રોષ

Sports
14 hours ago

સાઇના નેહવાલ ફરી નેશનલ ચેમ્પિયન

Breaking News
15 hours ago

ગુજરાતની બનાસકાંઠા સરહદેથી પાક. ઘૂસણખોર પકડાયો

Entertainment
16 hours ago

પુલવામા શહીદના અંતિમ સંસ્કારમાં સિધ્ધુ હાજર ન રહેતા ફરી વિવાદ

Ahmedabad
16 hours ago

નરોડામાં અનૈતિક સંબંધોની શંકા રાખી પરિણીતાની હત્યા

India
17 hours ago

પુલવામા અટેક : સાત શકમંદને ઉઠાવાયા, વ્યાપક દરોડાનો દોર

મધ્ય પ્રદેશમાં કમલનાથ પર કળશ, રાજસ્થાન પર સસ્પેન્સ યથાવત્

 નવી દિલ્હી : કોંગ્રેસમાં સીએમપદ માટે સિનિયર અને જુનિયર વચ્ચેનું દંગલ ગુરુવારે ચરમસીમા પર પહોંચ્યું હતું. રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં મુખ્યમંત્રીપદ માટે શિંગડાં ભેરવી રહેલા અશોક ગેહલોત, સચિન પાઇલટ, કમલનાથ અને જ્યોતિરાદિત્ય સિંધિયાએ હાઇકમાન્ડ સમક્ષ મુખ્યમંત્રીપદથી ઓછું કશું ન ખપે તેવી જીદને કારણે ગુરુવાર સવારથી જ દિલ્હીમાં કોંગ્રેસપ્રમુખ રાહુલ ગાંધીનાં નિવાસસ્થાને મેરેથોન બેઠકોનો દોર ચાલુ રહ્યો હતો.

રાજસ્થાનનું કોકડું ઉકેલવા કોંગ્રેસપ્રમુખ રાહુલ ગાંધીએ સીએમપદના બે મુખ્ય દાવેદારો અશોક ગેહલોત અને સચિન પાઇલટ સાથે અલગ અલગ બેઠકો કરી હતી. રાહુલ ગાંધીએ હાઇકમાન્ડ દ્વારાs રાજસ્થાન મોકલાયેલા કેન્દ્રીય નિરીક્ષક કે. સી. વેણુગોપાલ અને રાજસ્થાનના પ્રભારી અવિનાશ પાંડે પાસેથી પણ માહિતી મેળવી હતી. મધ્ય પ્રદેશમાં પણ સર્જાયેલી સમાન સ્થિતિનો ઉકેલ લાવવા રાહુલ ગાંધીએ કમલનાથ અને જ્યોતિરાદિત્ય સિંધિયા સાથે અલગ અલગ મુલાકાત કરી હતી. કોંગ્રેસપ્રમુખે મધ્ય પ્રદેશ મોકલાયેલા કેન્દ્રીય નિરીક્ષક એ. કે. એન્ટોની પાસેથી પણ રિપોર્ટ લીધો હતો.

કોકડું ઉકેલવામાં રાહુલને નિષ્ફળતા મળતાં યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીને હસ્તક્ષેપ કરવાની ફરજ પડી હતી. ગુરુવારે સવારે સોનિયા ગાંધીને ત્રણ રાજ્યોના મુખ્યમંત્રીની પસંદગી વિશે સવાલ કરાયો ત્યારે સોનિયા ગાંધીએ જવાબ આપ્યો હતો કે, રાહુલને પૂછો, પરંતુ બપોર બાદ પરિસ્થિતિનો કોઈ ઉકેલ ન આવતાં સોનિયા ગાંધી રાહુલ ગાંધીનાં નિવાસસ્થાને પહોંચ્યાં હતાં. તેમની સાથે પ્રિયંકા ગાંધી પણ જોડાયાં હતાં.

મોડી રાત્રે મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રીપદનો કળશ કમલનાથ પર ઢોળવામાં આવ્યોs છે. મધ્યપ્રદેશની સીએમ તરીકે કમલનાથ ૧૫મી ડિસેમ્બરે શપથ ગ્રહણ કરે તેવી સંભાવના છે. બીજીતરફ સચિન પાઇલટ જિદ પર અડી રહેતા રાજસ્થાનની સ્થિતિ પર સસ્પેન્સ અકબંધ રહ્યું હતું. છત્તીસગઢ પર શુક્રવારે નિર્ણય લેવાશે.