Home » India » Delhi » ખેડૂતની દેવા માફીની વાત કરી કોંગ્રેસ ગેરમાર્ગે દોરે છે :મોદી

News timeline

Bhuj
1 min ago

ઘુમલીના આશાપુરા મંદિરે પોરબંદરના પૂજારીની ઘાતકી હત્યા

Bollywood
6 mins ago

અદિતી રાવ તમિળ-તેલુગુ ફિલ્મને લઇ આશાવાદી

Breaking News
1 hour ago

ગુજરાતમાં 15000 કરોડનુ રોકાણ કરીશું: કુમાર મંગલમ બિરલા

Breaking News
2 hours ago

વાયબ્રન્ટ ગુજરાત હવે ગ્લોબલ પ્લેટફોર્મ બની છે: મુખ્ય પ્રધાન

Cricket
2 hours ago

કોઇપણ સ્થાન પર બેટિંગ કરવા માટે તૈયાર : ધોની

Gandhinagar
3 hours ago

દહેગામ કોલ્ડ સ્ટોરેજમાં એમોનિયા ગેસનું સિલિન્ડર ફાટતા ચારનાં મોત

Ahmedabad
4 hours ago

ગુજરાત કોંગ્રેસમાં નેતાઓ વચ્ચે ડખાં હજુ શમ્યા નથી

Bollywood
5 hours ago

ઇલિયાના હિન્દીમાં ફ્લોપ સાઉથમાં સુપરહિટ

Ahmedabad
5 hours ago

ગુજરાતમા ખાનગી યુનિ.ઓ વધશેઃ વાઈબ્રન્ટ સમિટ અતર્ગત ૨૦થી વધુ એમઓયુ

Cricket
5 hours ago

ભારતની સિદ્ધિ : ઓસ્ટ્રેલિયામાં પ્રથમ દ્વિપક્ષીય વનડે શ્રેણી જીતી

Astrology
5 hours ago

આપનો આજનો દિવસ

Headline News
7 hours ago

મરાઠી ફિલ્મોના નિર્માતાએ ગણપતિ મંદિરમાં કરી આત્મહત્યા

ખેડૂતની દેવા માફીની વાત કરી કોંગ્રેસ ગેરમાર્ગે દોરે છે :મોદી

રાયબરેલી :  વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે યુપીએના ચેરમેન સોનિયાગાંધીના ગઢ ગણાતા રાયબરેલીમાં પહોંચ્યા હતા અને ત્રણ રાજ્યોમાં ચૂંટણીમાં હાર ખાધાબાદ પોતાના અસલ અંદાજમાં ચૂંટણી પ્રચારની શરૃઆત પણ કરી દીધી હતી. રાયબરેલીમાં જનસભાનેસંબોધતા મોદીએ ખેડૂતોની દેવા માફીની વાત કરનાર કોંગ્રેસની અનેક બાબતોને ખુલ્લી પાડીહતી. તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, કર્ણાટકમાં ૧૦ દિવસની અંદર ખેડૂતદેવા માફીની વાત કોંગ્રેસે કરી હતી પરંતુ હજુ સુધી છ મહિનાનો ગાળો હોવા છતાં ૧૦૦૦ ખેડૂતોનાદેવા પણ માફ થયા નથી.

દેવા માફીના નામ ઉપર દેશના ખેડૂતો સાથે રમત રમવામાં કોંગ્રેસપાર્ટી વ્યસ્ત હોવાની વાત કરીને મોદીએ કોંગ્રેસ ઉપર ખેડૂતના નામ ઉપર મત લેવાના મુદ્દેપ્રહારો કર્યા હતા. તાજેતરમાં જ યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીએ ત્રણેયરાજ્યોમાં સરકાર બન્યા બાદ દેવા માફીનું વચન આપ્યું હતું. મોદીએ કહ્યું હતું કે, કર્ણાટકમાંછ મહિના થયા હોવા છતાં ૧૦૦૦ ખેડૂતોનું દેવું પણ માફ થયું નથી. કોર્ટ દ્વારા ખેડૂતોઉપર કાર્યવાહી કરવામાં આવી રહી છે પરંતુ સરકારો મૌન બનેલી છે. કોંગ્રેસના શાસનમાં ખેડૂતોઅને જવાનોની પરેશાની તરફ ક્યારે પણ ધ્યાન આપવામાં આવ્યું નથી. ખેડૂતોની આવક વધારવામાટે નીતિઓ બનાવવામાં આવી રહી નથી. એમએસપી પર એનડીએ સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયનાકારણે ખેડૂતોને ૬૦૦૦૦ કરોડ રૃપિયાનો સીધો ફાયદો થયો છે.

વર્તમાન એનડીએ સરકારે ખેડૂતોનીઆવક વધારવા માટે એમએસપી પર સ્વામિનાથન કમિટિના રિપોર્ટના અમલી કરવામાં પણ સફળતા મેળવીછે. ખરીફ અને રવિની ૨૨ પાક પર એમએસપી નક્કી કરવામાં આવ્યા છે. મોદીએ કોંગ્રેસ પર પ્રહારકરતા કહ્યું હતું કે, કોંગ્રેસની સરકારમાં કિસાન વિમા માટે ૧૫ ટકા પ્રિમિયમ લેવામાંઆવતા હતા. ભાજપ સરકારમાં પાક વિમા યોજના હેઠળ એકથી પાંચ ટકા પ્રિમિયમ લેવામાં આવ્યાછે. ખેડૂતો પાસેથી ૮૦૦૦ કરોડ રૃપિયા લઇને ૩૩૦૦૦ કરોડ રૃપિયા પાક ખરાબ થવાની સ્થિતિમાંખેડૂતોને પરત કરવામાં આવ્યા છે. છેલ્લા ૭૦ વર્ષમાં પ્રથમ વખત કોઇ સરકારે ખેડૂતોની આવકમાંવધારો કરવા વિચારણા કરી છે તો તે ભાજપ સરકાર હોવાનો દાવો મોદીએ કર્યો હતો.

સોનિયા ગાંધીનાલોકસભા મતવિસ્તાર રાયબરેલીમાં મોદી આક્રમક અંદાજમાં દેખાયા હતા. કોંગ્રેસ ઉપર સેનાનાઅપમાનનો આક્ષેપ કરતા રાફેલ વિવાદ પર પણ જવાબ આપ્યા હતા. ગોસ્વામી તુલસીદાસની રામચરિત્રમાનસમાં ઉલ્લેખ બાબતોને રજૂ કરીને મોદીએ કહ્યું હતું કે, કેટલાક લોકો ખોટા આક્ષેપોકરતા રહે છે. કોંગ્રેસની હાલત પણ એવી જ થયેલી છે.

રામચરિત માનસમાં ભગવાન રામ એક વખતેએમ કહેતા નજરે પડે છે કે, કેટલાક લોકોને ખોટુ બોલવાની, ખોટી બાબત બીજા સુધી પહોંચાડવાની,ખોટા ભોજન કરવાની અને ખોટી ચીજો ચાવવાની ટેવ પડી ગયેલી હોય છે. મોદીએ રાફેલ ડિલ ઉપરસુપ્રીમ કોર્ટના ચુકાદાનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, કોંગ્રેસ માટે સંરક્ષણમંત્રાલય,સંરક્ષણ મંત્રી, ભારતીય હવાઇદળના અધિકારી, ફ્રાંસની સરકાર, કોર્ટ તમામ ખોટી બાબત છેપરંતુ વાસ્તવિકતાનું

ક્યારે પણ સજાવટ કરવાનીજરૃર હોતી નથી. જુઠ્ઠાણા કેટલી વખત પણ બોલાવામાં આવે તેમાં તાકાત હોતી નથી. મોદીએ કહ્યુંહતું કે, હાલમાં કેટલાક લોકોને ભારત માતાની જયના નારાને લઇને પણ પરેશાની થાય છે. મોદીએ૧૯૭૧ના યુદ્ધમાં સામેલ થયેલા ભારતીય સૈનિકોને યાદ કરતા સરહદ ઉપર તૈનાત જવાનોની તરફેણમાંભારત માતાની જયના નારા લગાવ્યા હતા.

તમામ લોકોને ભારત માતાની જય બોલવામાં ગર્વ છે પરંતુકેટલાક લોકોને આને લઇને દુખ થાય છે. આજે દેશની સામે બે પક્ષ છે. એક પક્ષ સત્ય, સુરક્ષાઅને સરકારનો છે જે દેશને અને સેનાને મજબૂત કરવા ઇચ્છુક છે. બીજો પક્ષ દેશને કમજોર કરનારછે. આજે દેશના લોકો જોઈ રહ્યા છે કે, કોંગ્રેસ એવા લોકો સાથે જે દેશને મજબૂત કરવા ઇચ્છુકનથી.