Home » India » Delhi » મોદીને રાહત : રાફેલ ડિલમાં કોઇ અનિયમિતતા થયાની સુપ્રીમની ના

News timeline

Bollywood
5 hours ago

ઇન્ડિયન-૨માં અક્ષય અને કમલ હાસન નજરે પડશે

India
5 hours ago

મોદી સરકારની એક્સપાયરી ડેટ પુરી થઇ, બદલી નાખો : વિપક્ષના શક્તિ પ્રદર્શનમાં મમતાનો હુંકાર

Ahmedabad
5 hours ago

દેશના અર્થતંત્રને પાંચ લાખ કરોડ ડોલરનું બનાવવાનો લક્ષ્યાંક

Ahmedabad
7 hours ago

સુરેન્દ્રનગરમાં ૨૯૦૦ કરોડના ખર્ચે સોલાર પ્લાન્ટ નાખવાના MOU

Bollywood
7 hours ago

ભારત અને પાકિસ્તાનના સંબંધ તંગ રહેતા માહિરા પરેશાન

Breaking News
8 hours ago

પતિને આત્મહત્યા માટે મજબૂર કરનાર પત્નીને જામીન ના મળ્યા

Cricket
8 hours ago

તપાસ શરૃ થાય ત્યાં સુધી પંડ્યા-રાહુલને રમવા દેવા માટે બીસીસીઆઇની ભલામણ

Gujarat
9 hours ago

અમારી નિયત જનતાના વિકાસની, પરિવારના વિકાસ માટેની નથી:મોદી

Entertainment
9 hours ago

અનેક નવા પ્રોજેક્ટને લઇ સલમા હાયેક સક્રિય

Breaking News
10 hours ago

મેક ઇન ઇન્ડિયા અંતર્ગત સુરતમાં બનેલી K-9 ટેન્ક રાષ્ટ્રને અર્પણ કરી

Gandhinagar
12 hours ago

આફ્રિકન દેશોમાં 18 નવા ભારતીય દૂતાવાસો શરૂ કરાશે: સુષ્મા સ્વરાજ

Bollywood
13 hours ago

અભિનેત્રી સોનુ વાલિયા સાથે બીએમ ડબ્લ્યૂ કાર ખરીદી મામલે ઠગાઇ

મોદીને રાહત : રાફેલ ડિલમાં કોઇ અનિયમિતતા થયાની સુપ્રીમની ના

નવી દિલ્હી  :  રાફેલ ડીલને લઇને કોંગ્રેસ સહિત તમામ વિરોધ પક્ષોનાઆરોપોનો સામનો કરી રહેલી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારને આજે મોટીરાહત મળી હતી. કારણ કે સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો આપતા સાફ શબ્દોમાં કહ્યુ હતુ કેતેને ફ્રાન્સ પાસેથી ૩૬ રાફેલ યુદ્ધ વિમાનોની ખરીદી કરવાના એનડીએ સરકારના નિર્ણયમાંકોઇ અનિયમિતતા મળી નથી. કોર્ટે કઠોર વલણ અપનાવીને આ ડીલને લઇને દાખલ કરવામાં આવેલીતમામ અરજીને ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યુ હતુ કે મોદી સરકારની સમગ્રપ્રક્રિયાને લઇને તે સંતુષ્ટ છે. તેમાં શંકાને કોઇ સ્થાન નથી.

સુપ્રીમ કોર્ટે અગાઉ૧૪મી નવેમ્બરના દિવસે ફ્રાંસથી ૩૬ રાફેલ યુદ્ધ વિમાન ખરીદવાના સોદાની સીબીઆઈ તપાસનીમાંગ કરતી અરજી ઉપર પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. સુનાવણી દરમિયાન તમામ સંબંધિતપક્ષો તરફથી પોતપોતા ની દલીલો રજૂ કરવામાં આવી હતી. કોર્ટે અરજી કરનારાઓ અને સરકારનીસાથે સાથે હવાઈ દળના અધિકારીઓ પાસેથી પણ માહિતી મેળવી હતી. આશરે પાંચ કલાક સુધી મેરેથોનસુનાવણી ચાલી હતી.

ત્યારબાદ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ એસકે કૌલ અને જસ્ટિસ કેએમજોસેફની બનેલી બેંચે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. રાફેલની કિંમતને જાહેર કરવાનીમાંગ કરી રહેલા અરજીદારોને એ વખતે મોટો ફટકો પડયો હતો જ્યારે કોર્ટે કહ્યું હતું કે,જ્યાં સુધી અમે પોતે જાહેર કરતા નથી ત્યાં સુધી તે મુદ્દે કોઇપણ ચર્ચા કરવામાં આવશેનહીં. આ ગાળા દરમિયાન સરકારી અને સોદાબાજીમાં તપાસની માંગ કરી રહેલા અરજીદારોના વકીલવચ્ચે જોરદાર દલીલબાજી ચાલી હતી. સૌથી પહેલા અરજી કરનાર લોકો તરફથી દલીલો કરવામાં આવીહતી. ત્યારબાદ સરકાર તરફથી રજૂઆત કરવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટના નિર્દેશ ઉપર હવાઈદળના અધિકારીને પણ નિવેદન આપવા માટે બોલાવવામાં આવ્યા હતા. સરકારે કહ્યું હતું કે,રાફેલ જેટ હવાઈ દળ માટે ખુબ જ જરૃરી હતી. એટર્ની જનરલ કેકે વેણુગોપાલ તરફથી રજૂઆત કરવામાંઆવી હતી. તેમણે કહ્યું હતં કે, હવાઈ દળની તાકિદની જરૃરીયાતોને ધ્યાનમાં લઇને રાફેલજેટની ખરીદી મહત્વપૂર્ણ બની ગઈ હતી. વેણુગોપાલે કહ્યું હતું કે, રાફેલ જેટની તાકિદનીજરૃરિયાતોને ધ્યાનમાં લેવામાં આવી હતી.

એટર્ની જનરલે કોર્ટમાં કહ્યું હતું કે, કારગિલનીલડાઈમાં અમે કેટલાક જવાનો ગુમાવી દીધા હતા. જો એ ગાળામાં અમારી પાસે રાફેલ જેટ વિમાનોરહ્યા હોત તો નુકસાન ઓછુ રહ્યું હોત. આને લઇને હવાઈ દળે પણ વેણુગોપાલની દલીલોમાં સહમતિદર્શાવી હતી. કેન્દ્ર સરકાર તરફથી એટર્ની જનરલે કહ્યું હતું કે, દસો તરફથી સરકારનેઓફસેટ પાર્ટનરોની માહિતી આપી નથી. ઓફસેટ પાર્ટનરોને દસોએ પસંદ કર્યા છે. સરકારની આમાકોઇ ભૂમિકા નથી. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કબૂલાત કરી હતી કે, ફ્રાંસની સરકારે૩૬ વિમાનોની કોઇ ગેરંટી આપી નથી પરંતુ વડાપ્રધાને લેટર ઓફ કન્ફર્ટ ચોક્કસપણે આપ્યા છે.સુપ્રીમ કોર્ટે હવાઈ દળના અધિકારીઓ પાસેથી સવાલ જવાબ બાદ તેમને કોર્ટમાંથી જવાની મંજુરીઆપી હતી.

સુપ્રીમ કોર્ટ દ્વારા હવાઈ દળના અધિકારીઓને બોલાવવા માટે સુચના આપ્યા બાદએક એર માર્શલ અને ચાર વાઇસ એરમાર્શલ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા હતા. સુપ્રીમ કોર્ટેઅરજી કરનાર લોકોની દલીલો સાંભળ્યા બાદ મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા હતા. કોર્ટે કહ્યુંહતું કે, આ સમગ્ર મામલામાં હવાઈ દળની રજૂઆતને પણ ધ્યાનમાં લેવાની જરૃર હતી.