Home » India » Delhi » ફાઈલોની ચકાસણી વગર જ ક્લિનચિટ કઈ રીતે મળી શકે

News timeline

Cricket
8 hours ago

એકલા પરેરાએ દ.આફ્રિકા પાસેથી જીતનો કોળિયો આંચકી લીધો

Gujarat
8 hours ago

ઊંઝા APMCમાંથી ભાજપના નારણ પટેલનું પત્તુ કાપી નખાયુ

Gujarat
9 hours ago

સુરતનું સ્વપ્ન ઇન્ટરનેશનલ ફ્લાઇટનું સાકાર: શારજાહ ફ્લાઇટ શરૂ

Gujarat
11 hours ago

આતંકવાદીઓને પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે ઃ સુમિત્રા મહાજન

Gujarat
11 hours ago

જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં બે શાર્પ શુટરો સાપુતારાથી પકડાયા

Bollywood
11 hours ago

અમિતાભ બચ્ચન દરેક શહીદ સૈનિકના પરિવારને ૫-૫ લાખ રૃપિયા દાન આપશે

Ahmedabad
12 hours ago

નવજોતસિંહ સિદ્ધુના આ વિવાદાસ્પદ નિવેદન બાદ લોકોમાં રોષ

Sports
13 hours ago

સાઇના નેહવાલ ફરી નેશનલ ચેમ્પિયન

Breaking News
14 hours ago

ગુજરાતની બનાસકાંઠા સરહદેથી પાક. ઘૂસણખોર પકડાયો

Entertainment
15 hours ago

પુલવામા શહીદના અંતિમ સંસ્કારમાં સિધ્ધુ હાજર ન રહેતા ફરી વિવાદ

Ahmedabad
15 hours ago

નરોડામાં અનૈતિક સંબંધોની શંકા રાખી પરિણીતાની હત્યા

India
16 hours ago

પુલવામા અટેક : સાત શકમંદને ઉઠાવાયા, વ્યાપક દરોડાનો દોર

ફાઈલોની ચકાસણી વગર જ ક્લિનચિટ કઈ રીતે મળી શકે

નવી દિલ્હી  :   રાફેલ કેસમાં સુપ્રિમ કોર્ટના ચુકાદાના ૨૪ કલાકબાદ પણ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ખેંચતાણનો દોર જારી રહ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતાકપિલ સિબ્બલે કાયદાકીય પાસાઓને લઈને કેન્દ્ર સરકાર ઉપર પ્રહાર કર્યા હતા. આજે તેઓએચુકાદાની અનેક બાબતોને લઈને પ્રશ્નો ઉઠાવ્યા હતા. કપિલ સિબ્બલે કહ્યું હતું કે ફાઈલોનીચકાસણી કરવામાં આવી નથી ત્યારે ક્લિનચીટ કઈ રીતે મળી શકે છે. સરકાર દ્વારા ક્લિનચીટનાકરવામાં આવી રહેલા દાવા સામે સિબ્બલે પ્રશ્નો ઉઠાવ્યા હતા. સુપ્રિમ કોર્ટે ફાઈલો મંગાવીનથી. નોટીંગ પણ નિહાળી નથી ત્યારે પોતાની રીતે ખુશ થવાની તક ભાજપના લોકો કઈ રીતે ઝડપીરહ્યા છે.

બીજી બાજુ ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા નરસિમ્હા રાવે કોંગ્રેસ ઉપર પ્રહારકર્યા હતા. ભાજપના પ્રવક્તાએ આક્ષેપ કરતા કહ્યું હતું કે રાહુલ ગાંધી સુપ્રિમ કોર્ટનીવિશ્વસનિયતા ઉપર પ્રશ્નો ઉઠાવી રહ્યા છે જે નિંદાજનક બાબત છે. તેમણે કહ્યું હતું કેપાકિસ્તાનની કોર્ટ પર રાહુલ વિશ્વાસ કરી શકે છે પરંતુ સુપ્રિમ કોર્ટ ઉપર તેમને વિશ્વાસનથી. ઈમરાન ખાન અને હાફિઝ સઈદ પર રાહુલ ગાંધીને વિશ્વાસ છે પરંતુ આઈએએફ અને ભારતીયસેના ઉપર વિશ્વાસ નથી.

સિબ્બલે કહ્યું હતું કે સુપ્રિમ કોર્ટે જ્યારે ટેકનિકલ પાસાઅને રાફેલ ડીલની પ્રાઈઝીંગની તપાસ કરી નથી ત્યારે ભાજપ સરકાર જીતનો દાવો કઈ રીતે કરીશકે છે.તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી આ મામલામાં ક્યારેય પણ પાર્ટી તરીકે રહીનથી. અમે પહેલા પણ સ્પષ્ટતા કરી ચુક્યા છીએ કે આ મામલા પર નિર્ણય લેવા માટે સુપ્રિમકોર્ટ યોગ્ય ફોરમ તરીકે નથી. કારણ કે તમામ ફાઈલો ત્યાં ખોલી શકાય નહીં. સુપ્રિમ કોર્ટનીપાસે આનો અધિકાર પણ નથી. કોંગ્રેસ નેતાએ કહ્યું હતું કે રાફેલમાં ભ્રષ્ટાચાર, કિંમતોઅને ટેકનિકના મામલામાં તપાસ માટે સુપ્રિમ કોર્ટ યોગ્ય ઓથોરિટી નથી. તેમણે ઉમેર્યુંહતું કે તેના અધિકાર ક્ષેત્ર મર્યાદિત છે. કોર્ટે ઉમેર્યું હતું કે અમે કિંમતો અનેટેકનિકલ પાસા

ઉપર નિર્ણય કરી શકવાનીસ્થિતિમાં નથી. કોંગ્રેસ નેતાએ કહ્યું હતું કે સુપ્રિમ કોર્ટના ચુકાદામાં પ્રેસનોટઅને સરકારના એફિડેવિટની વાત કરવામાં આવી છે. ચુકાદામાં એવા કેટલાક તથ્યો છે જે કદાચસરકારની એફિડેવિટના કારણે સુપ્રિમ કોર્ટના ચુકાદામાં આવ્યા છે. જો સરકાર કોર્ટમાં ખોટાતથ્યો રજુ કરે છે તો આના માટે સરકાર પૂર્ણ રીતે જવાબદાર છે, કોર્ટ જવાબદાર નથી. કોર્ટનાચુકાદામાં કેગના રિપોર્ટના ઉલ્લેખ પર તેમણે કહ્યું હતું કે અમને એટર્ની જનરલને પીએસીમાંબોલાવવાની જરૃર છે અને પ્રશ્ન કરવા જોઈએ કે ખોટા એફિડેવિટ કોર્ટમાં કેમ આપવામાં આવ્યાછે. એવા તથ્ય કોર્ટમાં રજુ કરવામાં આવે છે જે ખોટા છે.

જેથી આ મામલો ગંભીર બને છે.એજીને પીએસીમાં બોલાવીને પ્રશ્નો કરવા જોઈએ. ટુજી, કોલસા કૌભાંડને લઈને ભાજપે વળતાપ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે કલમ ૩૨ હેઠળ સુપ્રિમ કોર્ટના અધિકાર ક્ષેત્રમાંજે ચીજો આવતી નથી તો કોંગ્રેસ પાર્ટીને આ પ્રકારની વાત કરવી જોઈએ નહીં અને આરોપ પણબનાવટી છે.