Home » India » Delhi » દક્ષિણ, પૂર્વ અને પૂર્વોતરમાં મોદી ઝંઝાવતી પ્રચાર કરશે

News timeline

India
3 mins ago

દેશનું બીજુ ડિફેન્સ ‘ઇનોવેટિવ હબ’ નાશિકમાં ઉભુ કરાશે

Bhuj
26 mins ago

ઘુમલીના આશાપુરા મંદિરે પોરબંદરના પૂજારીની ઘાતકી હત્યા

Bollywood
30 mins ago

અદિતી રાવ તમિળ-તેલુગુ ફિલ્મને લઇ આશાવાદી

Breaking News
1 hour ago

ગુજરાતમાં 15000 કરોડનુ રોકાણ કરીશું: કુમાર મંગલમ બિરલા

Breaking News
2 hours ago

વાયબ્રન્ટ ગુજરાત હવે ગ્લોબલ પ્લેટફોર્મ બની છે: મુખ્ય પ્રધાન

Cricket
3 hours ago

કોઇપણ સ્થાન પર બેટિંગ કરવા માટે તૈયાર : ધોની

Gandhinagar
4 hours ago

દહેગામ કોલ્ડ સ્ટોરેજમાં એમોનિયા ગેસનું સિલિન્ડર ફાટતા ચારનાં મોત

Ahmedabad
5 hours ago

ગુજરાત કોંગ્રેસમાં નેતાઓ વચ્ચે ડખાં હજુ શમ્યા નથી

Bollywood
5 hours ago

ઇલિયાના હિન્દીમાં ફ્લોપ સાઉથમાં સુપરહિટ

Ahmedabad
5 hours ago

ગુજરાતમા ખાનગી યુનિ.ઓ વધશેઃ વાઈબ્રન્ટ સમિટ અતર્ગત ૨૦થી વધુ એમઓયુ

Cricket
5 hours ago

ભારતની સિદ્ધિ : ઓસ્ટ્રેલિયામાં પ્રથમ દ્વિપક્ષીય વનડે શ્રેણી જીતી

Astrology
6 hours ago

આપનો આજનો દિવસ

દક્ષિણ, પૂર્વ અને પૂર્વોતરમાં મોદી ઝંઝાવતી પ્રચાર કરશે

નવી દિલ્હી :  રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તિસગઢ જેવા રાજ્યોભાજપના હાથમાંથી નિકળી ગયા બાદ હવે  વડાપ્રધાનનરેન્દ્ર મોદી અને પક્ષ પ્રમુખ અમિત શાહે હારમાંથી બહાર નિકળીને નવી આક્રમક યોજના પરકામ કરવાની શરૃઆત કરી દીધી છે. ભાજપે લોકસભા ચૂંટણી માટે કમર કસવાની શરૃઆત કરી દીધીછે. હિન્દી પટ્ટામાં થયેલા નુકસાનની ભરપાઇ કરવા માટે ભાજપે દક્ષિણ, પૂર્વ અને પૂર્વોતરરાજ્યો પર ધ્યાન કેન્દ્રિત કર્યુ છે. જે રાજ્યોમાં ક્યારેય જીત થઇ નથી તેવા રાજ્યોપર ભાજપે ધ્યાન આપ્યુ છે. આ હેતુ સાથે મોદી કેરળ, પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, , તેલંગણા,આંધ્રપ્રદેશ, આસામ અને અન્ય પૂર્વોતર રાજ્યોમાં ઝંઝાવતી પ્રચાર કરનાર છે. આ તમામ જગ્યાએબે ડઝનથી વધારે રેલી કરનાર છે.

આ વિસ્તારમાં લોકસભાની ૧૨૨ સીટો રહેલી છે.  પાર્ટી વડા અમિત શાહે ગુરૃવારના દિવસે કેન્દ્રિયહોદ્દેદારો, રાજ્યોના વડા અને સંગઠન મહાસચિવો સાથે બેઠક યોજી હતી. આ બઠકમાં અમિત શાહેકહ્યુ હતુ કે હારને લઇને ચિંતા કરવાની જરૃર નથી. સુત્રોના કહેવા મુજબ શાહે નેતાઓનેકહ્યુ હતુ કે આ સંદેશનુ સન્માન કરવાની જરૃર છે. શાહે કહ્યુ હતુ કે રાજસ્થાન, મધ્યપ્રદેશઅને અન્ય જગ્યાએ જે વોટ મળ્યા છે, તે દર્શાવે છે કે લોકોનો વિશ્વાસ ભાજપ પર અકબંધ છે.વર્ષ ૨૦૧૯ની સામાન્ય ચૂંટણી પહેલા હવે મોદી ફરી એકવાર વર્ષ ૨૦૧૩-૧૪ના ચૂંટણી મોડમાંઆવનાર છે. આગામી સપ્તાહની શરૃઆતથી મોદી તમામ રાજ્યો પર ધ્યાન કેન્દ્રિત કરવાની શરૃઆતકરનાર છે.

ભાજપે જ્યાં ક્યારેય જીત મેળવી નથી તેવા રાજ્યો પર પણ ધ્યાન આપવામાં આવનારછે. દક્ષિણ ભારતના રાજ્યો, ઓરિસ્સા, બંગાળ અને આસામમાં મોદી પ્રચાર કરનાર છે. પાર્ટીપ્રચાર રૃપે શરૃઆતી તબક્કામાં ૧૨૨ સીટો પર ધ્યાન આપશે. જાન્યુઆરીના અંત સુધી પ્રચારચાલશે. એક જનસભા મારફતે પાંચ સીટોને આવરી લેવામાં આવનાર છે. આ યાદીમાં પ્રથમ

તબક્કા રૃપે આંધ્રપ્રદેશ અને તેલંગણાની બે બે સીટો, આસામની સિલ્ચર અને ડિબ્રુગઢ સીટ, કેરળની ૧૭થી ૧૮ સીટો, તમિળનાડુ, ઓરિસ્સા, અને બંગાળની ૪૨ પૈકી ૪૦ સીટો સામેલ કરવામાં આવી છે. આ ઉપરાંત પૂર્વોતરની એવી સીટોની પસંદગી કરવામાં આવી છે જ્યાં હજુ સુધી ભગવો લહેરાયો નથી. મોદી હવે ફરી તેમના જુના આક્રમક તેવરમાં આવશે અને જોરદાર રીતે પ્રચાર મેદાનમાં ઉતરનાર છે. કાર્યકરો પણ હાલની હારને ભુલી જઇને જોરદાર દેખાવ કરવા માટેની તૈયારીમાં છે. મોદી હવે ટુંક સમયમાં તેમના કાર્યક્રમની જાહેરાત કરનાર છે.મોદીની સાથે અન્ય સ્ટાર પ્રચારકો પણ મેદાનમાં ઉતરવાની તૈયારીમાં છે. લોકસભાની ચૂંટણીમાં મોદી હવે તમામ તાકાત લગાવી દેવાના મુડમાં આવનાર છે. કાર્યકરોનો ઉત્સાહ પણ વધારશે.